Money9: ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કે હોમ એપ્લાયન્સિઝ આપણા જીવનને આરામદાયક બનાવે છે. આપણે કપડા ધોવાથી લઇને એન્ટરટેઇન્મેન્ટ અને તમામ બીજા કામો માટે તેમના પર નિર્ભર છીએ. અને તેના વગર જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એટલે જ્યારે તે અચાનક ખરાબ થઇ જાય છે તો જાણે કે આપણા જીવનમાં એક પ્રકારે બ્રેક વાગી જાય છે. આપણે આ ડિવાઇસિઝના એટલા વ્યસની થઇ ગયા છીએ કે તેના વગર એક દિવસ પણ ચાલતું નથી. એટલે પોતાના ઇલેક્ટ્રોનિક ડિવાઇસિઝની સમયાંતરે સર્વિસ કરાવતા રહેવું, સતત કેર કરવી જરુરી છે.
આના માટે એક પ્લાન છે જે તમારી મદદ કરે છે જેને AMC એટલે કે એન્યુઅલ મેઇન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કહે છે. AMC એન્શ્યોર કરે છે કે તમારા ડિવાઇસને સમયાંતરે ચેક કરવામાં આવે. તેની સમયસર સર્વિસ થાય, કોઇ મુશ્કેલી પડે તો સમારકામ કરવામાં આવે. AMC સેલર અને બાયર એટલે કે વિક્રેતા અને ખરીદાર વચ્ચે થતો સર્વિસ એગ્રીમેન્ટ છે. આ ખાસ શરતો અને નિયમો હેઠળ પ્રોડક્ટ્સ માટે મેન્ટેનન્સ અને સપોર્ટ સર્વિસ ઉપલબ્ધ કરાવવાનો એગ્રીમેન્ટ છે. આ સર્વિસ હેઠળ કોન્ટ્રાક્ટના સમયગાળા દરમિયાન પ્રોડક્ટમાં ઉભી થતી કોઇપણ પ્રકારની મુશ્કેલીને સેલર કે AMC એજન્સી ઠીક કરશે.
એસી, ફ્રિજ, વોશિંગ મશીન, આરઓ જેવા ઇક્વિપમેન્ટ માટે તમે AMC કરી શકો છો. AMCની સુવિધા OEM એટલે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર કે તેનો કોઇ સર્વિસ પ્રોવાઇડર આપે છે. પ્રોડક્ટ ખરીદવાની સાથે કંપનીઓ ઓફર કરે છે કે તમે AMC કરી લો. જેના માટે એકસ્ટ્રા ચાર્જ આપવો પડે છે. AMC પ્રોડક્ટની ઓરિજિનલ વોરંટી અને પ્રોડક્ટની સાથે મળનારી ફ્રી સર્વિસ સમાપ્ત થતાની સાથે જ શરુ થઇ જાય છે.
AMC સાથે જોડાયેલા ફાયદાની વાત કરીએ તો સૌથી મોટો ફાયદો એ છે કે તમે ચિંતા કર્યા વગર પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો. તે ઇક્વિપમેન્ટ ખરાબ થશે તો તેને કંપની રિપેર કરી આપશે અને તમારે વધારે મગજમારી કરવાની જરુર નહીં પડે. એક બીજો ફાયદો એ છે કે OEM કે ઓથોરાઇઝ્ડ સર્વિસ પ્રોવાઇડરની સાથે સેફ્ટીનો કોઇ ઇશ્યૂ નહીં થાય. તમારા ઇક્વિપમેન્ટમાં જે પણ ખરાબી હશે, જે પણ સામાન બદલવામાં આવશે, તેની ક્વોલિટીને લઇને તમે નિશ્ચિંત રહેશો, તમારા ઇક્વિપમેન્ટના પાર્ટ્સ સાથે કોઇ છેડછાડ નહીં થાય. એક બીજો ફાયદો પ્રોફેશનલ સર્વિસ સાથે જોડાયેલો છે. AMC દ્વારા સર્વિસ પ્રોવાઇડર, પછી તે OEM હોય કે થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડર, તેના દ્વારા નોમિનલ ફીસમાં તમને વધુ ભરોસાપાત્ર અને પ્રોફેશનલ ટેક સપોર્ટ મળે છે.
સાથે જ સર્ટિફાઇડ એક્સપર્ટ્સ સમયાંતરે તમારા ઇક્વિપમેન્ટની સર્વિસ કરતા રહેશે. જેનાથી તમારા ઇક્વિપમેન્ટ બરોબર કામ કરતા રહેશે અને ભવિષ્યમાં રિપેરિંગ પર થતો ખર્ચ બચશે. જ્યારે તમારો ખર્ચ બચશે તો સ્વાભાવિક છે કે તમારી બચત પણ વધશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો