Money9: હોન્ડાએ આજે નવા યુનિકોર્નને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. OBD 2 કમ્પ્લાયન્ટ 2023 યુનિકોર્નમાં 160 cc PGM-FI એન્જિન આપવામાં આવ્યું છે, જે બાઇકને વધુ સારું પર્ફોર્મન્સ અને ઉત્તમ રાઇડિંગ પાવર આપે છે. નવી 2023 યુનિકોર્ન એબીએસ (એન્ટી-બ્રેક સિસ્ટમ) સાથે આવે છે જે રસ્તા પર વધુ સારી બ્રેકિંગ કામગીરીની ખાતરી આપે છે. નવા યુનિકોર્નમાં આગળ અને પાછળ ટ્યુબલેસ ટાયર છે. સીટની નીચે હાઇ પર્ફોર્મન્સ રિયર મોનો શોક સસ્પેન્શન અને ફ્લેક્સિબલ ડાયમંડ ફ્રેમ પર માઉન્ટ આપવામાં આવ્યું છે. આ રાઇડને આરામદાયક બનાવવામાં મદદ કરે છે. કોઈપણ રસ્તા પર ફુલ ફોર્મમાં બાઇક દોડાવવા માટે હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ (187mm) અને લાંબો વ્હીલબેઝ (1335mm) આપવામાં આવ્યો છે. તેની ઉંચી સીટ (715mm) લાંબા અંતરની સવારી પણ અત્યંત આરામદાયક બનાવે છે. આ સીટ ચેઇનની સાથે આવે છે જેને વારંવાર એડજસ્ટ નથી કરવી પડતી અને ઓછી જાળવણીની જરૂર છે. એન્જિન સ્ટોપ સ્વીચ સાથે, ટૂંકા સ્ટોપ પર એન્જિનને એક જ ફ્લિક સાથે બંધ કરી શકાય છે.
ભવ્ય અને પ્રીમિયમ સ્ટાઇલ
સ્મોક્ડ સ્ક્રીન સાથેનો પહોળો ફ્રન્ટ કાઉલ અને મોટી ટાંકી તેને માચો બોલ્ડ કેરેક્ટર આપે છે. સાઇડ કવર પર ક્રોમ સ્ટ્રોક, ફ્રન્ટ કાઉલ પર ક્રોમ ગાર્નિશ અને ફ્યુઅલ ટેન્ક પર 3D હોન્ડા વિંગ માર્ક મોટરસાઇકલને પ્રીમિયમ અપીલ કરે છે. સિગ્નેચર ટેઇલ લેમ્પ ડિઝાઇન અને મીટર કન્સોલ તેની પર્સનાલિટીને વધુ ખાસ બનાવે છે.
10 વર્ષની વોરંટી
HMSI 2023 યુનિકોર્ન પર ખાસ 10 વર્ષનું વોરંટી પેકેજ (3 વર્ષનું સ્ટાન્ડર્ડ અને 7 વર્ષ ની એક્સેન્ટેડેડ વોરંટી) લઈને આવ્યું છે.
કિંમત અને કલર્સ
2023 યુનિકોર્ન 4 રંગોમાં ઉપલબ્ધ છે- પર્લ ઇગ્નીયસ બ્લેક, ઇમ્પિરિયલ રેડ મેટાલિક, મેટ એક્સિસ ગ્રે મેટાલિક અને પર્લ સાયરન બ્લુ. ન્યૂ 2023 યુનિકોર્ન રૂ 1,09,800 (એક્સ-શોરૂમ, દિલ્હી)ની આકર્ષક કિંમતે ઉપલબ્ધ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો