MONEY9: ચૈતન્યને નોકરી કરતા 3 વર્ષ થઇ ગયા છે. અત્યારે તેની મંથલી સેલેરી 40,000 રૂપિયા છે. તેણે થોડાગણા પૈસા બચાવ્યા છે અને હવે નવી કાર ખરીદવા માંગે છે. પરંતુ વધારે મોંઘી કાર પણ નથી ખરીદી શકતો. હવે તેને સમજાતું નથી કે તે કઇ કાર ખરીદે તો તેને સસ્તી પડે અને લોનનું વધારે ટેન્શન પણ ન રહે. જો તમારી પણ મંથલી ઇનકમ 40થી 50 હજાર રૂપિયા છે અને તમે કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, પરંતુ ખબર નથી પડતી કે કઇ કાર લેવી જે તમારી પસંદ અને બજેટ બન્નેને અનુકૂળ આવે તો આ ખાસ રિપોર્ટ તમારા માટે છે..
ભારતમાં એન્ટ્રી લેવલની કાર અંદાજે 4.5 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જો તમારુ બજેટ ઓછુ છે અને ઓફિસ જવા કે પર્સનલ યૂઝ માટે કે પછી ત્રણથી ચાર લોકોના પરિવાર માટે કોઇ નાનકડી કાર ખરીદવા માંગો છો તો એન્ટ્રી લેવલ કાર ખરીદી શકો છો. આ કારોમાં રેનો ક્વિડ, મારુતિ અલ્ટો અને સીટ્રોન C3 સામેલ છે.
જો તમારુ બજેટ થોડુક વધારે છે અને પરિવાર અને કંફર્ટનું ખાસ ધ્યાન રાખી રહ્યા છો તો મિની કે માઇક્રો એસયૂવી લઇ શકો છો. જેની કિંમત અંદાજે 6 લાખ રૂપિયાથી શરૂ થાય છે. અને આ કેટેગરીમાં ટાટા પંચ, નિસાન મેગ્નાઇટ, રેનો કાઇગર કેટલીક સસ્તી કાર છે.
કાર ખરીદતી વખતે એક બીજી વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ કે હવે દિલ્હી એનસીઆરમાં 10 વર્ષ જુની ડીઝલ અને 15 વર્ષ જુની પેટ્રોલ કાર નહીં ચલાવી શકો. સરકાર આ નિયમને દેશભરમાં લાગુ કરી શકે છે. આવામાં તમારી કારની વેલ્યૂ દર વર્ષે ઘટતી જશે. જો તમે દિલ્હીમાં અત્યારે 10 લાખ રૂપિયાની કાર ખરીદો છો તો તે કારની કિંમત દર વર્ષે અંદાજે એક લાખ રૂપિયા ઓછી થતી જશે. અને કેટલાક વર્ષો બાદ તમારી કાર ભંગારના ભાવે વેચાશે. એટલે 10 લાખ રૂપિયાની આસપાસ બજેટમાં ઇવી લેવી ફાયદાનો સોદો થઇ શકે છે. સરકાર આની પર તમને સબ્સિડી પણ આપે છે. અત્યારે ઠીક-ઠાક સાઇઝની સૌથી સસ્તી ઇ-કારની કિંમત અંદાજે 12.5 લાખ રૂપિયાથી શરૂ થાય છે. પરંતુ સરકારથી મળતી સબ્સિડીની સાથે તેની કિંમત અંદાજે 10 થી 10.5 લાખ રૂપિયા પડશે.
હવે કારની ખરીદીમાં લોનનો મામલો પણ સમજી લઇએ. ચૈતન્ય જેવા 40 હજાર રૂપિયાની સેલેરી કમાનારા વ્યક્તિને જો 10 લાખ રૂપિયાની કાર ખરીદવી છે અને તે ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરે છે તો તેણે પાંચ વર્ષ માટે અંદાજે 14 હજાર રૂપિયાના માસિક હપ્તા ભરવા પડશે. આ રકમ તેની સેલરીનો લગભગ 35 ટકા હિસ્સો હશે. આ જ કારણે બજેટથી ઉપર જવા પર તેની મુશ્કેલી વધી શકે છે. આવા સંજોગોમાં તમારી પાસે ડાઉનપેમેન્ટ માટે એક મોટી રકમ છે તો ઠીક છે નહીંતર એન્ટ્રી લેવલ કાર જ યોગ્ય ડીલ હશે.
હવે જતા-જતા અમે આપને કાર ખરીદી સાથે જોડાયેલી કેટલીક ટિપ્સ આપવા માંગીશુ તો તેને ધ્યાનથી સાંભળો…
ટૉપ મૉડલની કારના બદલે બેઝ મોડલ લઇને તમે એકસ્ટ્રા ખર્ચ બચાવી શકો છો. ઉદાહરણ તરીકે Tata ની અલ્ટ્રોઝ લઇએ. તેના બેઝ મોડલની કિંમત 6 લાખ 30 હજાર રૂપિયા છે, જ્યારે ટૉપ મૉડલ્સની કિંમત 10 લાખ 25 હજાર રૂપિયા થઇ જાય છે.
પેટ્રોલ-ડીઝલ કારના બદલે, સીએનજી કાર લઇ શકો છો. સીએનજી કારમાં સીએનજી અને પેટ્રોલ બન્ને ગાડી ચલાવવાનો વિકલ્પ મળશે, સીએનજી કમ્પેરિટવલી સસ્તું હોવાના કારણે ઇંધણ પર થતો ખર્ચ બચાવી શકો છો.
કારની ખરીદી બાદ તેની એક્સેસરીઝ પર પણ પૈસા બચાવી શકાય છે. એટલે કારના શો રૂમમાંથી મોંઘી એક્સેસરીઝ ખરીદવાના બદલે તે જ એક્સેસરીઝ તમે બહારથી પ્રમાણમાં ઓછા પૈસામાં ખરીદી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો