Money9: ગરમીમાં જે લોકો ટોપ ફ્લોર પર રહેતા હોય છે તેમને ઉનાળો આકરો લાગતો હોય છે. અમે તમને આપી રહ્યા છીએ કેટલીક ટિપ્સ..જે ઘરને ઠંડુ રાખવામાં તમારી મદદ કરશે. સૌથી પહેલા એ સમજવાની કોશિશ કરો કે બિલ્ડિંગ કેવી રીતે અને કેમ ગરમ થાય છે?
બિલ્ડિંગ કેમ ગરમ થાય છે
ઘરોમાં કોંક્રિટની છત વધારે હોય છે. જે સૂર્યના કિરણોને એબ્સોર્બ (absorb) કરે છે. અને હીટને નીચેના માળ સુધી પહોંચાડે છે. હીટના જમીન પર પહોંચવા સુધી આ પ્રક્રિયા ચાલે છે. જમીન એટલે કે માટી એક ઇન્સ્યુલેટર છે જે ગરમીને શોષી લે છે. આ જ કારણે ટોપ ફ્લોર બાકીના ફ્લોરની સરખામણીએ વધારે ગરમ હોય છે. છતને ગરમીથી બચાવવા માટે હીટ રિફ્લેક્ટિવ પેઇન્ટ કે હીટ રેઝિસ્ટન્ટ ટાઇલ્સ લગાવવામાં આવે છે. જે સૂર્યના કિરણોને રિફ્લેક્ટ કરી નાંખે છે. જેનાથી બિલ્ડિંગમાં હીટ ટ્રાન્સફર ઓછી થઇ જાય છે. અને ઘર ઓછું ગરમ થાય છે. બજેટ ઓછું હોવા પર પેઇન્ટની જગ્યાએ ચૂનો અને ફેવિકોલનું મિશ્રણ લગાવવામાં આવે છે.
ટેરેસ પર લગાવો છોડ
ટેરેસ ગાર્ડન ઘરની સુંદરતાને વધારવાની સાથે ગરમીમાંથી પણ મુક્તિ અપાવે છે. ટેરેસ પર લગાવેલા છોડ બિલ્ડિંગને કુદરતી રીતે ઠંડા રાખવામાં મદદ કરે છે. છોડ ઉગાડવામાં ઉપયોગમાં લેવાતી માટી ઇન્સુલેટરનું કામ કરે છે. જે સૂરજની ગરમીને ખેંચી લે છે. જેનાથી છત ઓછી ગરમ થાય છે અને ઘરમાં ઠંડક રહે છે.
ઘરની દિવાલોમાં લાઇટ રંગનો ઉપયોગ કરો કારણ કે ડાર્ક રંગ સૂર્યના કિરણોને વધુ એબ્સોર્બ કરે છે…સ્થિતિ ત્યારે વધારે બગડી જાય છે જ્યારે ઘરમાં યોગ્ય વેન્ટિલેશન ન હોય. તેનાથી ગરમ હવા રૂમમાં ભરાયેલી રહે છે. બારી-બારણાંના સહારે યોગ્ય વેન્ટિલેશન ની વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી એક તરફથી ગરમ હવા આવે તો બીજી તરફથી બહાર નીકળી શકે. ઘણાં આર્કિટેક્ટનું માનવું છે કે સવાર-સવારમાં અને સાંજે બારી-બારણાં ખુલ્લા રાખો.
વાંસના લાકડાનો ઉપયોગ કરો
ગરમીથી રાહત મેળવવા માટે વાંસના લાકડા અને ખસથી બનેલા પડદા પણ કામમાં આવે છે. જે છાંયડો આપવાની સાથે સાથે તડકાને ઘરની અંદર આવવાથી રોકે છે. આનાથી હીટને ઘટાડવામાં મદદ મળે છે. આ પડદાને પાણીમાં ભીના કરવાથી ઘરમાં ઠંડી હવાનો ફ્લો જળવાઇ રહે છે. ઘરની આસપાસ છોડ લગાવો, જે આગળ જઇને ઝાડ બનશે. બપોરથી સાંજ સુધી ઘર પર બહુ તડકો આવતો હોય છે. આવા સંજોગોમાં ટ્રી પ્રોટેક્ટિવ એ એક એવી વસ્તુ છે શીલ્ડનું કામ કરશે અને ઘર પર પડતા તડકાને રોકશે. જેનાથી ઘરની અંદર ઠંડક રહેશે અને ઓક્સિજન પણ ભરપુર મળશે.
છત પર ગ્રીન નેટ લગાવો
બપોરે ઘર સૌથી વધુ ગરમ થાય છે. સાંજે હવામાન ઠંડુ થવાથી દીવાલો અને છત આ હીટને રિલીઝ કરે છે. એક્ઝોસ્ટ ફેન ગરમ હવાઓને બહાર ફેંકીને ઘરને ઠંડુ રાખે છે. ખાવાનું બનાવો કે સ્નાન કરો, ત્યારબાદ કિચન અને બાથરૂમનો એકઝોસ્ટ ફેન જરૂર ચલાવો. ઘરમાં છતથી સૌથી વધુ ગરમી આવે છે. આવા સંજોગોમાં દરરોજ પાણી છાંટો..છત પર ગ્રીન નેટ લગાવી શકો છો. જે સીધા તડકાને છત પર આવવાથી રોકશે.
તમામ પ્રકારની સ્ટડીમાં એક વાત બહાર આવી છે કે આવનારા વર્ષોમાં પૃથ્વી પરનું તાપમાન વધવાનું છે અને હવામાન પણ ઝડપથી બદલાશે. આવી સ્થિતિમાં અમે જણાવેલી આ ભલામણોની મદદથી રવિ પોતાના ઘરને રહેવા લાયક બનાવી શકે છે. જો તમે પણ ગરમીથી પરેશાન છો તો આ ટિપ્સને અપનાવીને રાહત મેળવી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો