MONEY9 GUJARATI: સોનાનો ભાવ હાલ રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી રહ્યો છે અને લાંબા સમયથી ભારતીય બજારમાં કિંમત 60 હજાર રુપિયાની આસપાસ જોવા મળી રહી છે. વધતી આ કિંમતોના કારણે દેશમાં સોનાની માંગમાં સતત ઘટાડો નોંધાયો છે. ના માત્ર જ્વેલરી પરંતુ રોકાણ માટે પણ સોનાની માંગમાં ઘટાડો જોવા મળ્યો છે.
માર્ચ ક્વાર્ટર દરમિયાન સોનાની માંગના આંકડા જોઈએ તો.. માંગ 10 ક્વાર્ટરમાં સૌથી ઓછી છે અને ગયા વર્ષના માર્ચ ક્વાર્ટરના મુકાબલે 17 ટકા ઘટી છે., આ વર્ષે માર્ચ ક્વાર્ટર દરમિયાન દેશમાં માત્ર 112.5 ટન સોનાની ખરીદી હતી. ગયા વર્ષે આ આંકડો 135.5 ટન હતો. અને ગયા વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં તો 276 ટનથી વધુ સોનાની દેશમાં ખરીદી થઈ હતી. કોરોનાની શરૂઆતનું વર્ષ એટલે કે 2020ને જો છોડી દઈએ તો 2016 પછી ક્યારેય પણ દેશમાં કોઈ પણ ક્વાર્ટરમાં સોનાની આટલી ઓછી માંગ નથી નોંધાઈ.
દેશમાં સોનાની જેટલી માંગ હોય છે. તેમાં 60 થી 70 ટકા ખરીદી જ્વેલરી માટે થાય છે. અને સોનાના ભાવ વધવાના કારણે જ્વેલરીની માંગ પર અસર પડી છે. જેના કારણે સોનાની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે.
માર્ચ ક્વાર્ટર દરમિયાન દેશમાં જેવેલરી માટે માત્ર 78 ટન સોનાની માંગ નોંધાઈ છે. ગયા વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન આ આંકડો 94 ટન રહ્યો હતો.
આવી જ સ્થિતિ સોનાની લગડી અને તેના સિક્કાની માંગમાં પણ જોવા મળી રહી છે..
માર્ચ ક્વાર્ટરમાં તેની માંગ 17 ટકા ઘટી છે. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન દેશમાં સોનાની લગડી અને સિક્કાની માંગ માત્ર 34 ટન જ નોંધાઈ છે. જ્યારે ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં આ આંકડો 41 ટનથી વધુ હતો.
દેશમાં પહેલા ક્યારેય પણ સોનું આ ભાવે નથી વેચાયું. જે ભાવ ગયા સપ્તાહે જોવા મળ્યો. એક તોલા સોનું ખરીદવા માટે 60 હજાર રુપિયાથી વધુ ભાવ ચુકવવો પડી રહ્યો છે. વધી રહેલા ભાવના કારણે રિટેલર્સ એટલું જ સોનું ઉપાડે છે , જેટલો ગ્રાહકનો ઓર્ડર હોય. આ જ કારણ છે કે સોનાની માંગમાં મોટો ઘટાડો નોંધાયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો