MONEY9 GUJARATI: ગરમી વધી રહી છે. તેવામાં જો તમે પણ એસી, ફ્રીજ, કૂલર જેવા એપ્લાયન્સિસ ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ના માત્ર એસી, ફ્રીજ અને કૂલર,,પરંતુ કોઈ પણ હોમ એપ્લાયન્સ ખરીદવા જઈ રહ્યા છો તો કેટલીક વાતો જાણવી ખુબ જ જરૂરી છે. કઈ છે આ વાતો ચાલો આ રિપોર્ટમાં વિસ્તારથી સમજીએ.
સૌથી પહેલા તો તમારે ફીચર્સ પર ધ્યાન આપવું જોઈએ. પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શનમાં તેના ફીચર્સ ચેક કરી લો. પ્રોડક્ટ મોડર્ન ટેક્નોલૉજીમાં એપ ટૂ ડેટ હોવી જોઈએ. દાખલા તરીકે જો તમે કોઈ સ્માર્ટ ટીવી ખરીદી રહ્યા છો અને ઈચ્છો છો કે તેનું સાઉન્ડ ખુબ જ સરસ હોય, તો ચેક કરી લો કે તેમાં Dolby Audio છે કે નહીં અને સ્પિકર કેટલા wattના છે.
બીજી વાત જેના પર ધ્યાન આપવાની જરૂર છે તે છે એપ્લાયન્સની સાઈઝ.. જો તમે ફ્રીજ, વૉશિંગ મશીન જેવી કે પછી બીજી કોઈ પણ એપ્લાયન્સ લઈ રહ્યા છો તો તમારે ધ્યાન રાખવું પડશે કે તમારો પરિવાર કેટલો મોટો છે. રુમ કેટલા મોટા છે વગેરે.. આ તમામ બાબતોને જોતાં તમારે એપ્લાયન્સની સાઈઝ નક્કી કરવી જોઈએ.
હવે વધુ એક મહત્વના મુદ્દાની પણ વાત કરી લઈએ, જે છે એનર્જી એફિશિયન્સી સાથે જોડાયેલી. દરેક ઈલેક્ટ્રૉનિક ડિવાઈસ કે એપ્લાયન્સ આપણને તેની એનર્જી કંઝમ્પશનની જાણકારી આપે છે. ખાસ કરીને તે એપ્લાયન્સ જે BEE એટલે કે Bureau of Energy Efficiencyના સર્ટફિકેશન સાથે આવે છે. BEE એપ્લાયન્સિસનેને સ્ટાર રેટિંગ આપે છે. મોટાભાગની રેટિંગ 5 સ્ટાર હોય છે. 5 સ્ટાર રેટિંગવાળી પ્રોડક્ટ સૌથી ઓછા વીજ વપરાશવાળી હોય છે.. રેટિંગ ઘટવાની સાથે જ પ્રોડક્ટનો વીજ વપરાશ પણ વધી જશે. માટે હંમેશા એવી જ પ્રોડક્ટ ખરીદવી જેનું સ્ટાર રેટિંગ 4 કે 5 હોય..
વૉરંટી અને સર્વિસ પ્લાન પર પણ ધ્યાન આપવું ખુબ જ જરૂરી છે. દરેક એપ્લાયન્સ વૉરંટીની સાથે હોવું જોઈએ. વૉરંટી વગર પ્રોડક્ટ ખરીદવાનો અર્થ છે રિસ્ક લેવું. કોઈ નુકસાનની સ્થિતિમાં વૉરંટી આપણા એપ્લાયન્સ અને આપણા ખિસ્સાનું ધ્યાન રાખે છે. ઘણીવાર પ્રોડક્ટમાં મેનુફેક્ચરિંગ ડિફેક્ટ આવી જાય છે. આવી સ્થિતિમાં વૉરંટી કામ લાગે છે. આવી રીતે કેટલીક એપ્લાયન્સને રેગ્યુલર મેન્ટેનન્સ અને સર્વિસની જરૂર હોય છે. જેમ કે એસી… માટે એ ચેક કરી લેવું જોઈએ કે તમારું એપ્લાયન્સ સર્વિસ પ્લાન માટે ક્વૉલિફાઈ કરે છે કે નહીં..
આ ઉપરાંત કોઈ પણ એપ્લાયન્સ ખરીદતા પહેલાં તેના ઓનલાઈન રીવ્યૂઝ જોવા અને વાંચવા જોઈએ. આ રીવ્યૂઝ યોગ્ય પ્રોડક્ટ પસંદ કરવામાં તમને મદદ કરશે. સાથે જ કસ્ટમર સપોર્ટ અને એક્સપર્ટ એડવાઈઝના મુદ્દાઓ પર પણ ધ્યાન આપો. એ જ કંપનીઓની પ્રોડક્ટ્સ ખરીદો જે તમને વધુ સારી કસ્ટમર સર્વિસ આપવા માટે જાણીતી હોય.
હવે અંતમાં સૌથી મહત્વની બાબત પ્રોડક્ટની કિંમત છે. એપ્લાયન્સ તમારા બજેટમાં જ ખરીદો. એ વાતનું ધ્યાન રાખો કે જે ફિચર્સ તમારે જોઈએ છે, તે તમારા બજેટમાં આવનાર પ્રોડક્ટમાં છે કે નહીં.. ફીચર્સ, એનર્જી એફિશિયંસી સહિત તમામ જરૂરી બાબતો પણ તમારી જરૂરિયાત મુજબની હોય અને કીંમત પણ એજ હોય જે તમારા ખિસ્સા માટે યોગ્ય હોય. જો 19-20નો તફાવત હોય અને પ્રોડક્ટ તમારે જોઈએ જ છે. તો પછી થોડું ઘણું બજેટ વધી શકે છે.
વિડીયો સ્ટોરી જુઓ : આવી રીતે કરો સ્માર્ટ શોપિંગ
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો