Money9: વિદેશ યાત્રા એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. યાત્રાનું પ્લાનિંગ કરતી વખતે એક ચિંતા રોમિંગ ચાર્જિસની હોય છે. જ્યારે તમે વિદેશથી ઘરે ફોન કરો છો કે પરિવારના કોઈ સભ્ય કે મિત્રનો ફોન આવે છે ત્યારે ફોનમાંથી એટલા પૈસા કપાઈ જાય છે કે વિદેશ પ્રવાસ તમારા ખિસ્સા પર બોજ બની જાય છે. તેથી વિદેશ જતા પહેલા ઈન્ટરનેશનલ રોમિંગ ચાર્જ પર ધ્યાન આપવું, યોગ્ય પ્લાન પસંદ કરવો જરૂરી બની જાય છે.
Jio, Vi અને Airtel, ત્રણેય કંપનીઓ ઇન્ટરનેશનલ રોમિંગ પેક ઓફર કરે છે. આમાં Jio તેના યુઝર્સને કસ્ટમાઇઝ્ડ ઇન્ટરનેશનલ રોમિંગ પેક ઓફર કરે છે. તેનો અર્થ એ કે તમે ભારતથી બહાર જે પણ દેશમાં છો તે દેશ અનુસાર તમે પ્લાન ખરીદી શકો છો. કંઇક આવી જ સુવિધા Vodafone-Idea પણ ઓફર કરે છે. એરટેલના આંતરરાષ્ટ્રીય રોમિંગ પ્લાન વિશે વાત કરીએ તો, તેના પેક રૂ. 133 થી શરૂ થાય છે. વોડાફોન આઇડિયાનો એક દિવનો રોમિંગ પેક રૂ. 599 થી શરૂ થાય છે. એ જ રીતે, Jioનું રોમિંગ પેક રૂ. 499 થી શરૂ થાય છે. અનલિમિટેડ ઇનકમિંગ કોલ અને વિવિધ ડેટા પેક સાથેના પ્લાન એવરેજ 3,000 થી 4,000 રૂપિયાથી શરૂ થાય છે.
હવે એ જાણીએ કે રોમિંગ પ્લાન આટલા મોંઘા કેમ હોય છે?
ખરેખર, તમે જે ટેલિકોમ નેટવર્કનું સિમ લો છો તે વિદેશમાં નથી હોતું. આવી સ્થિતિમાં, તમને લોકલ ઓપરેટરના નેટવર્ક પર શિફ્ટ કરવામાં આવે છે. રોમિંગ નેટવર્ક એટલે કે લોકલ ટેલિકોમ ઓપરેટર મનસ્વી રીતે રોમિંગ ચાર્જ સેટ કરી શકે છે. આ ઉપરાંત આ ચાર્જ જે-તે દેશના નિયમો દ્વારા પણ નક્કી કરવામાં આવે છે. જેના કારણે તમારે વિદેશમાં રોમિંગ પેક માટે વધુ પૈસા ચૂકવવા પડે છે.
તેથી, ટ્રાવેલ ડ્યુરેશનને ધ્યાનમાં રાખીને પેક લેવું જોઈએ. તમે એક દિવસથી લઈને 90 દિવસ સુધીના પેક લઈ શકો છો. ટેલિકોમ કંપનીઓ ટોપ-અપની સુવિધા પણ આપે છે, તેથી જો ડેટા અચાનક સમાપ્ત થઈ જાય, તો તમે તેને તરત જ ટોપ-અપ કરાવી શકો છો.
હવે એ સમજીએ કે તમે રોમિંગ ચાર્જ કેવી રીતે ઘટાડી શકો છો?
કેટલીક એપ્લિકેશન અથવા ફિચર્સ તમારી જાણ વિના બેક ગ્રાઉન્ડમાં ડેટાનો ઉપયોગ કરે છે અથવા તેના માટે તમારે ચાર્જ ચૂકવવો પડી શકે છે. તેથી જરૂરી એ છે કે વિદેશ યાત્રા પર જતા પહેલા, તમે આવી ઓટો અપડેટ કે ડેટા કન્ઝ્યુમ કરતી એપ્લિકેશનોને ઓળખો અને તેને ડિસેબલ કરી લો. વિદેશ યાત્રા પર જતા પહેલા, સૌથી સસ્તા વિકલ્પને શોધવા માટે સારીરીતે રિસર્ચ કરો અને ઇન્ટરનેશનલ રોમિંગ પેક્સમાં કમ્પેર કરીને પોતાના માટે એવો પ્લાન પસંદ કરો જે તમારી જરૂરિયાતો, મુસાફરીના સમયગાળાની રીતે શ્રેષ્ઠ હોય. જ્યાં પણ તક મળે વાઇ-ફાઇ હોટસ્પોટનો પૂરો ઉપયોગ કરો અને ઓડિયો, વિડિયો કૉલ, તમામ મહત્વપૂર્ણ બુકિંગ ત્યાં જ કરી લો.
મેસેજિંગ માટે પણ વોટ્સએપ અથવા ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરો જેથી તમે SMS પર લાગતા ભારે ચાર્જથી બચી શકો. મેપ અથવા મહત્વપૂર્ણ વસ્તુઓ પહેલેથી ડાઉનલોડ કરીને રાખો. ઓટોમેટિક એપ્લિકેશન અપડેટ્સ અને સિકિંગને ડિસેબલ કરી લો. આ ઘણો ડેટા કન્ઝ્યુમ કરી શકે છે. આ સિવાય જો તમે મોંઘા રોમિંગ ચાર્જથી બચવા માંગતા હોવ તો લોકલ સિમ કાર્ડ ખરીદી શકો છો. આ ઉપરાંત, તમે ટ્રાવેલ સિમ કાર્ડ પણ લઇ શકો છો.. ટ્રાવેલ સિમ કાર્ડ એક પ્રીપેડ આંતરરાષ્ટ્રીય સિમ છે જે ઘણા દેશોમાં ડેટા, ટોક ટાઈમ અને SMSની સુવિધા આપે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો