OTT સબ્સક્રાઈબર્સને આ ખબર નહીં ગમે. એમેઝોને તેના OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમની સબ્સક્રિપ્શન ફી વધારી છે. કંપનીએ તેનો માસિક સબ્સક્રિપ્શન પ્લાન 120 રૂપિયા મોંઘો કરી દીધો છે જ્યારે ક્વાર્ટર્લી સબ્સક્રિપ્શન પ્લાન 140 રૂપિયા મોંઘો થયો છે. ભારતમાં એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપનો માસિક પ્લાન રૂ.299થી શરૂ થશે. 3 મહિનાનો પ્લાન ખરીદવા માટે તમારે 599 રૂપિયા ચૂકવવા પડશે. જોકે, એમેઝોને તેના વાર્ષિક પ્લાનની ફી વધારી નથી. તેનો વાર્ષિક પ્લાન રૂ.1,499માં મળે છે. Amazon Primeના પ્લાન 2021ના અંતમાં મોંઘા થયા હતા અને હવે 2023માં ફરી ભાવ વધારો લાગુ થયો છે.
Published - April 26, 2023, 08:02 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો