Money9: ઘણીવાર અચાનક પૈસાની જરુર પડી જાય છે. રકમની વ્યવસ્થા ન થાય તો ઘણીવાર પર્સનલ લોનનો સહારો લેવો પડે છે. ડિજિટલ ઇકોનોમીના સમયમાં ઇન્સ્ટન્ટ લોન અંગે લોકોનો રસ વધ્યો છે. બેંકના ચક્કર લગાવવાની ઝંઝટથી આઝાદી..ઘરે બેઠા તરત પૈસા મળવાની સુવિધાના કારણે ફિનટેક કંપનીઓ સહિત ઘણીબધી લોન એપ્સ પણ છે જે લોન આપવા માટે તૈયાર બેઠી છે. પરંતુ સરળતાથી મળતી દરેક વસ્તુ સારી નથી હોતી. ઇન્સ્ટન્ટ કે ક્વિક લોન લેતી વખતે જો તમે કેટલીક વાતોનું ધ્યાન નથી રાખતા તો મુશ્કેલીમાં ફસાઇ શકો છો….
ઇન્સ્ટન્ટ પર્સનલ લોન લેતા પહેલા લોન સાથે જોડાયેલા નિયમો અને શરતોને સારીરીતે સમજી લો. ડિજિટલ પ્લેટફોર્મ પર મળનારી લોનનો ઇન્ટરેસ્ટ રેટ, પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જ પર ધ્યાન આપો. લોન લીધા બાદ ભરવામાં પરેશાની ન થાય એટલે લોનનો પૂરો ખર્ચ એટલે કે કોસ્ટ અંગે તમને ખબર હોવી જોઇએ.
લોન આપનારા બધા ઓનલાઇન પ્લેટફોર્મ એકસરખા નથી હોતા..સુનિશ્ચિત કરો કે તમે જે પ્લેટફોર્મથી લોન લઇ રહ્યા છો તે વિશ્વસપાત્ર હોય અને રિઝર્વ બેંકની ગાઇડલાઇન્સ અનુસાર કામ કરતા હોય. રિઝર્વ બેંકની વેબસાઇટ પર તમને રેગ્યુલર એન્ટિટીઝનું લિસ્ટ મળી જશે..લોન એપ્સથી લોન લઇ રહ્યા છો તો ચેક કરો કે તેની કઇ રેગ્યુલેટેડ એન્ટિટી સાથે પાર્ટનરશિપ છે. કસ્ટમર રિવ્યૂ અને રેટિંગ ચેક કરીને લોન પ્લેટફોર્મની રેપ્યુટેશન ચેક કરી શકો છો.
લોનમાં વ્યાજદર મહત્વની વસ્તુ હોય છે. ઇન્સ્ટન્ટ લોન તરત પૈસા અપાવી શકે છે. પરંતુ ટ્રેડિશનલ એટલે કે નોર્મલની સરખામણીમાં આનો વ્યાજ દર સામાન્ય રીતે વધારે હોય છે. જે આ લોનની ઓવરઓલ કોસ્ટને વધારી દે છે. એટલું જ નહીં, મોટી બેંકોની સરખામણીમાં પણ ઓનલાઇન લોન પ્લેટફોર્મ વધુ વ્યાજ વસૂલે છે. ઉદાહરણ તરીકે ઓનલાઇન પ્લેટફોર્મ LoanTapના પર્સનલ લોનનો વ્યાજ દર 12થી 24 ટકા જ્યારે ક્રેડિટબીનો વ્યાજ દર 17 થી 29.95 ટકા છે. તો ICICI બેંકની પર્સનલ લોનનો ઇન્ટરેસ્ટ રેટ 10.65 થી 16 ટકા સુધી છે..
વ્યાજ દર ઉપરાંત અનેક પ્રકારના હિડન ચાર્જ જેવા કે પ્રોસેસિંગ ફી અને પ્રી-પેમેન્ટ ચાર્જ અંગે તપાસ કરો. અલગ-અલગ બેંક અને ઓનલાઇન લોન પ્લેટફોર્મની પ્રોસેસિંગ ફી અલગ-અલગ હોય છે. ફી અને ચાર્જની ઝિણવટભરી તપાસથી તમને લોનના કેસમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે..
લોનની રકમ ફિક્સ કરતા પહેલા પોતાની નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખો. જેટલા પૈસાની જરૂર છે લોનની રકમ એટલી જ રાખો. જરૂરિયાતથી વધુ લોન લેવા પર લોનનો બિનજરૂરી બોજ પડી શકે છે. ઇન્સ્ટન્ટ લોનનો રિપેમેન્ટ ટેન્યોર એટલે કે લોનની ચૂકવણીનો સમય મોટાભાગે નાનો હોય છે. ટેન્યોર ઓછો હોવાથી EMIની જેમ રકમ વધી જાય છે. જે તમારા મંથલી બજેટને બગાડી શકે છે.
જીવનમાં કંઇપણ નક્કી નથી અને વ્યક્તિની ફાઇનાન્સિયલ સિચ્યુએશન બદલાતી રહે છે. ઇન્સ્ટન્ટ લોન લેતા પહેલા રી-પેમેન્ટની શરતો અંગે તપાસ કરો. કેટલીક બેંક તમારા મુશ્કેલીના સમયમાં લોન રિસ્ટ્રક્ચર કે લોન ચુકવણીનો સમય વધારવાનો વિકલ્પ આપે છે. આનાથી વિરુદ્ધ લોનની EMI ભરવામાં વિલંબ કે EMI નહીં ચૂકવવા પર દંડ ભરવો પડે છે. લોન પ્લેટફોર્મની સાથે સારા સંબંધો જળવાય એટલા માટે સમયસર ચુકવણી જરુરી છે. લોનની EMI મિસ થશે તો રિકવરી એજન્ટ તમને હેરાન કરી શકે છે…
લોન કે બીજી ફાઇનાન્સિયલ પ્રોડક્ટમાં ડીલ કરતી વખતે સારો કસ્ટમર સપોર્ટ ઘણો કામમાં આવે છે. લોન માટે તમારે એવું પ્લેટફોર્મ કે બેંક પસંદ કરવી જોઇએ જેનો કસ્ટમર કેર સપોર્ટ તરત ગ્રાહકોની ચિંતા અને ફરિયાદો દૂર કરી શકે…ચેટ, ફોન કે ઇ-મેઇલ જેવી ચેનલ ગ્રાહકોનો એક્સપીરિયન્સ વધારવાના કામમાં આવે છે.
ઇન્સ્ટન્ટ લોન, એ Borrowers એટલે કે લોન લેનારાની અર્જન્ટ પૈસાની જરૂરિયાતોને પૂરી કરી શકે છે. પરંતુ શરત એટલી કે આ નિર્ણય સાવધાની અને પૂરતી તપાસ બાદ લેવામાં આવ્યો હોવો જોઇએ..જો પૂરતી તપાસ કર્યા વગર ક્વિક લોન લેવામાંઆવે તો તે તમને દેવાના વિષચક્રમાં ફસાવી શકે છે. આ પ્રકારની લોનનો વ્યાજ દર વધારે હોય છે..જેને ઉતારવા માટે નવી લોન લેવી પડી શકે છે. જો લોન ચૂકવવામાં જરા પણ ચૂક કરી તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઇ શકે છે. ઇન્સ્ટન્ટ લોનના બદલે દોસ્તો કે પરિવારજનો પાસેથી ઉધાર લેવું વધારે સારુ છે. ઇન્સ્ટન્ટ લોન ત્યારે જ લો જ્યારે તમે તેને ચુકવી શકો. વ્યાજ દર વધારે હોવાના કારણે આ લોનને જલદીમાં જલદી ચુકવવાની કોશિશ કરો. ગેરકાયદે લોન એપ્સમાંથી લોન લેવાથી દૂર રહો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો