Money9 Gujarati: 40 વર્ષની મહિમા અપરિણીત છે…આર્થિક રીતે સ્વનિર્ભર (Financially self-sufficient) મહિમા હંમેશા તેની સંપૂર્ણ ઈનકમ (Income)નો ખર્ચ કરતી રહે છે અને કોઈપણ રીતની સેવિંગ (Saving) નથી કરતી. કોઈ જવાબદારી નથી તેથી તેમણે ક્યારેય પોતાના ફાઈનાન્શિયલ પ્લાનિંગ (Financial Planning) પર ધ્યાન નથી આપ્યું.. પરંતુ એક મેડિકલ ઈમરજન્સી (Medical emergency)ના કારણે તે દેવામાં ફસાઈ ગઈ, ત્યારે તેણીને ફાઈનાન્શિયલ પ્લાનિંગનું મહત્વ સમજાયું.
આજકાલ મોટી સંખ્યામાં મહિલાઓ સિંગલ રહેવાનું પસંદ કરી રહી છે. ડેટિંગ એપ બમ્બલના સર્વે અનુસાર, 81 ટકા મહિલાઓએ કહ્યું કે તેઓ એકલા રહેવા માંગે છે અને લગ્ન કરવા નથી માગતી. મહિમા એકમાત્ર એવી નથી કે જે ફાઈનાન્શિયલ ઈન્ડિપેન્ડેન્ટ છે અને તેના પર પારિવારિક મર્યાદિત કે કોઈ જવાબદારીઓ નથી.
આ અંગે ફાઇનાન્શિયલ પ્લાનર નેમા છાયા બુચ કહે છે કે સિંગલ વુમન માટે સન્માન સાથે અને પોતાની શરતો પર જીવવા માટે માત્ર આર્થિક રીતે સ્વતંત્ર જ નહીં પરંતુ સંગઠિત અને શિસ્તબદ્ધ રહેવું પણ જરૂરી છે. યોગ્ય ફાઈનાન્શિયલ પ્લાનિંગ આ પ્રવાસને સરળ બનાવી શકે છે. જો તમે સિંગલ વુમન છો તો મહિમા જેવી ભૂલ ન કરો, યોગ્ય સેવિંગ અને ફાઈનાન્સિયલ પ્લાનિંગ ખાસ કરો…તેના માટે કેટલાક ચોક્કસ નિયમો છે જે તમને આ પ્લાનિંગમાં મદદ કરી શકે છે અને તમારે તેનું પાલન કરવું જ જોઈએ.
સૌથી પહેલા તમારે ઈમરજન્સી ફંડ બનાવવું જોઈએ કારણ કે ઈમરજન્સી જણાવીને નથી આવતી. આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દર મહિને તમારા ઈમરજન્સી ફંડમાં થોડા પૈસા મુકતા રહો. તમારા વૃદ્ધ માતા-પિતાને અચાનક ઑપરેશનની જરૂર પડે અથવા તમે તમારી નોકરી ગુમાવી દો તો આ તમને મદદ કરી શકે છે. ઈમરજન્સી ફંડમાં ઓછામાં ઓછા એક વર્ષ માટેના તમારા તમામ મોટા ખર્ચની બરાબર રકમ હોવી જોઈએ. તમે ઇમરજન્સી ફંડનું લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો અથવા તેને અલગ ખાતામાં રાખી શકો છો જેથી તે તમારા રેગ્યુલર ખર્ચાઓથી અલગ રહે.
જો તમારી પાસે કોઈ જવાબદારી નથી અને તમને લાગે છે કે બજેટ બનાવવની જરૂર નથી, તો તમે ખોટા છો… કારણ કે તમે એકલા છો, એટલે તમારા માટે બજેટ અને સેવિંગની જરૂરિયાત વધુ છે. ફાઇનાન્શિયલ પ્લાનર શિફાલી સત્સંગી કહે છે, ” સેવિંગને તમારા બીજા મંથલી બિલની જેમ જુઓ કે જે તમારે કોઈપણ કિંમતે ચૂકવવાના હોય છે.. તેથી ન માત્ર ઈમરજન્સી માટે સેવિંગ કરો,, પરંતુ તમારા ભાવિ લક્ષ્યો અને રિટાયરમેન્ટ માટે પણ સેવિંગ કરો.”
હવે વાત આવે છે રિટાયરમેન્ટની અને તેના માટે પ્લાનિંગ કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.. મહિલાઓએ રિટાયરમેન્ટ માટે ફંડ બનાવવાનું શરૂ કરવું જોઈએ કારણ કે તેઓએ જીવનના એક તબક્કા પછી પોતાનું ધ્યાન જાતે જ રાખવાનું હોય છે. અને આ માટે પોતાના ભાવિ લક્ષ્યો નક્કી કરવા મહત્વપૂર્ણ છે.
વીમાની વાત કરીએ તો તે લેવું પણ ખૂબ જ જરૂરી છે. વીમો એ એક સેફ્ટી નેટ છે,, જે કોઈપણ હેલ્થ ઈમરજન્સીના કિસ્સામાં તમારું રક્ષણ કરે છે.. તેથી કૉમ્પ્રિહેન્સિવ હેલ્થ ઈનસ્યોરન્સ પ્લાન લેવો જરૂરી છે.. જો તમારા પરિવારમાં ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોની હિસ્ટ્રી છે, તો તમારે આ માટે વધારાની રાઈડર લેવી જોઈએ. જો તમારી પાસે હોમ લોનની જવાબદારી છે, તો ચોક્કસપણે સારો ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પ્લાન લો જેથી તમારી ગેરહાજરીમાં, તમારી લોન ચૂકવવાનો બોજ તમારા માતા-પિતા અથવા અન્ય કોઈ પર ન આવે.
ફાઇનાન્શિયલ પ્લાનર શિફાલી સત્સંગી કહે છે, “પોતાની જાતમાં ઈન્વેસ્ટ કરવું એ તમારી પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ, મહિલાઓએ યોગ્ય એસેટ એલોકેશન દ્વારા ઈન્વેસ્ટ કરવું જોઈએ. તમારા રોકાણને ડાયવર્સિફાઈ કરો. ડાયવર્સિફિકેશનથી તમને બજારની વધઘટમાં ટકી રહેવામાં મદદ મળે છે અને તમને લાંબા ગાળે જોખમ ઓછું થઈ શકે છે..પરંતુ રોકાણ એવી પ્રોડક્ટ્સમાં જ કરો જેને તમે સારી રીતે સમજો છો.”
આ રીતે, ફાઈનાન્શિયલ પ્લાનિંગથી તમને આત્મનિર્ભર બનવામાં મદદ મળશે અને જો તમે તેને તમારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બનાવશો તો જ તમે આ કરી શકશો. આશા રાખીએ છીએ કે મહીમા જેવી તમામ સિંગલ વુમનને અમારા આ ફાઈનાન્શિયલ પ્લાનિંગની લીસ્ટથી મદદ મળશે અને તેઓ તેમના પૈસાનું યોગ્યનું પ્લાનિંગ કરી શકશે..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો