Money9: માર્ચ 2020માં કોરોનાની એન્ટ્રી ભારતમાં થઇ. આખી દુનિયામાં હાહાકાર મચાવનારી આ મહામારીએ હવે ભારતમાં પગ ફેલાવવાનું શરુ કરી દીધું હતું. જોખમને સમજીને સરકારે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી. જેણે સામાન્ય માણસનું જીવન બદલી નાંખ્યુ. દિવસ-રાત ચાલતી ટ્રેનોના પૈડા અટકી ગયા..તો જનજીવન પણ થંભી ગયું. કમાણી નહીં તો જીવન કેવીરીતે ચાલે..આ ચિંતામાં લોકો શહેરો છોડીને ગામડાઓ તરફ પાછા જવા લાગ્યા. ઘણાં પ્રવાસી મજૂરોએ હજારો કિલોમીટરનું અંતર પગપાળા કાપ્યું.
24 કલાક ધમધમતા રસ્તાઓ પર સન્નાટો છવાઇ ગયો..ટ્રેન-બસ અને મેટ્રોના સહારે કામ પર જતો સામાન્ય માણસ ઘરમાં કેદ થઇ ગયો..સ્કૂલ અને કોલેજમાં થતો અભ્યાસ હવે ઓનલાઇન થઇ ગયો. ઓફિસના બદલે નોકરી હવે ઘરેથી થવા લાગી.. વ્યવસાયે સોફ્ટવેર ડેવલપર મુકેશની કંપનીએ પણ વર્ક ફ્રોમ હોમ શરુ કરી દીધું. ત્યારબાદ તેણે મેટ્રો સિટીમાં ભાડાનું ઘર છોડી દીધું અને હોમ ટાઉનવાળા ઘરને જ ઓફિસ બનાવી દીધી..આ બધુ ક્યાં સુધી ચાલવાનું છે તેની કોઇને ખબર નહોતી.. મુકેશે વિચાર્યું -તો કારણ વગર ભાડા શું કામ ભરવા..હાલત સામાન્ય થતા થતા ઘણો સમય નીકળી ગયો..
મુકેશની કંપનીએ હવે વર્ક ફ્રોમ હોમ સમાપ્ત કરી દીધું..ઘરમાં રહીને કંટાળી ગયેલા મુકેશના ચહેરા પર દિલ્હી પાછા ફરવાનો આનંદ હતો..પરંતુ આ ખુશી વધારે સમય ન ટકી..કારણ હતું બજેટમાં ભાડાનું ઘર શોધવું..પાછા ફર્યા તો મકાનોના ભાડા આકાશને આંબી રહ્યા હતા..મુકેશ વિચારમાં પડી ગયો જે સ્પીડથી સેલેરી નથી વધી તેનાથી પણ વધુ ઝડપથી ભાડા કેવી રીતે વધી ગયા…?
ભાડા કેવી રીતે વધી ગયા…?
મુકેશ જ નહીં, તેમના જેવા કરોડો લોકોને વધેલા ભાડાનો માર સહન કરવો પડી રહ્યો છે..હકીકતમાં દેશના મોટા શહેરોમાં રહેનારા અંદાજે 90 ટકા લોકો બહારના જ હોય છે. જે ભણવા, નોકરી કે નાનું મોટું કામ કરવા માટે શહેરોમાં આવે છે. તેમાં મોટાભાગના ભાડેથી જ રહે છે..મુકેશ જેવી હાલત તેમની પણ છે.
રિયલ એસ્ટેટ પોર્ટલ મેજિકબ્રિક્સના હાઉસિંગ રેન્ટલ ઇન્ડેક્સ અનુસાર, વર્ષ 2022ના પહેલા 9 મહિનામાં દેશના 13 મુખ્ય શહેરોમાં ત્રિમાસિક ધોરણે ભાડા વધ્યા છે. પહેલા એટલે કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ભાડામાં એવરેજ 4 ટકાની વૃદ્ધિ થઇ. બીજા ક્વાર્ટરમાં ભાડામાં 8.4 ટકાની વૃદ્ધિ થઇ..તો ત્રીજા એટલે કે જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રેન્ટમાં 5.2 ટકાની તેજી આવી છે. આ શહેરોમાં અમદાવાદ, બેંગાલુરુ, ચેન્નઇ, દિલ્હી, ગ્રેટર નોઇડા, ગુરુગ્રામ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઇ, નવી મુંબઇ, નોઇડા, પુણે અને થાણે સામેલ છે. ભાડા વધવાથી આ ગણિતને ઉદાહરણથી સમજીએ..
માની લો કે ડિસેમ્બર 2021માં કોઇ ઘરનું ભાડું 20,000 રૂપિયા હતું..જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ભાડામાં 4 ટકાની વૃદ્ધિ થઇ તો રેન્ટ વધીને 20,800 રૂપિયા થઇ ગયું. એપ્રિલ-જૂનમાં આ 8.4 ટકા વધીને 22,547 રૂપિયા થઇ ગયું. જુલાઇ-સપ્ટેમ્બરમાં આ ભાડું 5.2 ટકા વધ્યું..ત્યારબાદ ભાડું 23,719 રૂપિયા થઇ ગયું.
તો છેવટે એ જાણી લઇએ કે શું કારણ છે કે ભાડું આટલું વધી ગયું..કોવિડનો કહેર ઓસરી ગયા બાદ ઓફિસ ફરીથી ખુલી ગઇ છે. જેના કારણે લોકો શહેરો તરફ પાછા વળ્યા અને ડિમાંડમાં તેજી આવી છે. જો કે ડિમાંડમાં તેજીના હિસાબે સપ્લાય નથી વધ્યો કારણ કે મહામારી દરમિયાન હાઉસિંગ પ્રોજેક્ટને પૂરા કરવામાં ઘણી અડચણો આવી છે. ડિમાંડ અને સપ્લાયના મિસમેચે ભાડવાતોનું બજેટ બગાડી નાંખ્યું..બીજી તરફ, મહામારીનો સમય મકાન માલિકો માટે ડ્રાય રહ્યો..તે ભાડામાં વધારો ન કરી શક્યા..આ નુકસાનની ભરપાઇ માટે હાલત સુધર્યા બાદ ઝડપથી ભાડા વધારવામાં આવ્યા..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો