Money9: અમદાવાદનો ગુલશન બિઝનેસમાં ખોટને કારણે પરેશાન હતો… ફાયનાન્સ કંપનીની 40 લાખ રૂપિયાની લોન કેવી રીતે ચૂકવશે… તેની તેને ચિંતા સતાવતી હતી…ટીવી પર “ઘર મેં રાખા હૈ સોના, ફિર કાહે કા રોના” જાહેરાતથી પ્રેરિત થઇને 40 લાખ રૂપિયાની ગોલ્ડ લોન લઈને જૂની લોન ચૂકવી દીધી. પરંતુ ધંધો ન ચાલવાને કારણે તે ગોલ્ડ લોનના હપ્તા ભરપાઈ ન કરી શક્યો… જેના કારણે તેનું સોનું ડૂબી ગયું…
ગોલ્ડ લોનની જાળમાં ફસાઇ જનાર ગુલશન એકેલો નથી…સોનાની હરાજી માટેની જાહેરાતો દરરોજ અખબારોમાં પ્રકાશિત થાય છે… લોન ન ચૂકવી શકવાને કારણે દર વર્ષે ગુલશન જેવા હજારો લોકો સોનું ડુબી જાય છે.
ગોલ્ડ લોન લેવાની પ્રક્રિયા એકદમ સરળ છે.
મુથુટ, મન્નાપુરમ જેવી કંપનીઓ ઘેર બેઠા પણ ગોલ્ડ લોનની સુવિધા પૂરી પાડી રહી છે…ગોલ્ડ લોનમાં એજ્યુકેશન લોન કે પર્સનલ લોનની જેમ વધુ કાગળિયા કરવાની જરૂર નથી પડતી…લોન થોડા કલાકોમાં મળી જાય છે…અને બીજી એક ખાસ વાત એ છે કે ગોલ્ડ લોનની રકમના ઉપયોગ પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી… આ રકમનો કોઈપણ કામ માટે કરી શકાય છે. કારણ કે સિક્યોર્ડ લોન હોવાના કારણે બેંક સરળતાથી લોન આપી દે છે. તેથી બજારમાં આ લોનની ડિમાંડ ઝડપથી વધી રહી છે.
ભારતમાં ગોલ્ડ લોનનું ઓર્ગેનાઇઝ્ડ માર્કેટ અંદાજે 6 લાખ કરોડ રૂપિયાનું છે. આમાં બેંકોનો હિસ્સો 80 ટકા છે..જ્યારે 20 ટકા હિસ્સો નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ એટલે કે NBFCનો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, મોટી બેંકો ગોલ્ડ લોન સેગમેન્ટમાં ઝડપથી વિસ્તરણ કરીને તકનો લાભ લઈ રહી છે. આ મામલે NBFCs પણ બેંકો સાથે તાલમેલ બનાવી રહી હોય તેવું લાગે છે. આ કારણે દેશમાં ગોલ્ડ લોન માર્કેટ ઝડપથી વધી રહ્યું છે.
આરબીઆઈના ડેટા દર્શાવે છે કે જુલાઈ 2023માં ગોલ્ડ લોનની ચૂકવવાની બાકી રકમ વધીને 95,746 કરોડ રૂપિયા થઈ ગઇ. જુલાઈ 2022ની સરખામણીએ તેમાં 23.1 ટકાનો વધારો નોંધાયો.
બેન્કિંગ એક્સપર્ટ અમિત કુમાર તંવર કહે છે કે દેશના મોટાભાગના લોકોને ક્રેડિટ એસેસમેન્ટ કરવાની આદત નથી. કોઈપણ લોન લેતા પહેલા, વ્યક્તિએ પોતાની એસેટ અને લાયબિલિટી એટલે કે જવાબદારીનું મૂલ્યાંકન કરવું જોઈએ. કોઇ લોનને ચૂકવવા માટે બીજી લોન લેવાનું ટાળવું જોઈએ.
ઘણી વખત લોકો જૂની લોન ચુકવવા માટે ગોલ્ડ લોન લે છે…જ્યારે આ લોનની સમયસર ચૂકવણી નથી થતી તો સોનું ડૂબી જાય છે…આટલું કરવા છતાં પણ દેવામાંથી મુક્તિ નથી મળતી.
અમિત તંવર કહે છે કે ઘણી વખત ગોલ્ડ લોનની હરાજી પછી પણ લોન ચૂકવવાની બાકી રહે છે… જેના પર બેંકો કે ફાઇનાન્સ કંપનીઓ વ્યાજ પર વ્યાજ વસૂલતી રહે છે…આ રીતે ઘણી વખત સોનું ગુમાવ્યા પછી પણ દેવામાંથી મુક્તિ નથી મળતી.. આવી પરિસ્થિતિઓથી બચવા માટે સારું એ રહેશે કે સોના સામે લોન લેવાને બદલે તેને વેચીને દેવું ચૂકવી દેવું જોઈએ.
જો એસેટની તુલનામાં તમારી જવાબદારીઓ વધી ચુકી છે તો નવી લોન લેવાથી બચો.
આવી સ્થિતિમાં, એસેટ વેચીને દેવાનો બોજ ઘટાડવાનો પ્રયાસ કરો. જો તમે ગોલ્ડ લોનની EMI ચૂકવવામાં સક્ષમ નથી તો ગોલ્ડ લોન કંપનીમાં જાઓ અને લોન રિશેડ્યૂલ કરાવો…
જો સોનાની કિંમત લોન કરતાં વધુ હોય… તો લોનની મુદત વધારી શકાય છે…જો વર્તમાન કંપની આ બાબતે મદદ ન કરી રહી હોય… તો તમે બાકીની રકમ બીજી કંપનીમાં ટ્રાન્સફર કરાવી શકો છો…
જો તમે લોન ચુકવવાનો જુગાડ નથી થઇ શકતો તો મિત્રો કે સંબંધીઓ પાસેથી કેટલાક દિવસો માટે પૈસા ઉધાર લઈને સોનાને છોડાવવાનો પ્રયાસ કરો અને તેને વેચીને લોન ચૂકવો… જો તમે આ પ્રયાસમાં સફળ થઇ ગયા તો મોટા નુકસાનથી બચી જશો. ગુલશન જેવી પરિસ્થિતિથી બચવા માટે પોતાની ક્ષમતા પ્રમાણે જ લોન લો…એક લોનને ચૂકવવા માટે બીજી લોન તો ક્યારેય ન લો. આ બાબતમાં થોડી ક પણ બેદરકારી ગુલશનની જેમ ભારે પડી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો