Money9: જો તમે ઉનાળામાં પોતાના દોસ્તો કે પરિવારની સાથે કોઇ હિલ સ્ટેશન પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો પરંતુ મોંઘવારીનું ટેન્શન તમને પરેશાન કરી રહ્યું છે, તો અમારો આ રિપોર્ટ તમારા માટે જ છે..આ રિપોર્ટમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે એક સારી અને સસ્તી ટ્રિપ પ્લાન કરી શકો છો. કેવી રીતે પોતાના વેકેશનને બજેટ ફ્રેન્ડલી બનાવી શકો છો.
વેકેશનને બનાવો બજેટ ફ્રેન્ડલી
બજેટ ફ્રેન્ડલી ટ્રિપ માટે સૌથી જરૂરી વસ્તુ છે ફ્લાઇટ, બસ અને હોટલનું સસ્તું બુકિંગ..ટ્રાવેલ અને હોસ્પિટાલિટીની કોસ્ટ સતત વધી રહી છે અને આ મોંઘવારીથી તમને એક માત્ર વસ્તુ બચાવી શકે છે, તે છે એડવાન્સ પ્લાનિંગ..એટલે ફ્લાઇટ હોય કે હોટલ, બે થી ત્રણ મહિના પહેલા બુકિંગ કરી લો..પરંતુ ધ્યાન રાખો કે સાથે કેન્સલેશનનો ઓપ્શન જરૂર લો. આ ઓપ્શન લેવાથી તમારો ટ્રાવેલ પ્લાન કેન્સલ થશે તો પણ તમને 5થી 10 ટકાનું જ સામાન્ય નુકસાન થશે.
સર્ચ એન્જિનનો કરો ઉપયોગ
હોટલ રૂમનું બુકિંગ કરાવતી વખતે તમારે Trivago.com, Fareprice.com, Tripadvisor જેવા હોટલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરવો જોઇએ કારણ કે આ સર્ચ એન્જિન હોટલ બુકિંગ સાઇટ પર ઉપલબ્ધ હોટલોના ભાડાને કમ્પેર કરે છે. એટલે કે આ સર્ચ એન્જિન અગોડા, બુકિંગ ડોટ કોમ, મેક માય ટ્રિપ જેવા એગ્રીગેટર પર એક જ હોટલનું સૌથી સસ્તું ભાડું બતાવશે અને તેનાથી તમને સૌથી સારી ડીલ મળી શકે છે.
આ જ રીતે ફ્લાઇટ બુક કરતી વખતે પણ તેની કિંમતની સરખામણી કરવી જોઇએ..સ્કાયસ્કેનર, મોમોન્ડો અને ગુગલ ફ્લાઇટ્સ જેવા ઘણાં સર્ચ એન્જિન છે, જે તમારા માટે અલગ-અલગ ફ્લાઇટ બુકિંગ સાઇટ પર ભાડાને કમ્પેર કરે છે. આ સર્ચ એન્જિનની મદદથી તમે એવી સાઇટ પરથી ટિકિટ બુક કરી શકો છો જ્યાંથી તમને સૌથી સસ્તી ટિકિટ મળી રહી હોય.
લોયલ્ટી પ્રોગ્રામનો ફાયદો
તમે કોઇ હોટલ ચેઇન કે પછી કોઇ બુકિંગ સાઇટનો લોયલ્ટી પ્રોગ્રામ લઇ શકો છો. આ પ્રકારની સાઇટથી જો હોટલ ઉપરાંત ફ્લાઇટ અને બસ ટિકિટનું વારંવાર બુકિંગ કરાવો છો, તો તે તમને ભાડામાં ડિસ્કાઉન્ટ અને અન્ય પ્રકારની સુવિધાઓ પણ આપે છે. સાથે જ તમને રિવોર્ડ પોઇન્ટ્સ પણ મળશે જેનો ઉપયોગ તમે નેકસ્ટ બુકિંગમાં કરી શકો છો…
ખાસ ક્રેડિટ કાર્ડથી મળશે ડિસ્કાઉન્ટ
ઘણી મોટી હોટલ ચેઇન, એરલાઇન અને IRCTC બેંકોની સાથે મળીને પોતાનું ક્રેડિટ કાર્ડ બહાર પાડે છે. તમે આ કાર્ડનો ઉપયોગ કરીને પણ પૈસા બચાવી શકો છો. કારણ કે તેનાથી તમને બુકિંગમાં ડિસ્કાઉન્ટ, રિવોર્ડ પોઇન્ટ્સ, ટ્રાવેલ માઇલ્સ, ફ્રી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ અને બીજી અનેક સુવિધાઓ મળે છે. આ રિવોર્ડ પોઇન્ટ્સની મદદથી તમને નેકસ્ટ બુકિંગમાં આનાથી પણ વધારે ડિસ્કાઉન્ટ મળે છે. સાથે જ એરપોર્ટ પર લાઉન્જના ઉપયોગની સુવિધા તમને અલગથી મળે છે.
ફોરેન કરન્સીમાં ટિકિટ બુક કરો
જો તમે વિદેશ યાત્રા કરી રહ્યા છો, તો બીજા દેશની કરન્સીમાં પણ ટિકિટ બુક કરી શકો છો. પરંતુ આવુ તમારે ત્યારે કરવું જોઇએ, જ્યારે તમે કોઇ એવા દેશમાં ફરવા જઇ રહ્યા હોવ જ્યાંની કરન્સી ભારતીય રૂપિયાની તુલનામાં નબળી હોય. ઉદાહરણ તરીકે તમે ઇન્ડોનેશિયાની યાત્રા કરવા જઇ રહ્યા છો તો ત્યાંની કરન્સીમાં ફ્લાઇટની ટિકિટનો ભાવ જોઇ શકો છો અને પછી પોતાના ડેબિટ કે ક્રેડિટ કાર્ડની મદદથી સસ્તી ફ્લાઇટ બુક કરી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો