Money9: પ્રોપર્ટીના વધતા ભાવ અને સારા લોકેશન પર ઓછી ઇન્વેન્ટ્રી, સુરેશ જેવા લોકો માટે ઘર શોધવું મુશ્કેલ બનાવે છે. યોગ્ય લોકેશનમાં ઘર ન ખરીદવું મોટી ભૂલ સાબિત થઇ શકે છે. તમે જ્યાં ઘર ખરીદી રહ્યા છો ત્યાં જો વસતી ઓછી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા નથી..સ્કૂલ અને હોસ્પિટલ જેવી સુવિધાઓ પણ નથી તો તેવી જગ્યાએ સસ્તાના ચક્કરમાં ઘર ન ખરીદો..કારણ કે તેનાથી તમારો ટ્રાન્સપોર્ટ ખર્ચ વધશે અને ટાઇમ પણ બરબાદ થશે. સાથે જ પ્રોપર્ટીની કિંમત પણ નહીં વધે. ઘર એક એવી જગ્યાએ લેવું જોઇએ જ્યાં ડેવલપમેન્ટની તક વધારે હોય.. ઘર લેતા પહેલાં લોકેશનને સારી રીતે ઓળખી અને સમજી લો.
સામાન્ય રીતે ઘરની કિંમતના 10થી 20 ટકા ડાઉન પેમેન્ટ કરવાનું હોય છે. બાકીના પૈસા બેંક ફાઇનાન્સ કરે છે. ઘર બનાવવા માટે પણ હોમ લોન લઇ શકો છો. હોમ લોન માટે બેંકમાંથી પ્રી-એપ્રુવલ લેવાનું સારુ રહે છે. બેંક તમારી લોન ચુકવવાની ક્ષમતાનું આકલન કરીને જણાવે છે કે તમને કેટલી લોન મળી શકે છે. જેનાથી તમે તમારા બજેટમાં ઘર શોધી શકો છો. સાથે જ ડાઉન પેમેન્ટનો પણ અંદાજો લગાવી શકાય છે. જો તમે ચાર કે છ બેંક કે NBFC સાથે વાત કરશો તો તમને લોન માટે સારી ડીલ મળી શકે છે….
TV, ન્યૂઝ પેપર કે સોશિયલ મીડિયા પર જાહેરાત જોઇને ઘર ખરીદનારાને લાગે છે કે તેમને ફક્ત બેઝ પ્રાઇસ ભરવાની છે. જે પ્રતિચોરસ મીટર કે ચોરસફૂટમાં દર્શાવાય છે. પરંતુ આવું નથી. તમારે સ્વિમીંગ પૂલ, ક્લબ મેમ્બરશિપ, પાર્કિંગ જેવા ચાર્જ પણ આપવાના હોય છે. મનપસંદ લોકેશન જેવા કે પાર્ક ફેસિંગ, રોડ ફેસિંગ, પૂલ ફેસિંગ કે કોર્નરના ઘર માટે અલગથી પ્રેફરેન્શિયલ લોકેશન ચાર્જ એટલે કે PLC આપવાનો હોય છે
અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટની ખરીદી પર GST લાગે છે. આ ઉપરાંત, ઓછામાં ઓછા એક વર્ષનું એડવાન્સ મેઇન્ટેનન્સ, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ પણ આપવાનો હોય છે. તેમાં મોટી રકમ ખર્ચ થાય છે. સામાન્ય રીતે બેંક આ 3 ખર્ચ માટે ફાઇનાન્સ નથી કરતી. ઘર વેચતી વખતે બિલ્ડર તમામ વાયદા કરે છે. પરંતુ જરુરી નથી કે તેના બધા વાયદા પૂરા થાય. આવા સંજોગોમાં ઘર ખરીદતા પહેલા તમારે બિલ્ડર પાસેથી બધી સુવિધાઓની જાણકારી લેખિતમાં લેવી જોઇએ. કારણ કે મૌખિક દાવાઓને કાયદેસર રીતે પડકારી શકાતા નથી. એ પણ ચેક કરી લો કે બિલ્ડરને સંબંધિત ઓથોરિટી પાસેથી ઓક્યુપન્સી સર્ટિફિકેટ મળ્યું છે કે કેમ? પ્રોજેક્ટ રેરામાં રજિસ્ટર હોય. ઘર કે જમીન ખરીદતી વખતે રજિસ્ટ્રીની તપાસ કરાવો. જેથી ભવિષ્યમાં કોઇપણ પ્રકારના કાયદેસરની અડચણ ઉભી ન થાય.
સુરેશની ભુલ એ હતી કે તેણે એવા વિસ્તારમાં ઘર લીધું જ્યાં ટ્રાન્સપોર્ટની સારી સુવિધા નથી. લોકેશન બરોબર નહીં હોય તો તેને ખરીદનાર પણ નહીં મળે. સુરેશ યોગ્ય લોકેશન પર ઘર ન ખરીદીને ફસાઇ ગયો છે. જો તમે પણ પહેલીવાર ઘર ખરીદી રહ્યા છો અને સુરેશની જેમ ફસાવા નથી માંગતા તો ફરી એકવાર ચેક લિસ્ટ પર જરુર નજર નાંખી લો.
– ઘર ખરીદવા માટે બજેટ ફિક્સ કરો – સ્થળ પર જઇને ઘરનું લોકેશન જુઓ – બેંકમાં તપાસ કરો કે કેટલી મળશે લોન – બિલ્ડરનું એનઓસી અને RERA રજિસ્ટ્રેશન ચેક કરો – લીગલ એજન્સી પાસેથી ટાઇટલ ડીડની તપાસ કરાવો – ડાઉન પેમેન્ટ ઉપરાંત બીજા ખર્ચાની તપાસ કરો – ભવિષ્યની જરુરિયાતોને ધ્યાનમાં રાખીને ઘર ખરીદો
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો