MONEY9: ઘરનો લુક ફેશનેબલ હોવો જોઇએ કે સદાબહાર, રૂમમાં દરેક ચીજો મેચિંગ હોવી જોઇએ કે અલગ અલગ, મોંઘી ચીજોથી ઘર સુંદર દેખાય છે, કે પછી વ્યાજબી સજાવટનો સામાન લગાવે છે ઘરની સુંદરતામાં ચાર ચાંદ..ઇન્ટીરિયર ડિઝાઇનિંગ કરાવતી વખતે આવા તમામ સવાલ મનમાં આવતા રહે છે. ઇન્ટીરિયર ડિઝાઇનિંગ તમારી ક્રિએટિવિટી અને પસંદને દર્શાવે છે. સારી રીતે ડિઝાઇન કરેલા ઘરમાં પોઝિટિવ એનર્જી અનુભવાય છે.
ઇન્ટીરિયર ડિઝાઇનિંગનું કામ વારંવાર નથી કરાવી શકાતું કારણ કે ઘણાં પૈસાનો ખર્ચ થાય છે અને સમયની પણ બરબાદી થાય છે. એટલું જ નહીં ઘરમાં તોડફોડ કરાવવાની પણ જરૂર પડે છે. આવા સંજોગોમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવતા પહેલા આ ટિપ્સ પર વિચાર જરૂર કરો, જેથી પૈસા ઓછા થાય અને ઘર પણ ચકાચક રહે.
સ્પેસ પ્લાનિંગ ઇન્ટીરિયર ડિઝાઇનિંગના સૌથી મહત્વની બાબતોમાંનું એક છે. રૂમમાં કઇ વસ્તુઓની જરૂર છે અને રૂમમાં કેટલી જગ્યા છે, એ સમજવું ઇન્ટીરિયર ડિઝાઇનિંગનું પહેલું પગથિયું છે. ઘરમાં કેટલા લોકો રહે છે? ડિઝાઇનિંગ કેમ કરાવી રહ્યા છો? એ સવાલોના જવાબ તમને ખબર હોવી જોઇએ..જગ્યાના હિસાબે જરૂરિયાતની વસ્તુઓ જ રૂમમાં હોવી જોઇએ..
ઇન્ટીરિયર ડિઝાઇનિંગ પર જ બધી રકમ ન લગાવવી જોઇએ. રૂમ અને કિચન માટે અલગ-અલગ બજેટ બનાવો. જો તમે 10 લાખ રૂપિયા ખર્ચ કરવા માંગો છો તો 7 થી 8 લાખનું બજેટ બનાવો. હકીકતમાં, નાના-નાના કામ તમારા બજેટને વધારી જ દે છે. જરૂરી અને ઓપ્શનલ કામોની આખી યાદી તૈયાર કરો.
ઘરના ડિઝાઇનિંગની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવી હોમ ઇન્ટીરિયરનું સૌથી મહત્વનું સ્ટેપ છે. કોઇપણ ઇન્ટીરિયર ડિઝાઇનર તમને બ્લૂપ્રિન્ટ બનાવીને આપી શકે છે, જેનાથી તમને એ વાતનો અંદાજો આવવા લાગશે કે રૂમના કયા હિસ્સાનો ઉપયોગ કેવી રીતે થવાનો છે. હકીકતમાં તે તમારા રૂમનું વર્ચુઅલ સ્વરૂપ હોય છે. આજના સમયમાં 3D ટૂલ્સ આવી ગયા છે, જે બ્લૂ પ્રિન્ટને વધારે સારી બનાવી દે છે.
ફૉલ્સ સીલિંગ મૉડર્ન ઇન્ટીરિયર ડિઝાઇનિંગનો મહત્વનો હિસ્સો છે. ફૉલ્સ સીલિંગ પ્લમ્બિંગ પાઇપ અને વીજળીના તારને છુપાવવા ઉપરાંત રૂમની સુંદરતાને નિખારે છે. તો ફ્લોરિંગ ફર્શને પ્રીમિયમ લુક આપે છે. પસંદના હિસાબે તમે હાર્ડવુડ, લેમિનેટ્સ, ટાઇલ્સ કે વિનાઇલ ફ્લોરિંગ પસંદ કરી શકો છે. બાથરૂમમાં સ્લિપરી ફ્લોરિંગ નંખાવવાથી બચો. વુડવર્ક કરાવો છો તો લાકડા અંગે જાણકારી હોવી જોઇએ. ઘર નાનું છે તો સ્ટોરેજ સ્પેસવાળું ફર્નિચર પસંદ કરો. દીવાલો પર એવો રંગ લગાવો જે ફર્નિચર અને લાઇટિંગ સાથે મેળ ખાતો હોય.
ભટ્ટ આર્કિટેક્ટ્સના ફાઉન્ડર આશીષ ભટ્ટ જણાવે છે કે ઇન્ટીરિયર ડિઝાઇનિંગને લઇને ટ્રેન્ડ બદલાયો છે. પહેલા ઇન્ટીરિયર ડિઝાઇનિંગનો અર્થ ફક્ત વુડવર્ક એટલે કે લાકડાનું કામ એવો થતો હતો, પરંતુ હવે વુડવર્કની સાથે ઇટાલિયન ગ્લાસ સહિત અન્ય ચીજોનો ઉપયોગ થાય છે. ઘણીવાર લોકો જાતે કામ કરાવે છે તો એકસ્ટ્રા ચીજોનો ઉપયોગ કરી નાંખે છે. આવામાં બજેટ વધી જાય છે. કારણ કે લોકોને ખબર જ નથી હોતી કે માર્કેટમાં મટિરિયલ કયા રેટનું છે અને તેનો કેવો ઉપયોગ કરવાનો છે. ઇન્ટીરિયર ડિઝાઇનરની મદદ લઇને તમે 20 ટકા ખર્ચ બચાવી શકો છો.
ભટ્ટ જણાવે છે કે ઇન્ટીરિયર ડિઝાઇનિંગની કોસ્ટને મટિરીયલથી ઘટાડી શકાય છે. મટીરિયલની ઘણી મોટી રેન્જ આવે છે. સામાન્ય રીતે લોકો ઇન્ટરનેટથી ફોટો કાઢે છે અને તેની કોપી કરવાની કોશિશ કરે છે. માર્કેટમાં આ મટીરિયલ ઘણા મોંઘા મળે છે. અસલમાં આ બધાના ઓપ્શન હાજર છે. ઉદાહરણ તરીકે પહેલા સાગના સોફા બનતા હતા. જે ઘણાં મોંઘા પડતા હતા. નવા ટ્રેન્ડમાં સોફા MS પાઇપ એટલે કે લોખંડની પાઇપથી બનાવવામાં આવે છે. આ સસ્તા પડે છે અને ટકાઉ પણ રહે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો