MONEY9: ગોલ્ડના રોકાણકાર મુંઝવણમાં છે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ અને કેન્દ્રીય બેંકોના સોદાઓથી એ નથી સમજાઇ રહ્યું કે બજાર કઇ દિશામાં જશે. ગોલ્ડ ETF અને કેન્દ્રીય બેંકો દર મહિને મોટી સંખ્યામાં સોનાની ખરીદી કે વેચવાલી કરે છે. જેની અસર કિમતો પર પણ જોવા મળે છે.
મોટાભાગે એવું થાય છે કે જ્યારે બન્ને એકસાથે ખરીદી કરે છે તો ગોલ્ડનો ભાવ વધે છે અને જ્યારે બન્ને વેચવાલી કરે છે તો ભાવ તૂટે છે. પરંતુ આ વખતે તો બન્ને ઉલટી ચાલ ચાલી રહ્યા છે. કેન્દ્રીય બેંક સોનાની ખરીદી વધારી રહી છે જ્યારે ગોલ્ડ ETF તેને વેચવામાં લાગેલા છે. ગયા ઓગસ્ટ દરમિયાન દુનિયાભરમાં ગોલ્ડના ETFએ સતત ચોથા મહિને પોતાના ભંડારમાંથી ગોલ્ડ વેચ્યું છે. ઓગસ્ટમાં ETFએ કુલ 51 ટન સોનું વેચ્યું છે. આ અગાઉ દુનિયાભરના ગોલ્ડ ETFએ જુલાઇમાં 81 ટન, જૂનમાં 28 ટન અને મે મહિનામાં 5 ટન સોનું વેચ્યું હતું. અને જ્યારે તેમનું કુલ હોલ્ડિંગ ઘટીને 651 ટન રહી ગયું છે તો બીજી તરફ કેન્દ્રીય બેંકો પર નજર કરીએ તો તે સતત પોતાની ખરીદીને વધારી રહી છે.
જુલાઇમાં દુનિયાભરમાં કેન્દ્રીય બેંકોની સોનાની કુલ ખરીદી 7 ટન વધી છે. આ અગાઉ જૂનમાં ખરીદી 59 ટન, મેમાં 5 ટન અને એપ્રિલમાં 19 ટન વધી હતી. એટલે સતત એક મહિનાથી કેન્દ્રીય બેંક નેટ ખરીદાર રહી છે. અને કેન્દ્રીય બેંકોની ખરીદી વધારવામાં ભારતીય રિઝર્વ બેંકનું પણ મોટુ યોગદાન છે. રિઝર્વ બેંક દર મહિને પોતાનું ગોલ્ડ રિઝર્વ વધારી રહી છે.
હવે રોકાણકાર મુંઝવણમાં છે કે ગોલ્ડમાં ટ્રેડ માટે કેન્દ્રીય બેંકોની સાથે ચાલવું કે ETFની સાથે. એટલે ખરીદી કરવી કે વેચવાલી. બજારના જાણકાર કેન્દ્રીય બેંકોની સાથે જવાની સલાહ આપી રહ્યાં છે.
ઇન્ડિયા ઇન્ફોલાઇન સિક્યોરિટીઝમાં વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાનું માનવું છે કે આવનારા દિવસોમાં કેન્દ્રીય બેંક ખરીદી વધારી શકે છે. અને ETF પણ ખરીદીનું મન બનાવી શકે છે. આવા સંજોગોમાં ગોલ્ડમાં લાંબાગાળા માટે રોકાણ કરવું હોય તો ખરીદી કરી શકાય છે.
અત્યાર સુધી સોનાના ભાવ પર દબાણનું કારણ ડોલરની મજબૂતી રહી છે. પરંતુ ગત સપ્તાહે યૂરોપિયન સેન્ટ્રલ બેંક તરફથી વ્યાજ દરોમાં થયેલા વધારા બાદ ડોલર પર કંઇક અંશે દબાણ આવ્યું છે. જેની અસર ગોલ્ડના ભાવ પર પણ પડી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો