MONEY9: આજે ખર્ચ બહાદુરમાં તમને ખર્ચ કરવાની કોઇ સલાહ આપવા નથી આવ્યા. પરંતુ એ બતાવવા આવ્યા છીએ કે કેવી રીતે વધતી મોંઘવારી આપણી ખર્ચ કરવાની રીતભાતને પ્રભાવિત કરે છે. તો મળો અમદાવાદના કનિષ્ક કુમારને, છેલ્લા એક વર્ષમાં તેની ખર્ચ સાથે જોડાયેલી આદતો બદલાઇ ગઇ છે. પહેલા તે દર બે મહિને પોતાના માટે કપડા ખરીદી લેતો હતો, મહિનામાં બે કે ત્રણ વાર દોસ્તની સાથે બહાર ખાવા જતો હતો અને ત્રણ-ચાર મહિનામાં ક્યાંક બહાર ફરી આવતો હતો. પરંતુ હવે આવુ કંઇ નથી થઇ રહ્યું. મોંઘવારીએ જાણે કે આ બધા પર ગ્રહણ લગાવી દીધું છે. કનિષ્ક એકલો નથી. બે મિનિટ રોકાઇને તમે વિચારો કે શું તમારા વ્યવહારમાં આવો ફેરફાર થયો છે. કદાચ થયો હશે. કારણ કે જ્યારે જરૂરિયાત પૂરી કરવા પર ખર્ચ વધી જાય છે તો લકઝરી પર ખર્ચ ઘટે જ છે.
આને સારી રીતે સમજવા માટે મોંઘવારીના આંકડા ઉપર નજર નાંખીએ. છેલ્લા એક વર્ષમાં રિટેલ મોંઘવારીમાં ઘણો વધારો થયો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં મોંઘવારી દર 5.3 ટકા હતો તે આ વર્ષે ઓગસ્ટમા 7 ટકા પર છે. આનો અર્થ એ છે કે, જે સામાન ગયા વર્ષે ખરીદવા માટે તમે 100 રૂપિયા ખર્ચ કરતા હતા તેને આ વર્ષે ખરીદવા માટે 107 રૂપિયા ખરચવા પડશે.
હવે ખોલો છુટક મોંઘવારીનો ઇન્ડેક્સ એટલે CPI ને… CPI એટલે Consumer Price Index (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ). તે એક પ્રાઇસ ઇન્ડેક્સ છે જે એક ચોક્કસ સમયની અંદર કેટલાક સામાનની એવરેજ કિંમતને માપે છે. CPI થી કસ્ટમર્સ તરફથી મર્ચન્ટ્સને ચૂકવવામાં આવતી એવરેજ કિંમત નક્કી થાય છે. CPIમાં ખાણીપીણીનો સામાન, કપડા, ઘર જેવી જરૂરિયાતો અને મેડિકલ કેર, ટ્રાન્સપોર્ટેશન અને એજ્યુકેશન વગેરે જેવી સેવાઓ સામેલ છે. આ ઇન્ડેક્સમાં અંદાજે અડધો હિસ્સો ખાણી-પીણીના સામાનનો હોય છે. એટલે ઇન્ડેક્સ પ્રમાણે જોઇએ તો 100 રૂપિયામાંથી તમે અંદાજે 50 રૂપિયા ખાવા-પીવા પર ખર્ચ કરો છો. કારણ કે આ જરૂરિયાત હોવાથી તેનો ખર્ચ વધ્યો છે. ગત વર્ષે ઓગસ્ટની તુલનામાં આ વર્ષે ઓગસ્ટમાં શહેરી વિસ્તારમાં ખાદ્ય મોંઘવારી 3.28 ટકાથી વધીને 7.55 ટકા થઇ ગઇ છે.
ફૂડ ઇન્ફ્લેશન વધવાથી ખાણી-પીણીની ચીજો પર થતો ખર્ચ પણ વધી ગયો છે. અને બાકી ચીજો કે સર્વિસિઝની ડિમાંડ પણ ઘટી ગઇ છે. જેમ કે લોકો બહાર રેસ્ટોરન્ટમાં ઓછું જઇ રહ્યા છે. શોપિંગ ઓછુ કરી રહ્યાં છે. કારણ કે તેમને ખાવાની ચીજો પર હવે વધારે ખર્ચ કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં લોકોની સેવિંગ્સ પર પણ તેની અસર પડી છે. કારણ કે જે પૈસા તે સેવ કરે છે તે પૈસા હવે તેમના કિચનમાં ખર્ચાઇ રહ્યા છે.
આ અંગે હિસ્સારની જમ્ભેશ્વર યૂનિવર્સિટી ના અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડો. એન કે બિશ્નોઇનું કહેવું છે કે ફૂડ ઇન્ફ્લેશન છેલ્લા 3 મહિનાથી ઘટી રહ્યો હતો પંરતુ હવે ફરી વધવા લાગ્યો છે. જો આવનારા મહિનામાં આ વૃદ્ધિ ચાલુ રહેશે તો તેનાથી કન્ઝ્યુમર્સ ફેસ્ટિવ સીઝનમાં ઓછા ખર્ચ માટે પ્રેરિત થશે. એવુ લાગે છે કે અસામાન્ય મોનસૂન અને ખાદ્ય ઉત્પાદન પર નકારાત્મક અસરથી સ્થિતિ બગડી રહી છે.
ફૂડ ઇન્ફ્લેશનથી આગળ વધીએ તો કાચા માલની કિંમતો વધવાથી FMCG, Auto સહિત ઘણાં સેક્ટર્સ પ્રભાવિત થયા છે. એપ્રિલ-જૂન 2022 ક્વાર્ટરમાં HUL, ITC, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, ડાબર અને બ્રિટાનિયા જેવી લિસ્ટેડ FMCG કંપનીઓના નફા પર અસર પડી અને કેટલાક સેગમેન્ટમાં તેમનું વેચાણ પણ ઘટ્યું. ઉદાહરણ તરીકે ચાલુ ક્વાર્ટરમાં બ્રિટાનિયાના કુલ નફામાં 13.24 ટકા ઘટાડો નોંધાયો, તો Godrej Consumer Product ના કુલ નફામાં 16.56 ટકાનો ઘટાડો થયો.
ઑટો સેક્ટરની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2021-22માં ભારતમાં ગાડીઓનું વેચાણ ઘટીને 1.75 કરોડ રહી ગયું જે 2012-13 બાદ સૌથી ઓછું છે. આ ઉપરાંત, એન્ટ્રી લેવલ કારોનું વેચાણ સાત વર્ષના સૌથી નીચલા સ્તરે છે.
હવે પાછા ફરીએ ખાણી-પીણીની ચીજો પર તો CPIમાં જો આપણે વેઇટ્સની વાત કરીએ તો તે દર્શાવે છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં કઇ ચીજોની કેટલી હિસ્સેદારી છે. જેમ કે અનાજ અને તેનાથી બનેલી પ્રોડક્ટ્સની હિસ્સેદારી 6.59 ટકા છે, જ્યારે દૂધ અને ડેરી પ્રોડક્ટ્સની હિસ્સેદારી 5.33 ટકા છે, આ જ રીતે શાકભાજીની હિસ્સેદારી 4.41 ટકા છે.
આ તો થઇ વધતી મોંઘવારીની વાત. પરંતુ આ ખાદ્ય મોંઘવારીથી રાહત મેળવવાની કોઇ રીત છે? જી હાં, કેટલીક રીતો છે, જે હવે જતા જતા અમે તમને જણાવીશું તો તેને ધ્યાનથી સાંભળો...
નંબર-1.
જો તમે રિટેલ સુપર માર્કેટમાંથી ખાણી-પીણીનો સામાન ખરીદો છો તો તેનું મેમ્બરશીપ કાર્ડ જરૂર બનાવી લો. ઉદાહરણ તરીકે Reliance Fresh stores માટે Reliance One Card, તો સ્પેન્સર માટે Smart Rewards Card.. આનાથી શોપિંગ કરશો તો તમને કેશ બેક, રિવાર્ડ્સ અને ડિસ્કાઉન્ટ મળે છે.
નંબર-2.
સામાનની પ્રાઇસ ટ્રેક કરતા રહો. જ્યારે લાગે કે સામાન મોંઘો થવાનો છે તો ઘરમાં ઘઉં, ચોખા, દાળ જેવી ચીજો સ્ટોર કરીને રાખો. આને વધારે માત્રામાં ખરીદશો તો તે સસ્તો પણ પડશે અને ભાવ વધશે તો તમારી પર કેટલાક સમય સુધી તેની કોઇ અસર પણ નહીં પડે.
નંબર-3.
રિટેલના બદલે હોલસેલ માર્કેટમાંથી સામાન ખરીદો. તમારા ઘરની આસપાસ કે તમારા વિસ્તારમાં હોલસેલ સ્ટોર પણ હશે. ત્યાંથી સામાન માર્કેટ પ્રાઇસથી સસ્તો મળશે અને આખા મહિનાનુ કરિયાણું ત્યાંથી લેશો તો ઘણાં પૈસા બચશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો