Money9: વર્ષ 2023માં ટેક્નોલોજીની દુનિયામાં ઘણી નવી વસ્તુઓ આવી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચેટજીપીટી જેવા શબ્દો આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા. આ ટેકનીકોની અસર દરેક સેક્ટર પર પડી છે. આને કારણે, ફિનટેક ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા ફેરફારો થયા. વધતા ડિજિટલ ટ્રાન્ઝેક્શન, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDCના આવવાથી અને મોટા ફિનટેક પ્લેટફોર્મ્સ પર મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાની સુવિધા શરૂ થવાની સાથે ફિનટેક ઇન્ડસ્ટ્રી સતત બદલાઈ રહી છે. હવે જ્યારે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ, ત્યારે આ નવા વર્ષમાં ફિટનેક ઇન્ડસ્ટ્રીમાં કયા ટ્રેન્ડ છવાઇ શકે છે? તેના વિશે વાત કરીએ..
શું તમે મોટાભાગે ઓનલાઈન ખરીદી કરો છો? જો હા, તો તમે આ વર્ષે વધુ એકાઉન્ટ ટુ એકાઉન્ટ એટલે કે A2A પેમેન્ટ્સ, UPI અને અન્ય ડિજિટલ પેમેન્ટ્સ જોઈ શકો છો. વાસ્તવમાં, A2A પેમેન્ટ્સ પહેલા કરતાં વધુ પ્રચલિત બની શકે છે અને ડેબિટ/ક્રેડિટ કાર્ડ જેવા ટ્રેડિશનલ કાર્ડ-આધારિત ટ્રાન્ઝેક્શન ધીમે ધીમે સમાપ્ત થઈ શકે છે.
ગયા વર્ષે આપણે જોયું કે આરબીઆઈએ પ્રાયોગિક ધોરણે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી લોન્ચ કરી હતી. જોકે ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા હાલ ઓછી છે. પરંતુ સીબીડીસીનો ઉપયોગ ક્યાં ક્યાં થઇ શકે છે તેની માહિતી સ્પષ્ટ થતાની સાથે, આ વર્ષે ટ્રાન્ઝેક્શનમાં તેજી આવી શકે છે.
જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તેની છાપ છોડવાનું ચાલુ રાખશે. જનરેટિવ AI તમને જણાવે છે કે તમે તમારા ખર્ચા કેવી રીતે કરો છો? બેંકો અને NBFCs જેવી ધિરાણ આપતી સંસ્થાઓ જનરેટિવ AI નો ઉપયોગ કરીને લોનધારકોને અત્યંત પર્સનલાઇઝ્ડ એક્સપીરિયન્સ આપીને તેનો ઓવરઓલ અનુભવ સુધારશે.
આ વર્ષે, ડિજિટલ ડિજિટલ વૉલેટ્સમાં ડિજિટલ આઇડેન્ટિટી ઇન્ટીગ્રેશનની સાથે વધુ એક સિક્યોરિટી લેયર ઉમેરાઇ જશે. eIDAS2 જેવી નવી ટેકનીકો સાથે, વોલેટ દ્વારા માત્ર લોકોની ઇલેક્ટ્રોનિક આઇડી વાંચીને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. તેનાથી સુરક્ષામાં સુધારો થશે અને લોકો ડિજિટલ વોલેટનો વધુ ઝડપથી ઉપયોગ કરી શકશે.
પેમેન્ટની વૈકલ્પિક પદ્ધતિઓ પણ ઝડપથી વધી રહી છે અને તેની સાથે મની લોન્ડરિંગના કેસ પણ વધી રહ્યા છે. આને રોકવા માટે A.M.L. એટલે કે એન્ટી મની લોન્ડરિંગ ટૂલ્સમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. ડિજિટલ પેમેન્ટની જટિલ પ્રકૃતિને કારણે, AML ટૂલ્સમાં ફેરફારો થશે, મજબૂત ઉપાયોનો સમાવેશ કરવામાં આવશે.
સ્માર્ટફોનને કારણે બેંકિંગ સંબંધિત કાર્યો સરળ બની ગયા છે. એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફરની સુવિધાથી આગળ વધીને, વધુ એડવાન્સ બેંકિંગ સેવાઓ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આનાથી ટ્રાન્ઝેક્શનના પરંપરાગત મોડલ પર નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.
જો તમે આ વર્ષે તહેવારો પર શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે તમે સ્ટોર પર જઈને તમારા બાયોમેટ્રિક ઓથેન્ટિકિશેનનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકો છો. બાયોમેટ્રિક્સ એક ક્રાંતિ લાવવાનું છે. તમે માત્ર આઇડેન્ટિટી વેરિફિકેશન પૂર્ણ કરીને ટ્રાન્ઝેક્શન કરી શકશે અને ચેક-આઉટની પ્રક્રિયા વધુ ઝડપી બની જશે.
સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એટલે કે SMEsની સંખ્યા વધી રહી છે અને બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે B2B પેમેન્ટ્સ પૂર્ણ કરવામાં Buy Now Pay Later સર્વિસિઝ એક મોટી ભૂમિકા ભજવી શકે છે. તો આ કેટલાક ટ્રેન્ડ્સ છે જે તમે આ વર્ષે જોઈ શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો