Money9 Gujarati:
Maruti Suzuki April offers: દેશની અગ્રણી કાર કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki Cars) એપ્રિલ મહિનામાં તેની વિવિધ કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. નાણાકીય વર્ષ 2024-25ની શરૂઆત થતાની સાથે જ મારુતિએ તેની Nexa Dealershipsમાં મળતી કાર પર 1.5 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. આ કારમાં બલેનો, ફ્રોંક્સ અને જિમ્નીનો (Baleno, Fronx, and Jimny) સમાવેશ થાય છે. કિંમતમાં આ છૂટ કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ (cash discounts, exchange bonuses, and corporate discount) સ્વરૂપે ઉપલબ્ધ છે. જોકે, નેક્સા રેન્જમાં સામેલ XL6 અને Invicto MPV મૉડલ પર કોઈ ડિસ્કાઉન્ટ ઑફર નથી.
ગ્રાહકોને Ignis મોડલ પર 58,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જેમાં 40,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 3,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.
પ્રીમિયમ હેચબેક કાર બલેનો પર 35,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 15,000નું એક્સચેન્જ બોનસ અને પેટ્રોલ ટ્રીમ્સ માટે 3,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. CNG વેરિઅન્ટ પર એક્સચેન્જ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે પરંતુ રોકડ ડિસ્કાઉન્ટમાં 15,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
કંપની Ciaz મોડલ પર 53,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, જેમાં સ્ટીકરની કિંમત પર 25,000 રૂપિયાની છૂટ, 25,000નું એક્સચેન્જ બોનસ અને 3,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.
ગ્રાહકો Grand Vitara માઈલ્ડ હાઈબ્રિડ પર 58,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. હાઇબ્રિડ વેરિઅન્ટ પર 84,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, જેમાં રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે.
Fronxના ટર્બો-પેટ્રોલ વેરિઅન્ટ પર 68,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. પેટ્રોલ અને CNG વેરિઅન્ટ માટે અલગ-અલગ લાભો ઉપલબ્ધ છે.
Jimnyના MY2023 અને MY2024 મોડલને ચોક્કસ ટ્રિમ્સ પર નોંધપાત્ર રોકડ છૂટ મળી રહી છે. આ ડિસ્કાઉન્ટ વેરિઅન્ટ અને ટ્રીમ્સના આધારે બદલાઈ શકે છે. કાર ખરીદનારા આ મોડલ્સ પર ડિસ્કાઉન્ટની ઉપલબ્ધતા વિશે જાણવા માટે તેમના નજીકના ડીલરનો સંપર્ક કરી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો