MONEY9 GUJARATI: સુમિત તેના મિત્ર અભિષેકના ઘરે ગયો. મિત્રને પૂછ્યું કે યાર 40 વટાવી ગયો છું. આરોગ્ય પર થોડું ધ્યાન આપવું પડશે, જિમ શરૂ કરવું પડશે, ડાએટ પણ સુધારવું છે. કોઇ સલાહ કે ટિપ્સ હોય તો આપ? હું જિમ શરૂ, જોગિંગ કરું, શું કરું? અભિષેકે કહ્યું કે આ બધું તો કર જ સાથે જ એક હેલ્થ એન્ડ વેલનેસ ક્રેડિટ કાર્ડ પણ લઇ લે.
સુમિતને આ કાર્ડ વિશે કંઈ જ ખબર ન હતી, તેથી તેણે શરૂ કરી સંપૂર્ણ પૂછપરછ. જ્યારે તેને કાર્ડના ફાયદાની ખબર પડી ત્યારે તેણે નક્કી કર્યું કે હવે તો આ કાર્ડ લઇને જ રહેશે. અભિષેકે જે થોડીઘણી માહિતી સુમિતને આપી હતી તે તેના કામમાં આવી. જો તમે પણ આ રીતે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ છો, તો ચાલો તમને પણ આ કાર્ડ્સની પૂરી કહાની જણાવીએ. જાણીએ કે શું છે આ ક્રેડિટ કાર્ડ અને કેવી રીતે કામ કરે છે?
શોપિંગ, ટ્રાવેલ, લાઇફસ્ટાઇલ જેવી ઘણી લોકપ્રિય કેટેગરી ઉપરાંત, મોટી ક્રેડિટ કાર્ડ કંપનીઓ પણ હેલ્થ એન્ડ વેલનેસ કેટેગરીમાં વિશેષ ક્રેડિટ કાર્ડ બહાર પાડે છે. સુમિતની જેમ, લગભગ દરેક વ્યક્તિ કોવિડ-19 પછી પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે સભાન બની ગયા છે. જો તમે ફિટનેસ ફ્રીક છો, તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય વિશે ખૂબ જ સભાન છો, તો હેલ્થ બેઝ્ડ ક્રેડિટ કાર્ડ તમારા માટે ફાયદાનો સોદો બની શકે છે. આ કાર્ડથી તમને હેલ્થ એન્ડ વેલનેસ સાથે જોડાયેલી કેટેગરીમાં વધારે બચત કરવામાં મદદ મળે છે. સાથે જ પેન્ડેમિકે આપણને એક વાત તો બરોબર સમજાવી દીધી છે કે મેડિકલ ઇમરજન્સી ગમેત્યારે આવી શકે છે અને આવા ખરાબ સમયને ધ્યાનમાં રાખીએ તો ક્રેડિટ કાર્ડ એક જરૂરી ફાઇનાન્સિયલ ટૂલ બની શકે છે.
HDFC Bank, SBI Card, Axis Bank, YES Bank સહિત મોટાભાગની મોટી બેંક આવા ક્રેડિટ કાર્ડ બહાર પાડે છે. કેટલાક લોકપ્રિય હેલ્થ બેઝ્ડ ક્રેડિટ કાર્ડની વાત કરીએ તો તેમાં SBI Card Pulse, Axis Bank AURA Credit Card, Apollo SBI Credit Card, YES Bank Wellness Credit Card, HDFC Bank Doctor’s Superia Credit Card વગેરે સામેલ છે. આ કાર્ડ્સના ફાયદા ગણાવીએ તો તેમાં રિવોર્ડ્સ અને કેશબેક, હેલ્થ એન્ડ વેલનેસ બેનિફિટ, લાઇફસ્ટાઇલ બેનિફિટ એટલે કે મૂવી, ડાઇનિંગ વગેરે પર ડિસ્કાઉન્ટ, ટ્રાવેલ બેનિફિટ એટલે કે એરપોર્ટ પર ફ્રી લાઉન્જ એક્સેસ જેવા અલગ-અલગ બેનિફિટ મળે છે.
આ ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતા લગભગ દરેક ખર્ચની સાથે રિવોર્ડ મળે છે. આ રિવોર્ડ રેટ સામાન્ય રીતે હેલ્થ સાથે જોડાયેલા વર્ગોમાં વધુ મળે છે. હેલ્થ એન્ડ વેલનેસ બેનિફિટ્સની વાત કરીએ તો કાર્ડ હોલ્ડરને હેલ્થ ચેકઅપ, મેડિકલ સ્ટોરમાં ખરીદી સહિત અન્ય ખાસ વર્ગોમાં વધુ રિવોર્ડ મળે છે. તેમાં તમને ડોક્ટરની સાથે કન્સલ્ટેશન પર પણ મોટું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ઉપરાંત કેટલાક કાર્ડની સાથે દર મહિને Fitpass pro membership કે Netmeds pro subscription જેવા હેલ્થ બેઝ્ડ એપ્સ કે પ્રોગ્રામ્સમાં કોમ્પ્લિમેન્ટ્રી ફિટનેસ સેશન્સ અને ફ્રી મેમ્બરશિપ મળે છે.
અંતે કેટલાક બેનિફિટની વાત કરીએ તો હેલ્થ બેઝ્ડ ક્રેડિટ કાર્ડથી તમને એક્સીડેન્ટલ ડેથ, પર્સનલ ડિસેબિલિટી વગેરે સાથે સંકળાયેલું કોમ્પ્લિમેન્ટ્રી ઇન્સ્યોરન્સ કવર પણ મળે છે.
કુલ મળીને જોઇએ તો તમે હેલ્થ કોન્સિયસ છો અને ફિટનેસ સેશન્સમાં જવા માંગો છો, પોતાની હેલ્થ સાથે જોડાયેલી દરેક નાની-મોટી તકલીફોને લઇને ડોક્ટરની પાસે જાઓ છો તો આ કાર્ડ્સ તમારા કામના છે. એટલે જો કોઇ ક્રેડિટ કાર્ડ લેવું જ છે અને પોતાની તબિયત અને બચત બન્ને પર તમારુ ખાસ ધ્યાન છે તો તમે હેલ્થ એન્ડ વેલનેસ ક્રેડિટ કાર્ડ લઇ શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો