હવે વીજળીની મોંઘવારી માટે તૈયાર રહેજો. ઉનાળામાં વીજળીનું બિલ વધારે આવવાની શક્યતા છે. દેશમાં એનર્જી એક્સચેન્જ પર પાવરનું ટ્રેડિંગ થાય છે અને એક્સચેન્જ પર છેલ્લાં 10 દિવસથી ભાવ સતત વધી રહ્યાં છે. એક્સચેન્જ પર એક યુનિટની કિંમતમાં 10 રૂપિયાની અપર સર્કિટ વાગી છે. એનર્જી કંપનીઓ પાસેથી વીજળીની ખરીદવા માટે રાજ્યોની સરકાર એક્સચેન્જ પર જે ભાવ ચાલતો હોય તેને ગણતરીમાં લે છે અને ત્યારબાદ આ પાવર ખરીદીને વીજ વિતરણ કંપનીઓને વેચે છે. ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે તેમ તેમ પાવરની ડિમાન્ડ વધી રહી છે, જેથી એક્સચેન્જ પર પાવરનો ભાવ વધ્યો છે.
Published - April 21, 2023, 08:06 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો