Money9: ચાની ચુસ્કી લઇને છાપુ વાંચી રહેલા વીરેન્દ્રના ચહેરા પર સ્માઇલ જોઇને તેની પત્નીને આશ્ચર્ય થયું…
વીરેન્દ્રની જેમ જો તમે પણ અત્યાર સુધી વધતી EMIથી પરેશાન છો… તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે…
રિઝર્વ બેંકે તમામ બેંકોને કહ્યું છે કે વ્યાજ દરમાં ફેરફાર કરતી વખતે… ગ્રાહકોને ફિક્સ રેટ હોમ લોન પર જવાનો વિકલ્પ આપવો પડશે…
ફિક્સ્ડ રેટ હોમ લોન શું છે? શું ફ્લોટિંગથી ફિક્સ રેટ લોન પર જવાનું ફાયદાકારક રહેશે? આવો જાણીએ…
મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રિઝર્વ બેંકે રેપો રેટમાં અઢી ટકાનો વધારો કર્યો. ત્યારબાદ બેંકોએ હોમ લોન સહિત અન્ય લોનના વ્યાજદરોમાં વધારો કર્યો. સામાન્ય રીતે હોમ લોન બે પ્રકારની હોય છે, ફ્લોટિંગ અને ફિક્સ્ડ રેટ…
ફ્લોટિંગ રેટ હોમ લોનના વ્યાજ દર રેપો રેટ જેવી બજારની સ્થિતિ પર આધાર રાખે છે…જેમ જેમ રેપો રેટ વધે છે તેમ તેમ લોનના દરો વધે છે… અને રેટ ઘટે ત્યારે હોમ લોનના વ્યાજ દરો પણ ઘટે છે… વ્યાજ દર વધવાથી તમારી EMI અથવા લોનની મુદત વધી જાય છે…
ફિક્સ્ડ રેટ હોમ લોનમાં, ધિરાણ સમયે બેંક દ્વારા નક્કી કરવામાં આવેલા દર સમગ્ર ટેન્યોર દરમિયાન એકસમાન જ રહે છે. રેપો રેટ વધવા કે ઘટવાની તેની પર કોઈ અસર નથી થતી. તેનો ફાયદો એ છે કે તમને ખબર હોય છે કે લોન પર કેટલી EMI જવાની છે અને કુલ કેટલા પૈસા ચૂકવવાના છે. આનાથી તમને સચોટ બજેટ પ્લાનિંગ કરવામાં મદદ મળે છે. ફિક્સ્ડ હોમ લોનના વ્યાજ દર સામાન્ય રીતે ફ્લોટિંગ રેટ આધારિત લોન કરતાં વધુ હોય છે…
અલગ અલગ રિપોર્ટ્સ અનુસાર ફ્લોટિંગની તુલનામાં ફિકસ્ડ રેટ હોમ લોનના ઇન્ટરેસ્ટમાં 100 થી 500 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 1 થી 5 ટકાનો તફાવત હોઇ શકે છે.
ICICI બેંકની વેબસાઈટ મુજબ… રેપો રેટ લિંક્ડ એટલે કે ફ્લોટિંગ હોમ લોન માટેનો વ્યાજ દર… નોકરિયાત અને સેલ્ફ એમ્પ્લોયડ માટે 9 ટકા છે… જ્યારે ફૂલટર્મ ફિકસ્ડ હોમ લોનનો ઇન્ટરેસ્ટ રેટ 11.15 થી 11.45 ટકા છે… એટલે કે બેથી પોણા 3 ટકા વધુ…તે જ રીતે, એક્સિસ બેંકની ફ્લોટિંગ હોમ લોનનો રેટ 9 થી 9.40 ટકા છે… જ્યારે ફિક્સ્ડ હોમ લોનનો રેટ વાર્ષિક 14 ટકા છે… અહીં રેટ 4.6 થી 5 ટકા જેટલો વધુ છે.
ફાઇનાન્સિયલ એક્સપર્ટ માને છે કે ફિક્સ રેટ હોમ લોન ત્યારે પસંદ કરવી જોઈએ જ્યારે તમને લાગે કે ભવિષ્યમાં લોનના વ્યાજ દરો વધવાના છે… અને અત્યારે જે રેટ છે તેની પર તમે આરામથી લોનની ચુકવણી કરી શકશો.. જો કે, વ્યાજ દર અંગે ચોક્કસ અંદાજ કાઢવો મુશ્કેલ હોય છે… આ ઉપરાંત લોન સ્વિચ કરતી વખતે જોઇ લો કે ફિકસ્ડ હોમ લોન પર ઉપલબ્ધ વ્યાજ દર ફ્લોટિંગ રેટ કરતાં 150 થી 200 બેઝિસ પોઈન્ટ્સથી વધારે ન હોય.
વીરેન્દ્ર જેવા ગ્રાહકો પાસે હોમ લોન લેતી વખતે સેમી ફિકસ્ડ રેટ પસંદ કરવાનો વિકલ્પ પણ છે…તેમાં ફિક્સ્ડ અને ફ્લોટિંગ રેટ બંનેનો લાભ મળશે. પહેલા 2, 3, 5 કે 10 વર્ષ માટે વ્યાજ દરો ફિક્સ રહેશે… અને ત્યારબાદ લોન ફ્લોટિંગ રેટ પર શિફ્ટ થશે…
વીરેન્દ્રને વધતી EMIમાંથી રાહત મળશે કે નહીં…તો તો સમય જ બતાવશે…
જોકે, ફ્લોટિંગ અને ફિક્સ્ડ હોમ લોનના વ્યાજદરમાં તફાવત જોતા એવું લાગે છે કે બેંકો પોતે જ એવું નથી ઇચ્છતી કે ગ્રાહકો ફિક્સ રેટવાળી લોન લે.
બેંકો અને NBFCsના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી પોલિસી મુજબ ગ્રાહકોને ફિક્સ્ડ રેટ પર સ્વિચ કરવાનો વિકલ્પ મળશે. જો કે, તે સમયે પણ વ્યાજ દરમાં મોટો તફાવત હશે તો ગ્રાહકો માટે લોન સ્વિચ કરવી મુશ્કેલ બનશે. .. લોન સ્વિચ કરવા માટે ફી પણ ચૂકવવી પડી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો