Money9: શું સૂતી વખતે પણ ક્યારેય તમને એવો અનુભવ થયો છે કે તમે નીચે પડી રહ્યા છો…જ્યારે પણ આવો અનુભવ થાય છે ત્યારે એક ઝટકાથી આપણી ઉંઘ ઉડી જાય છે. હ્રદયના ધબકારા વધી જાય છે. ઉંઘ ઉડી ગયા બાદ ખબર પડે છે કે આ એક સપનું છે. પરંતુ જરા વિચારો આ સપનું એટલે કે નાઇટમેર કોઇના માટે હકીકત બની જાય તો..હકીકતમાં ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના ફૂલચંદ સાથે એક સવારે કંઇક આવુ જ થયું.
કેટલાક દિવસ બાદ ફૂલચંદના પોતાના રૂમની દિવાલ તૂટી પડી.ફુલચંદ ગુસ્સાથી લાલચોળ બની સીધા જેણે ઘર બનાવ્યું હતું તે કોન્ટ્રાક્ટર મનોજ પાસે પહોંચ્યો,
ફૂલચંદની હાલત એ છે કે તેને કંઇ સમજાતુ નથી કે આ બધુ થયું કેવી રીતે? બિલ્ડિંગ મટિરિયલનો દોષ છે કે ઘર બનાવનારા કોન્ટ્રાક્ટરનો..મનોજ પરિવારની સાથે બીજા વિસ્તારમાં શિફ્ટ થઇ ગયો છે.
મનોજ તો ઘર છોડીને જતો રહ્યો પણ ફૂલચંદ શું કરે..તેનું તો પોતાનું ઘર છે. છોડી પણ ન શકે..કોઇએ સલાહ આપી કે ઘર બરોબર નથી બન્યું…તોડીને ફરી બનાવો…ફૂલચંદ પરેશાન છે. કારણ કે આમાં તો મોટો ખર્ચ આવશે. આટલા પૈસા આવશે ક્યાંથી..તો આવો સમજીએ કે ફૂલચંદથી કઇ ભૂલ થઇ જેનાથી તમારે બચવું જોઇએ.
પાયો ઘરને મજબૂતી આપે છે
ફાઉન્ડેશન એટલે કે પાયો ઘરને મજબૂતી આપે છે. કુદરતી આપત્તિઓ સામે રક્ષણ કરે છે. પાયો જેટલો સ્ટ્રોંગ ઘર એટલું મજબૂત..સૌથી પહેલા માટીની તપાસ કરીને બેઝનો લે આઉટ તૈયાર કરાવી લેવો જોઇએ. સિવિલ એન્જિનિયરના અભિપ્રાયથી જ પાયાનું ખોદકામ કરવું જોઇએ. ફાઉન્ડેશન ઓછામાં ઓછું 5 ફૂટ ઉંડુ હોવું જોઇએ. આ માટીના પ્રકાર પર આધાર રાખે છે. કોલમની સંખ્યાનું પણ નિર્ધારણ કરી લેવું જોઇએ. પૈસા બચાવવા માટે સિમેન્ટ, સળિયા, રેતી, પથ્થર અને ઇંટના ઉપયોગમાં કમી ન રાખવી જોઇએ. આ ઉપરાંત ડીપીસી એટલે કે ડેમ્પ પ્રૂફ કોર્સ કરવો જોઇએ. આ દિવાલોના ભેજને મહદઅંશે રોકે છે.
દિવાલોનું મુખ્ય કામ સ્ટ્ર્ક્ચરના ભારને પાયા સુધી પહોંચાડવાનું છે. ઘરમાં રહેતા લોકોને હવામાનમાં થતા ફેરફાર સામે રક્ષણ આપવાનું છે. દિવાલની મજબૂતી એ વાત પર આધાર રાખે છે કે તેમાં કેટલી મજબૂત ઇંટો લાગેલી છે. સીમેન્ટ અને રેતીના મિશ્રણનો રેશિયો શું રાખવામાં આવ્યો છે. દિવાલોના દરવાજા અને બારીઓ ત્યાં જ બનાવવી જોઇએ જ્યાં તેની જરુર હોય. બારીઓ અને દરવાજાની ઉપર લિન્ટલ નાંખવું જોઇએ. સારી રીતે પ્લાસ્ટર કરીને પાણી છાંટવાથી દિવાલોની મજબૂતી વધે છે.
હવામાન અનુસાર છત સપાટ કે ઢાળવાળી બનાવવામાં આવે છે. ઢાળવાળી છતો એવા વિસ્તારોમાં વધારે બનાવવામાં આવે છે જ્યાં ભારે વરસાદ કે બરફ પડે છે. છત અને ફ્લોરના કિસ્સામાં એન્જિનિયરનો મત લેવો સારો રહેશે. તે તમને બતાવશે કે સળિયાનું માપ કેવું હોવું જોઇએ. તેની વચ્ચે ગેપ કેટલો રાખવો..કોંક્રિટ સ્લેબની જાડાઇ કેટલી હોવી જોઇએ. સામાન્ય રીતે જેટલા સળિયાની જરુર હોય છે તેના કરતાં વધારે લગાવી દેવામાં આવે છે. જેનાથી ફ્લોર કે છતનો ભાર વધી જાય છે. આ એન્જિનિયરીંગ દ્રષ્ટિકોણથી પણ અસુરક્ષિત છે.
ફૂલચંદની ભૂલથી તમે શું શિખ્યા?
ફૂલચંદની ભૂલથી તમે શું શિખ્યા? જો ફૂલચંદે બિલ્ડિંગ મટિરિયલ સાથે કોમ્પ્રોમાઇઝ ન કર્યું હોત. સિવિલ એન્જિનયર પાસે ઘર બનાવડાવ્યું હોત તો કદાચ આજે તે આ મુસીબતમાં ન ફસાયો હોત. હવે તમે સમજી ગયા હશો કે ક્વોલિટી મટિરિયલ અને જાણકાર વ્યક્તિ પાસેથી સલાહ લેવી ઘર બનાવવા માટે કેટલું જરુરી છે. જો કે એવું પણ નથી કે તમે મકાન સાથે જોડાયેલા ખર્ચને નથી ઘટાડી શકતા. આવો હવે તેની પર એક નજર કરીએ..
મકાનની કન્સ્ટ્રક્શન કોસ્ટમાં ફિનિશિંગ અને ફિટિંગ્સનો હિસ્સો 20 ટકા સુધી હોય છે. તેમાં સેનિટરી વેર, પ્લમ્બિંગ આઇટમ, ઇલેક્ટ્રિક ફિટિંગ્સ, બારી-બારણાં, કલરકામ વગેરે સામેલ હોય છે. તેમાં ઘટાડાની શક્યતા છે.
પ્લમ્બિંગના કામમાં પાઇપ ફિટિંગ મટિરિયલ સાથે સમજૂતી ન કરો. આમ કરવું ઘરમાં ભેજ કે લીકેજનું કારણ બની શકે છે. બ્રાન્ડેડ સેનેટરી વેર અને બાથરુમ ફિટિંગના બદલે લોકલ બ્રાન્ડની સારી ક્વોલિટીની આઇટમનો ઉપયોગ કરી શકો છો. જે બ્રાન્ડેડની સરખામણીએ 30 થી 35 ટકા સુધી સસ્તા પડે છે. ઉદાહરણ તરીકે બ્રાન્ડેડ ટેપ કે ટોટીની કિંમત 1500 રૂપિયા સુધી હોય છે જ્યારે નોન-બ્રાન્ડેડની કિંમત 300થી 350 રુપિયા હોય છે..
ક્વોલિટી સાથે સમજૂતી ન કરો
વીજળીના કામમાં વાયરિંગના ઉપયોગમાં આવતા તારની ક્વોલિટી સાથે સમજૂતી ન કરો. જરુરિયાતના હિસાબે ઇલેક્ટ્રિક બોર્ડ લગાવો. ફેન્સી સામાનના બદલે સાધનોની ક્વોલિટી પર ધ્યાન આપો. ફેન્સી સ્વિચ, સોકેટ, બોર્ડ કે બીજી પ્રોડક્ટ મોંઘી પડે છે. ઘરમાં ફ્રિઝ, ટીવી, એસી, વોશિંગ મશીન, ગીઝર જેવા ઘણાં એપ્લાયન્સિસનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોનિક આઇટમ ખરીદતી વખતે રેટિંગ જરુર ચેક કરો. ફાઇવ સ્ટાર રેટિંગવાળા સાધનો ખરીદો. આ સાધનો થોડા મોંઘા પડે છે પરંતુ વીજળીનું બિલ બચાવે છે.
માર્બલ કે ટાઇલ્સના બદલે નોર્મલ એટલે કે કોંક્રિટના ફ્લોરિંગથી કામ ચલાવી શકાય છે. રૂમમાં ફોલ સીલિંગની જરુરિયાત ન હોય તો તેને ટાળી શકાય છે. બારી અને દરવાજામાં લાકડાના બદલે લોખંડની ફ્રેમ લગાવી શકાય છે. મોડ્યુલરના બદલે નોર્મલ કિચન રાખી શકો છો. બ્રાન્ડેડ પેઇન્ટની જગ્યાએ સારી ક્વોલિટીનો નોર્મલ પેઇન્ટ વાપરી શકાય છે. આ ઉપાયોથી ઘરની કોસ્ટ ઘટાડવામાં મદદ મળશે.
માણસની મુખ્યત્વે 3 જરુરિયાતો હોય છે. રોટી, કપડા અને મકાન..જો મકાન પોતાનું હોય તો વ્યક્તિ સુરક્ષિત અનુભવ કરે છે. આવામાં જરુરી એ છે કે મકાન બનાવતી વખતે સારા પ્લાનિંગ અને સાવધાની રાખવામાં આવે. જેનાથી તમે સસ્તું, સુંદર અને ટકાઉ ઘર બનાવી શકશો. જતા-જતા ચેકલિસ્ટ પર નજર નાંખી દઇએ..જે તમારા ડ્રિમ હોમને મજબૂત બનાવશે અને ફૂલચંદ જેવી ભૂલ કરવાથી રોકશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો