Money9: દર મહિનાની 28 તારીખથી લઇને પહેલી તારીખ વચ્ચે હોય છે તો માત્ર 3-4 દિવસ પરંતુ મનીષાને તો આ સૌથી લાંબા લાગે છે. હકીકતમાં, મહિનો પૂરો થતા સુધીમાં, મનીષાના બેંક ખાતામાં પૈસા પૂરા થઈ જાય છે…હવે સમસ્યા એ છે કે દર મહિનાની 28મી તારીખે એસઆઈપીની રકમ ઓટો-ડેબિટ થાય છે… મનીષાને ઘણીવાર ઉછીના પૈસા લેવા પડે છે.. અને બે વખત તો બેંકે ઓછા બેલેન્સને કારણે 500 રૂપિયાની પેનલ્ટી પણ લગાવી દીધી હતી. એટલું જ નહીં, પેમેન્ટ મિસ થાય તો CIBIL સ્કોર પર પણ અસર પડવાનું ટેન્શન રહે છે.
એક મિત્રએ સલાહ આપી કે ક્રેડિટ કાર્ડથી બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી લે… હવે મનીષાને આ વાતની જાણકારી નહોતી એટલે તે ચોંકી અને પૂછ્યું કે શું આવું પણ થાય છે? જી હાં, આવું પણ થાય છે… તમે તમારા ક્રેડિટ કાર્ડથી બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો પરંતુ તેના ફાયદા અને નુકસાન બંને છે.
ચાલો આ વીડિયોમાં આ અંગે વિગતવાર સમજીએ…
સૌ પ્રથમ વાત એ કે ક્રેડિટ કાર્ડથી બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કેવી રીતે કરવા? તો એ જાણી લો કે તમે ડાયરેક્ટ ટ્રાન્સફર કરી શકો છો. ઘણી બેંકોની ઓનલાઇન બેંકિંગ એપ અથવા સાઇટ દ્વારા તમે ક્રેડિટ કાર્ડથી બેંક ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરી શકો છો. …હાં, એ વાતને ધ્યાનમાં રાખો કે વિવિધ બેંકોમાં ડેઇલી ટ્રાન્સફરની લિમિટ અલગ અલગ હોઈ શકે છે…તેથી તમારી બેંકમાંથી આ વિશેની માહિતી મેળવો.
તમે નેટ બેંકિંગ દ્વારા પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો… જો તમારી બેંક નેટ બેંકિંગ સર્વિસ નથી આપતી… તો તમે તમારા ખાતામાં લોગ ઇન કરીને ‘ક્રેડિટ કાર્ડ’ સેક્શનમાં જાઓ… ત્યાં ‘ટ્રાન્સફર’નો વિકલ્પ પસંદ કરો… અને એ રકમ નાંખો જે તમે તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા માંગો છો…ત્યારબાદ ઇન્સ્ટ્રક્શન ફોલો કરો અને ટ્રાન્ઝેક્શન પૂરા કરો.
એક બીજી રીતે પણ પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. અને આ રીત છે ફોન કોલ દ્વારા…કેટલીક ક્રેડિટ કાર્ડ કંપનીઓ માત્ર એક ફોન કોલ દ્વારા જ ફંડ ટ્રાન્સફરની સુવિધા આપે છે…તમારે ક્રેડિટ કાર્ડ કંપનીને જરૂરી વિગતો આપવી પડશે અને ફંડ ટ્રાન્સફર કરવાની રિક્વેસ્ટ કરવી પડશે. ત્યારબાદ તમને રકમ કન્ફર્મ કરવા માટે કહેવામાં આવશે…ત્યારબાદ તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
હવે વાત છેલ્લી રીતની…તમે તમારા નામે ચેક ભરી શકો છો…સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડની સાથે ચેકબુક નથી મળતી…આના માટે તમારે ક્રેડિટ કાર્ડ કંપની પાસેથી ચેકબુક માંગવી પડશે…ચેક દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધાને ‘ચેક ટુ સેલ્ફ’ કહેવાય છે.
ચેક પર payeeના નામમાં ‘self’ લખો. ત્યારબાદ અન્ય જરૂરી માહિતી ભરો જે સામાન્ય રીતે ચેક લખતી વખતે તમે ભરો છો. જે બેંકમાં તમારું ખાતું છે ચેકને તે બેંકની બ્રાન્ચમાં જમા કરો. ત્યારબાદ જ્યારે ચેક ક્લિયર થઈ જશે ત્યારે પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર થઇ જશે.
જરૂરિયાતના સમયે ક્રેડિટ કાર્ડથી બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાથી તમારી જરૂરિયાત તો પૂરી થઈ જશે, પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે જેના વિશે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે…
પહેલી વાત એ છે કે ક્રેડિટ કાર્ડનો મુખ્ય હેતુ ડાયરેક્ટ પેમેન્ટ કરવાનો છે… અને વારંવાર આ રીતે પૈસા ટ્રાન્સફર કરવાથી તમે ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરી શકો… શોપિંગ માટે ઉપયોગ નહીં કરી શકો. તેની સાથે મળતા રિવોર્ડ પોઈન્ટ્સ તમને નહીં મળે.
બીજી બાબત એક વાત એ કે જો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એક મર્યાદાથી આગળ વધે છે તો આવકવેરા વિભાગ તમારા ટ્રાન્ઝેક્શન્સની તપાસ કરી શકે છે… જે લોકો ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક 2 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરે છે તેમની માહિતી બેન્કો આવકવેરા વિભાગને આપે છે. વારંવાર પૈસા ટ્રાન્સફર કરવાથી તમે ટેક્સ અધિકારીઓનાની નજરમાં આવી શકો છો.
બેંક ખાતામાં આ રીતે પૈસા ટ્રાન્સફર કરવાથી, ક્રેડિટ લિમિટનો મોટો હિસ્સો રોકડ ઉપાડ તરફ જતો રહેશે… જ્યારે ક્રેડિટ કાર્ડનું બિલ વધશે, ત્યારે ક્રેડિટ કાર્ડના ડ્યૂસ પર ઇન્ટરેસ્ટ પણ વધતું રહેશે… જો એક પણ પેમેન્ટ ડિફોલ્ટ થયું તો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઇ જશે અને ક્રેડિટ હિસ્ટ્રી પર અસર પડશે…જેનાથી ભવિષ્યમાં તમને લોન મળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.
તેથી કોઇ ઇમરજન્સીમાં ફંડ ટ્રાન્સફર કરવું ઠીક છે…પરંતુ તેને આદત બનાવવી યોગ્ય નથી…આ પ્રકારના વધુ પડતા ટ્રાન્સફરથી તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો…તેથી ક્રેડિટ કાર્ડનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો