Money9: અમિતના બેંક ખાતામાંથી દર મહિને પાંચ-પાંચ હજાર રૂપિયાના બે સિપના પૈસા કપાઇ જાય છે એટલે કે આ પૈસા ઓટો ડેબિટ થઇ જાય છે. અમિતને એ ખબર નથી કે ઓટો ડેબિટ થાય છે કેવી રીતે, એટલે કે કામ કેવી રીતે કરે છે? તેમને તો બસ.. આ સહેલુ લાગે છે અને સુવિધા મળે છે. તેમણે ક્યારેય આ અંગે જાણવાની તસ્દી નથી લીધી. જો અમિતની જેમ તમે પણ એ નથી જાણતા કે ઓટો ડેબિટ થાય છે કેવી રીતે, કામ કેવી રીતે કરે છે અને તેના ફાયદા અને નુકસાન શું છે? તો અમારો આ રિપોર્ટ તમારે જરુર જોવો જોઇએ.
ઓટો ડેબિટ થાય છે કેવી રીતે
તમારા બેંક ખાતામાંથી જે ઓટો ડેબિટ થાય છે, તેની પાછળ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસિઝ કે ECS નામની વ્યવસ્થા કામ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો ECS હકીકતમાં એક બેંક એકાઉન્ટથી બીજામાં પૈસા મોકલવાની ડિજિટલ રીત છે. ક્રેડિટ સુઇસના એક રિપોર્ટ અનુસાર ભારતમાં 2023 સુધી ડિજિટલ પેમેન્ટનો આંકડો એક લાખ કરોડ ડોલરને પાર કરી જશે.
ECSના ફાયદા
હવે ECSના ફાયદા સમજી લઇએ. તમારો ક્રેડિટ સ્કોર સારો બને એટલા માટે જરૂરી છે કે તમે તમારા બધા પેમેન્ટ ડ્યૂ ડેટથી પહેલા કરો. જો તમે ઇચ્છો તો તમારા બેંક એકાઉન્ટથી ECS સુવિધા દ્વારા બધુ પેમેન્ટ કરી શકો છો. ECS ડેબિટ અસલમાં તમને પેમેન્ટ સાથે જોડાયેલી ઘણી ઝંઝટોથી છૂટકારો અપાવે છે. જેમ કે ચેક આપવો વગેરે. સાથે જ જ્યારે તમે કોઇ લોન લો છો તો તમારો માસિક હપ્તો ECS ડેબિટના માધ્યમથી તમારી બેંકમાંથી કપાઇ જાય છે. તેમાં સમયસર પૈસા ટ્રાન્સફર કરવાનું યાદ રાખવું અને ચેકમાં થયેલી કોઇ ભૂલના કારણે પેમેન્ટ ફેઇલ થવા અને દંડની આશંકા સમાપ્ત થઇ જાય છે.
જો તમારે દર મહિને સિપ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે કે તમે દર મહિને એક નિશ્ચિત તારીખે વિજળી, પાણી અને ટેલીફોન વગેરેનું બિલ પેમેન્ટ કરો છો તો તમે તેના માટે બેંકને ECS મેન્ડેટ આપી શકો છો. કોઇ લોન કે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ પણ ECSથી કરી શકાય છે. ECS દ્વારા ડેબિટની સાથે-સાથે ક્રેડિટ પણ થાય છે. કોઇ ECS યૂઝર તરફથી સોંપવામાં આવેલી ડિટેલ્સના હિસાબે RBI નું ક્લિયરિંગ હાઉસ નિર્ધારિત દિવસે ECS યૂઝરના ખાતામાંથી રકમ કાપી લેશે અને બેનિફિશયરીના બેંક ખાતામાં જમા કરી દેશે. ભવિષ્યમાં તે બેંક, તે બેનિફિશિયરીના ખાતામાં નક્કી કરેલી રકમ નાંખી દેશે. ECS સાથે જોડાયેલા બીજા ફાયદાની વાત કરીએ તો તેમાં કસ્ટમર સેટિસ્ફેક્શન ઘણું વધારે છે, તેની મદદથી તરત બિલ પેમેન્ટ થઇ જાય છે અને સાથે જ તેના કારણે પેપરનો ઉપયોગ ઓછો થાય છે.
ECSના ગેરફાયદા
તો નકારાત્મક બાબતો પર નજર નાંખીએ તો ECSમાં હાલના સમયમાં રજિસ્ટ્રેશન, રિજેક્શન રેશિયો, વિવાદનું સામાધાન વગેરે સાથે જોડાયેલી મુશ્કેલીઓ સામે આવી છે. પરંતુ સરકાર તેને દૂર કરવાની દિશામાં કામ કરી રહી છે. ઉદાહરણ તરીકે ECS બાદ એક સારું પ્લેટફોર્મ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ એટલે કે NACH લાવવામાં આવ્યું જે વધુ સેન્ટ્રલાઇઝ્ડ છે અને વેબ આધારિત ક્લિયરિંગ સિસ્ટમ છે. આ બધી ECS રીઝનલ સિસ્ટમ્સને એક નેશનલ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડીને હાલની ECSને રિપ્લેસ કરી રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો