ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં ધીમે ધીમે સ્પર્ધા વધી રહી છે કારણ કે, કંપનીઓ આ સેગમેન્ટમાં નવા લોન્ચિંગ કરવા લાગી છે. MG મોટર્સે નવી ફોર-સીટર ઈલેક્ટ્રિક કાર લૉન્ચ કરી છે. આ કારનું નામ છે MG Comet અને તેની કિંમત 7.98 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કંપનીએ જણાવ્યું છે કે, આ કારને એક કિલોમીટર ચલાવવા માટે થતો ખર્ચ માત્ર 51 પૈસા છે. આ કાર 7 કલાકમાં ફુલ્લી ચાર્જ થઈ શકશે. જો તમને આ કાર ખરીદવામાં રસ હોય તો, 15 મેથી બૂકિંગ કરાવી શકશો. દેશનાં ઈલેક્ટ્રિક વ્હિકલ માર્કેટમાં ટાટા મોટર્સનો દબદબો છે. ટાટા મોટર્સની Nexon EV સૌથી વધુ વેચાતી ઈલેક્ટ્રિક કાર છે. આ ઉપરાંત, ટાટાની Tigor EV પણ લોકપ્રિય થઈ રહી છે. MG મોટર્સ ઈન્ડિયા ZS EVનું પણ વેચાણ કરે છે. તેના પોર્ટફોલિયોમાં એસ્ટર, ગ્લોસ્ટર અને હેક્ટરનો સમાવેશ થાય છે.
Published - April 26, 2023, 08:14 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો