Money9: અમન તેના ક્રેડિટ કાર્ડ પર વધતા ખર્ચથી પરેશાન છે, તેથી તે ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માંગે છે… પરંતુ શું આ નિર્ણય યોગ્ય છે? શું ખર્ચ પર અંકુશ રાખવાનો આ એકમાત્ર ઉપાય છે? જો તમારે તમારું ક્રેડિટ કાર્ડ બંધ કરાવવું હોય, તો તે પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે? આવો જાણીએ આજના આ વીડિયોમાં…
કેશબેક, રિવોર્ડ પોઈન્ટ અને અન્ય ફાયદાઓને કારણે ક્રેડિટ કાર્ડની લોકપ્રિયતા સતત વધી રહી છે. અગાઉ ક્રેડિટ કાર્ડ રાખવું એક સ્ટેટસ સિમ્બોલ ગણાતું હતું પરંતુ હવે તેને સરળ પેમેન્ટનું એક માધ્યમ માનવામાં આવે છે. તેનાથી ઓનલાઈન/ઓફલાઈન ખરીદી, સરળ ટ્રાન્ઝેક્શન અને તમારી અનુકૂળતા મુજબ પેમેન્ટ કરવા જેવા ઘણા ફાયદા મળે છે.
તમામ ફાયદા હોવા છતાં, એવું બની શકે કે કોઈ કારણસર, અમનની જેમ, તમે પણ તમારું ક્રેડિટ કાર્ડ બંધ કરવા માગતા હોવ. અને તેનું કારણ વધતા ખર્ચને નિયંત્રિત કરવો, ડેબિટ કાર્ડ અને યુપીઆઈના વધુ ઉપયોગને પ્રાથમિકતા આપવી, ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફીથી બચવું વગેરે હોઈ શકે છે. તેથી, ક્રેડિટ કાર્ડ બંધ કરાવતા પહેલા, તમારે કેટલીક બાબતો જાણી લેવી જોઈએ. જેથી કાર્ડ બંધ કરવાથી તમારી ફાઇનાન્સિયલ જર્ની પર તેની કોઈ અસર ન થાય.
ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા તમારી નાણાકીય જરૂરિયાતોની સમીક્ષા કરો. એ સમજો કે વધુ ફી, ઇન્ટરેસ્ટ રેટ કે ખર્ચની રીતોમાં ફેરફાર, આમાંથી હકીકતમાં કયા કારણોસર તમે તારુ ક્રેડિટ કાર્ડ બંધ કરવા માંગો છો.
એકવાર તમે કારણ સમજી લીધું અને મન મક્કમ કરી લીધું કે કાર્ડ બંધ કરાવવું જ છે તો પછી એક એક ચેકલિસ્ટ છે જેના આધારે આગળ વધો.
સૌ પ્રથમ, એ કે જો કાર્ડમાં રિવોર્ડ પોઈન્ટ મળે છે તો ખાતરી કરી લો કે તમે તમારા બધા પોઈન્ટ રિડીમ કરી લીધા છે… કારણ કે કાર્ડ બંધ થવાની સાથે જ તમામ રિવોર્ડ પોઈન્ટ્સ પણ નકામા થઈ જશે. બીજું, કાર્ડ બંધ કરતા પહેલા, તમારું સંપૂર્ણ આઉટસ્ટેન્ડિંગ ડ્યૂઝ સેટલ કરી લો.
જો તમે ડ્યૂઝ સેટલ નથી કર્યું તો તેની અસર તમારા ક્રેડિટ સ્કોર પર થશે કારણ કે તેને પેમેન્ટ ડિફોલ્ટ અથવા લેટ રિપેમેન્ટ માનવામાં આવશે અને તેનીપર લેટ ફી ચૂકવવી પડશે.
આ ઉપરાંત એ જાણી લો કે જો તમે લાંબા સમયથી કોઇ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તે ક્રેડિટ કાર્ડને બંધ કરાવવાથી તમારા ક્રેડિટ સ્કોર પર અસર પડી શકે છે. જો તમે તમારા ક્રેડિટ કાર્ડમાંથી કોઈ ઓટો-ડેબિટ કરીને રાખ્યું છે, તો કાર્ડ બંધ કરતા પહેલા, પેમેન્ટ મોડ ચેન્જ કરી લો એટલે કે મર્ચન્ટ પ્લેટફોર્મ પરથી લિંક્ડ કરેલું ક્રેડિટ કાર્ડ દૂર કરી દો.
ત્યારબાદ કોન્ટેક્ટ સપોર્ટ નંબર પર કૉલ કરો. બેંકની કસ્ટમર કેર સર્વિસ ટીમને તમારુ ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે કહો. ઇમેઇલ દ્વારા ફોર્મલ ક્લોઝર રિક્વેસ્ટ મોકલો. તેમાં તમારું નામ, સરનામું, ક્રેડિટ કાર્ડના છેલ્લા 4 અંકો સામેલ કરો. સ્પષ્ટ રીતે લખો કે તમે તમારું ક્રેડિટ કાર્ડ બંધ કરવા માંગો છો. ક્લોઝર કન્ફર્મેશન મેળવો. ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બંધ થવાનું એક લેખિત કન્ફર્મેશન માંગો. આ ડોક્યુમેન્ટ તમારા નાણાકીય રેકોર્ડ માટે મહત્વપૂર્ણ છે.
કન્ફર્મેશન મળ્યા બાદ, તમારા કાર્ડને એવી રીતે ડિસ્ટ્રોય કરો કે કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે. આમ કરવાથી કાર્ડના દુરૂપયોગ થવાની શક્યતા ઘટી જશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો