MONEY9 GUJARATI: પેઈન્ટીંગ કે રંગરોગાન એ બાંધકામનું છેલ્લું પગલું છે… તે ઘરને સારો દેખાવ આપે છે અને હવામાનથી રક્ષણ પણ આપે છે… પેઈન્ટીંગ હંમેશા આપણી પર્સનલ ચોઈસ પર આધાર રાખે છે… કારણ કે આ કલર્સની સીધી અસર આપણા મૂડ અને ઈમોશન્સ પર પડે છે… તેથી જ યોગ્ય પેઇન્ટનું સિલેક્શન અને તે કરવાની યોગ્ય રીતો વિશે જાણવું મહત્વપૂર્ણ છે..
પેઇન્ટિંગ કરતા પહેલા તેનું પ્લાનિંગ જરૂરી છે કારણ કે તેમાં ઘણા પ્રકારના ખર્ચ હોય છે, જેમ કે- પેઇન્ટ, પુટ્ટી, પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી) અને લેબર કૉસ્ટ… ઘરના કેટલા ભાગમાં પેઇન્ટ કરવાનું છે, કયા પ્રકારનો પેઇન્ટ કરવાનો છે તે તપાસો… કારણ કે જગ્યાના હિસાબે મટિરિયલ, લેબર અને ટાઈમનો એસ્ટિમેટ લગાવાશે. ત્યારે જ વાસ્તવિક ખર્ચ જાણી શકાશે…
ભારતમાં ક્લાઈમેટ કંડીશન મોટાભાગે અલગ અલગ હોય છે. તેથી તમારા વિસ્તારના હવામાન અનુસાર પેઇન્ટ પસંદ કરવું મહત્વપૂર્ણ છે… બજારમાં ઘણા પ્રકારના પેઇન્ટ ઉપલબ્ધ છે… જેમાં વ્હાઈટ વૉશ, ડિસ્ટેમ્પર પેઇન્ટ, ઓઇલ પેઇન્ટ, સિમેન્ટ પેઇન્ટ, ઇમલ્શન પેઇન્ટ, ઈનેમલ પેઇન્ટ અને લસ્ટર પેઇન્ટ મુખ્ય છે…
વ્હાઇટ વૉશ એ પેઇન્ટિંગની સૌથી જૂની અને સસ્તી પદ્ધતિ છે… તેમાં ચૂનાનો ઉપયોગ કરવામાં આવે છે… જો કે, તેનું ફિનિશિંગ સ્મૂથ નથી… સાથે જ તે ટકાઉ પણ નથી અને તેના પર ડાગા કે ધબ્બા લાગી જાય તો તેને સાફ કરવા મુશ્કેલ છે..
બહારની દિવાલનું પેઇન્ટ એટલે કે એક્સટીરીયર પેઇન્ટ ઘરની સુંદરતા બહારથી વધારે છે અને વરસાદ, તોફાન અને તડકાનો પણ સામનો કરે છે… બાહ્ય દિવાલો માટે સિમેન્ટ પેઇન્ટ અથવા ઇમલ્શન પેઇન્ટનો ઉપયોગ કરો… ઇમલ્શન પેઇન્ટ દિવાલો પર લાંબો સમય ચાલે છે, ઝડપથી સુકાઈ જાય છે અને દરેક સિઝનમાં ટકી રહે છે… જો બજેટ ઓછું હોય તો તમે સિમેન્ટ પેઈન્ટ અથવા વ્હાઇટ વૉશ કરાવી શકો છો… હાલમાં માર્કેટમાં તમને ઘણી કંપનીઓના વિવિધ પ્રકારના એક્સટીરીયર પેઈન્ટ્સ મળશે…
પેઇન્ટ કરતા પહેલા, દિવાલોને સારી રીતે સાફ કરો જેથી ધૂળ અને ગંદકી દૂર થઈ જાય… દિવાલોમાં ભેજ ચકાસી લો અને તેને દૂર કરવા માટેના પગલાં લો… પેઇન્ટ કરતા પહેલા, દિવાલોમાં કોઈ અનડ્યુલેશન એટલે કે ઢળાવ અથવા ઊંચુ-નીચું તો નથી ને તે તપાસવું જોઈએ…તેને પુટ્ટી બનાવીને સમાન કરી દો…નહીંતર પેઇન્ટ ગમે તેટલો મોંઘો હશે, ફિનિશિંગ સ્મૂથ નહીં થાય અને થોડા સમય પછી પેઇન્ટમાં ક્રેક અથવા તો પોપડી ખરવા લાગશે.
ઈન્ટીરિયર એટલે કે અંદરની દિવાલોમાં હંમેશા વૉશેબલ પેઇન્ટ લગાવો… તે દિવાલોની સુંદરતા જાળવી રાખે છે કારણ કે તેના પરથી ડાઘ સરળતાથી સાફ કરી શકાય છે.. જેનાથી વારંવાર પેઇન્ટિંગનો ખર્ચ બચે છે… રૂમની દિવાલો પર તમે ઓઇલ પેઇન્ટ, પ્લાસ્ટિક પેઇન્ટ કે પછી ઇમલ્શન પેઇન્ટ લગાવી શકો છો…. ગ્લૉસી અને પ્રીમિયમ લૂક માટે તમે ઈનેમલ અને લસ્ટર પેઇન્ટનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તે થોડા મોંઘા છે… જો બજેટ ઓછું હોય તો તમે ડિસ્ટેમ્પરનો ઉપયોગ કરી શકો છો.
કલર સિલેક્શનમાં રૂમની સાઇઝ ઘણી મહત્વની હોય છે… નાના રૂમમાં ડાર્કને બદલે લાઈટ કલરનો પેઇન્ટ લગાવો… આનાથી રૂમ મોટો લાગે છે… જથ્થાબંધ પેઇન્ટ ખરીદતા પહેલા સેમ્પલ લો અને ઘરની લાઇટિંગ પ્રમાણે જુઓ કે તે કલર ઘરમાં ફિટ બેસે છે કે નહીં… કલર સિલેક્શનની સાથે લાઇટિંગનું પૂરું ધ્યાન રાખો જેથી સુંદરતા નિખરી શકે… ફર્નિચર, વૉડરોબ, ફ્લોર ટાઈલ્સને ધ્યાનમાં રાખીને પેઇન્ટનો કલર પસંદ કરો.
સિવિલ એન્જિનિયર્સના જણાવ્યા મુજબ, ઈન્ટિરિયર માટે પેઇન્ટ ખરીદતી વખતે, જુઓ કે તેમાં સીસું, કેડમિયમ જેવા કેમિકલ કમ્પાઉન્ડ ઓછામાં ઓછા હોય. આ કેમિકલ્સ શ્વાસ દ્વારા શરીરમાં જાય છે અને આરોગ્યને બગાડે છે… તે કેન્સર, ટીબી જેવા રોગોનું કારણ બની શકે છે… કેમિકલની માહિતી બોક્સ પર લખેલી હોય છે…
આજકાલ રૂમમાં પેઇન્ટને બદલે વૉલપેપરનો ઉપયોગ ઘણો વધી ગયો છે… તેની કિંમત ઓછી હોય છે અને જ્યારે તમે ઇચ્છો ત્યારે બદલી પણ શકો છો… એક દિવાલને હાઇલાઇટ કરવા માટે ટેક્સચર પેઇન્ટનો ઉપયોગ કરો… આ એક ખૂબ જ પ્રીમિયમ દેખાવ આપે છે… જો કે, તેની કિંમત સામાન્ય પેઇન્ટ કરતા ઘણી વધારે હોય છે… જો બજેટ ઓછું હોય તો ટેક્સચર પેઇન્ટને બદલે સિમેન્ટ પેઇન્ટનો ઉપયોગ કરી શકો છો…
જો તમે ઘરને કલર કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમારો પેઇન્ટ લાંબો સમય ચાલશે અને પૈસાની બચત થશે… બીજી કેટલીક ટિપ્સ છે, જેનું તમારે ધ્યાન રાખવું પડશે… પેઇન્ટ લાંબો સમય ચાલે અને ફિનિશિંગ સારું રહે તે માટે અનુભવી કોન્ટ્રાક્ટરની પસંદગી કરો.. તેના અગાઉના કામો જુઓ… સ્મૂથ ફિનિશિંગ માટે બ્રશને બદલે રોલરનો ઉપયોગ કરો… પ્લાસ્ટર સંપૂર્ણપણે સુકાઈ જાય પછી જ પેઇન્ટ કરાવો, નહીં તો પેઇન્ટ ક્રેક થવા લાગશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો