Money9: પોતાની કારની સવારી કરવી કે પછી કેબથી જવું જોઇએ.બન્નેમાં તમારા ખિસ્સાની રીતે શું સારુ છે? એવા કયા ફેકટર્સ છે જેને ધ્યાનમાં લઇને એ નિર્ણય લેવો કે કાર ખરીદવાનું યોગ્ય છે કે પછી કેબથી મુસાફરી કરવી? કાર ખરીદવામાં સક્ષમ ઘણાંબધા લોકો આવી જ મુંઝવણમાં ફસાયેલા છે? કદાચ તમારી પણ આજ મુશ્કેલી હશે..તો ચાલો આ રિપોર્ટમાં તમારી આ જ મુંઝવણને દૂર કરવાની કોશિશ કરીએ.
5 વર્ષને ધ્યાનમાં રાખીને ગણતરી
માની લો તમે 6 લાખ રૂપિયાની કોઇ ડીઝલ કાર ખરીદો છો. કાર તમને અંદાજે 15 કિલોમીટરની માઇલેજ આપશે અને ડીઝલની કિંમત અત્યારે દિલ્હીમાં અંદાજે 90 રૂપિયા પ્રતિ લીટર છે. તમે કારથી ઓફિસ આવશો-જશો. ક્યારેક બજાર જશો, મિત્રો-પરિવારજનોને મળવા જશો..તો માની લો કે તમે મહિનામાં અંદાજે 1,500 કિલોમીટરની મુસાફરી કરો છો. આવા સંજોગોમાં 5 વર્ષમાં ગાડી ચલાવવાનો કુલ ખર્ચ અંદાજે 5 લાખ 40 હજાર રૂપિયા થશે. ત્યારબાદ મેન્ટેનન્સનો ખર્ચ પણ થશે. જો તમે બરોબર ગાડી ચલાવો છો તો મેન્ટેનન્સ પર આખા વર્ષમાં 25,000 રૂપિયાથી વધુનો ખર્ચ ન આવવો જોઇએ. તો આ હિસાબે 5 વર્ષમાં કુલ ખર્ચ અંદાજે 1,25,000 રૂપિયા થશે.
આ સિવાય વીમાની કિંમત પણ ઉમેરવી પડશે. જો તમે નવી કાર માટે રૂ. 15,000નો ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લીધો હશે, તો પાંચ વર્ષમાં કુલ ખર્ચ રૂ. 75,000 થશે.
કુલ ખર્ચની ગણતરી
કારની કિંમત + ઇંધણ ખર્ચ + મેન્ટેનન્સનો ખર્ચ + વીમા પર 5 વર્ષમાં થનારો કુલ ખર્ચ = 5 વર્ષમાં કાર પર થનારો કુલ ખર્ચ
6,00,000 રૂપિયા + 5,40,000 રૂપિયા + 1,25,000 રૂપિયા + 75,000 રૂપિયા = 13,40,000 રૂપિયા
પાંચ વર્ષ પછી એવું બની શકે કે તમે નવી કાર ખરીદો..જૂની કારને વેચી નાંખો.. તેથી દર વર્ષે 20% ના ઘસારાને ધ્યાનમાં રાખીએ તો 5 વર્ષ પછી 6 લાખની કારની કિંમત થઇ જશે લગભગ 2 લાખ 60 હજાર રૂપિયા. આટલામાં કાર વેચી નાંખો તો તમારો કુલ ખર્ચ ઘટીને થઇ જશે 13,40,000 રૂપિયા- 2,60,000 રૂપિયા એટલે કે 10 લાખ 80 હજાર રૂપિયા થયા. એટલે કે પાંચ વર્ષમાં તમે કારની મુસાફરી કરવામાં કુલ 10 લાખ 80 હજાર રૂપિયા ખર્ચ્યા.
ચાલો હવે કેબની મુસાફરીમાં થયેલા ખર્ચને પણ ગણી લઇએ. એવરેજ કેબ સવારી હાલમાં 20 થી 22 રૂપિયા પ્રતિ કિલોમીટર છે. પીક અવર્સ દરમિયાન તેમાં વધઘટ થાય છે.. તો ચાલો સરેરાશ 22 રૂપિયા જ માની લઇએ. તેથી જો તમે દર મહિને 1,500 કિમીની મુસાફરી કરો છો, તો માસિક ખર્ચ 1,500 રૂપિયા X 22 રૂપિયા બરાબર 33,000 રૂપિયા થશે. અને પાંચ વર્ષમાં કુલ ખર્ચ થશે. 19,80,000 રૂપિયા.
આ બંને ગણતરીઓમાં, અમે મોંઘવારી દરનો સમાવેશ કર્યો નથી જે 5 વર્ષમાં વધશે, વધતી જતી મોંઘવારીને કારણે એક તરફ કેબનું ભાડું અને બીજી બાજુ ફ્યૂઅલ કોસ્ટ, વીમા ખર્ચ, મેન્ટેનન્સ ખર્ચ એમ બધુ જ વધી જશે. તેથી જ અમે સંતુલન જાળવવા માટે બંને કેસમાં ફુગાવાનો સમાવેશ નથી કર્યો.
તો એક વાત ચોક્કસ છે કે ખર્ચની દ્રષ્ટિએ, કેબ મોંઘી પડે છે જ્યારે કાર રાખવી સસ્તી.
હવે કેટલાક અન્ય પરિબળો છે જે મહત્વપૂર્ણ છે.. કાર અને કેબ બંનેના ફાયદા અને ગેરફાયદા છે.. જેમ કે કારની સાથે એક બાજુ કમ્ફર્ટ છે અને બીજી બાજુ પાર્કિંગ, મેન્ટેનન્સ વગેરેનો ખર્ચ છે. જ્યારે કેબમાં જ્યાં મેન્ટેનન્સ, પાર્કિંગ વગેરેનું ટેન્શન નથી તો પર્સનલ કાર જેવો કમ્ફર્ટ પણ નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો