Money9: મોહિતનો માસિક પગાર 35 હજાર રૂપિયા છે. અને તેની ઈચ્છા iPhone 15 pro ખરીદવાની છે, જેની કિંમત લગભગ 1 લાખ 35 હજાર રૂપિયા છે. જ્યારે તે ફોન જોવા મોબાઈલ સ્ટોર પર ગયો ત્યારે ત્યાંના ડીલરે તેને કહ્યું કે તે હપ્તેથી આઈફોન ખરીદી શકે છે.. તેણે વાર્ષિક 24 ટકા વ્યાજ ચૂકવવું પડશે.. મોહિતે ફોન લઇ લીધો અને ડીલરને કહ્યું કે તે 3 વર્ષમાં પૈસા ચૂકવી દેશે. ડીલરે લગભગ 5 હજાર રૂપિયાની EMI કરી આપી. હવે મોહિત 3 વર્ષ સુધી દર મહિને EMI ચૂકવશે.
આ રીતે આઇફોન માટે લોન લેવી સરળ છે પરંતુ તમારે એ પણ સમજી લેવું જોઈએ કે મોહિત તેના પર 55 હજાર રૂપિયાથી વધુનું વ્યાજ ચૂકવશે. 3 વર્ષમાં 1 લાખ 35 હજાર રૂપિયાના ફોન માટે 1 લાખ 90 હજાર રૂપિયા ભરવા પડશે. ડીલર પાસેથી મળતી લોન ડીલર NBFC દ્વારા આપે છે. મોહિતે વિચાર્યા વગર લોન પર ફોન લઈ લીધો.. જો તમે પણ લોન પર ફોન લેવાનું વિચારી રહ્યા છો તો દરેક પ્રકારની લોનની સમગ્ર પરિસ્થિતિને સારી રીતે સમજો અને પછી જ લોન લો.
ડીલર પાસેથી મળતી લોન, ફોન લેવાની એક રીત છે. આ સિવાય પણ એવી ઘણી રીતો છે જેના દ્વારા લોન લઈને ફોન ખરીદી શકાય છે. ચાલો સમજીએ..
સૌ પ્રથમ વાત કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનની કરી લઇએ. આ પર્સનલ લોન છે જેના દ્વારા મોબાઈલ ફોન ખરીદી શકાય છે. પર્સનલ લોન પર વિવિધ બેંકો અને NBFCના હિસાબે 8.75 ટકાથી લઇને 49.5 ટકા સુધીનું વાર્ષિક વ્યાજ ચૂકવવું પડી શકે છે. આ લોનની સાથે 6 ટકા સુધીની પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી પડી શકે છે. તેથી, આ રીતે ફોન ખરીદવો કોઇપણ રીતે બિલકુલ સસ્તો નથી પડતો.
બીજી એક લોનની વાત કરીએ તો, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી સાઇટ્સ બાય નાઉ પે લેટર સાથે લોનની સુવિધા પૂરી પાડે છે. આમાં ક્રેડિટ લિમિટ 60 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધી ઉપલબ્ધ હોય છે. એટલે કે તમે મહત્તમ આ કિંમત સુધીનો ફોન ખરીદી શકો છો. લોનની રકમ 3 થી 12 મહિનાના હપ્તામાં ચૂકવી શકાય છે. આમાં પણ વ્યાજ દર સસ્તો નથી અને તે 2 ટકાથી 22 ટકા સુધી જઈ શકે છે. તેમાં પ્રોસેસિંગ ફી પણ સામેલ હોય છે. આ સિવાય જો માસિક EMI પેમેન્ટમાં ડિફોલ્ટ થાઓ તો 100 થી 500 રૂપિયાની લેટ ફી પણ ચૂકવવી પડશે.
તેનાથી વિપરીત, જ્યારે તમે ક્રેડિટ કાર્ડ દ્વારા EMI પર ફોન ખરીદો છો, ત્યારે તમારે 13 થી 24 ટકા વ્યાજ દર ચૂકવવો પડી શકે છે. આ સિવાય ક્રેડિટ કાર્ડની સાથે 1 થી 2.5 ટકા પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી પડી શકે છે.
તો હવે સવાલ એ ઉભો થાય કે શું લોન લઈને મોંઘા ફોન ખરીદવો યોગ્ય છે? કારણ કે જો તમે 2 થી 3 વર્ષ માટે લોન લઈ રહ્યા છો તો તમે ફોનની ઉંચી કિંમત ચૂકવી રહ્યા છો. હવે તમારે એ પણ જોવું પડશે કે 2 કે 3 વર્ષ પછી તમારા ફોનની રિસેલ વેલ્યુ કેટલી હશે. માત્ર 2 કે 3 વર્ષ પછી જ નહીં, ખરીદીના બીજા જ દિવસથી ફોનની કિંમત ઘટવા લાગે છે. આજે ખરીદેલા તમારા 80 હજાર રૂપિયાના iPhone 14 ની કિંમત 6 મહિના પછી 40-50 હજાર રૂપિયા થઈ જશે. બીજી એક વાત તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે ફોનની લાઈફ પણ 2 થી 3 વર્ષની જ હોય છે, તેથી તમે લોનની રકમ ચૂકવશો ત્યાં સુધીમાં ફોન જૂનો થઈ જશે અને તમને નવા ફોનની જરૂર પડી શકે છે. તેથી આશા છે કે તમે લોન પર ફોન લેતા પહેલા આ બાબતોને ચોક્કસપણે ધ્યાનમાં રાખશો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો