Money9: શોપિંગ ટ્રાવેલ, લાઇફસ્ટાઇલ જેવી ઘણી લોકપ્રિય કેટેગરી ઉપરાંત મોટી ક્રેડિટ કાર્ડ કંપનીઓ હેલ્થ એન્ડ શોપિંગ વેલનેસ કેટેગરીમાં પણ ખાસ ક્રેડિટ કાર્ડ બહાર પાડે છે..કોવિડ 19 બાદ લગભગ દરેક લોકો પોતાની હેલ્થને લઇને જાગૃત થઇ ગયા છે. જો તમે એક ફિટનેસ ફ્રીક છો એટલે કે પોતાના અને પોતાના પરિવારના આરોગ્યને લઇને ઘણાં જ કોન્શિયસ રહો છો તો હેલ્થ બેઝ્ડ ક્રેડિટ કાર્ડ તમારા માટે ફાયદાનો સોદો હોઇ શકે છે.
તેનાથી તમને હેલ્થ એન્ડ વેલનેસ સાથે જોડાયેલી કેટેગરીમાં બચત કરવામાં મદદ મળે છે. સાથે જ આ પેન્ડેમિકે આપણને એક વાત જરૂર સમજાવી દીધી છે અને તે એ કે મેડિકલ ઇમરજન્સી ક્યારે પણ આવી શકે છે અને આવા ખરાબ સમયને ધ્યાનમાં રાખીએ તો ક્રેડિટ કાર્ડ એક જરુરી ફાઇનાન્સિયલ ટૂલ હોઇ શકે છે.
મોટી બેંકોએ બહાર પાડ્યા ક્રેડિટ કાર્ડ
HDFC Bank, SBI Card, Axis Bank, YES Bank સહિત મોટાભાગની મોટી બેંક આવા ક્રેડિટ કાર્ડ જાહેર કરે છે. કેટલાક લોકપ્રિય હેલ્થ બેઝ્ડ ક્રેડિટ કાર્ડની વાત કરીએ તો તેમાં SBI Card Pulse, Axis Bank AURA Credit Card, Apollo SBI Credit Card, YES Bank Wellness Credit Card, એચડીએફસી બેંક ડોક્ટર્સ સુપેરીયા ક્રેડિટ કાર્ડ સામેલ છે. આ કાર્ડ્સના ફાયદા ગણાવીએ તો તેમાં રિવોર્ડ્સ અને કેશબેક, હેલ્થ એન્ડ વેલનેસ બેનિફિટ, લાઇફસ્ટાઇલ બેનિફિટ એટલે કે મૂવી, ડાઇનિંગ વગેરે પર ડિસ્કાઉન્ટ, ટ્રાવેલ બેનિફિટ એટલે કે એરપોર્ટ પર ફ્રી લાઉન્જ એક્સેસ જેવા અલગ-અલગ બેનિફિટ મળે છે.
હેલ્થ ક્રેડિટ કાર્ડના ફાયદા
આ ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતા લગભગ દરેક ખર્ચ સાથે રિવોર્ડ મળે છે અને આ રિવોર્ડ પોઇન્ટ સામાન્ય રીતે હેલ્થ સાથે જોડાયેલી કેટેગરીમાં વધુ મળે છે. હેલ્થ એન્ડ વેલનેસ બેનિફિટ્સની વાત કરીએ તો કાર્ડ હોલ્ડરને હેલ્થ ચેકઅપ, મેડિકલ સ્ટોર સહિત અન્ય ખાસ કેટેગરીમાં વધુ રિવોર્ડ મળે છે. તેમાં તમને ડોક્ટરની સાથે કન્સલ્ટેશન પર પણ મોટું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ઉપરાંત કેટલાક કાર્ડ સાથે દર મહિને ફિટનેસ પ્રો મેમ્બરશિપ અથવા નેટમેડ્સ પ્રો સબ્સ્ક્રિપ્શન જેવી હેલ્થ બેઝ્ડ એપ્સ કે પ્રોગ્રામ્સમાં કોમ્પ્લિમેન્ટરી ફિટનેસ સેશન્સ અને ફ્રી મેમ્બરશિપ મળે છે.
ઇન્સ્યોરન્સ કવર પણ મળે છે
અંતે કેટલાક બીજા લાભો વિશે પણ વાત કરી લઇએ…હેલ્થ બેઝ્ડ ક્રેડિટ કાર્ડની સાથે તમને એક્સીડેન્ટલ ડેથ, પર્સનલ ડિસેબિલિટી વગેરે સાથે જોડાયેલુ કોમ્પ્લિમેન્ટ્રી ઇન્સ્યોરન્સ કવર મળી શકે છે. કુલ મળીને જોઇએ તો જો તમે હેલ્થ કોન્શિયસ છો અને ફિટનેસ સેશન્સમાં જવા માંગો છો, પોતાના હેલ્થ સાથે જોડાયેલી દરેક નાની મુશ્કેલીને લઇને ડોક્ટર પાસે જાઓ છો તો આ કાર્ડ્સ તમારા કામના છે..તો જો કોઇ ક્રેડિટ કાર્ડ લેવું જ છે તો હેલ્થ એન્ડ વેલનેસ ક્રેડિટ કાર્ડ લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો