Home >
ILO ના અહેવાલ મુજબ, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય તેવા શિક્ષિત યુવાઓમાં બેકારીનું પ્રમાણ વર્ષ 2000માં 35.2% હતું, જે 2022માં લગભગ બમણું વધીને 65.7% થયું છે.
નેચરલ રબરની કિંમતમાં માર્ચના પ્રથમ પખવાડિયામાં જોરદાર ઉછાળો આવ્યો હોવાથી ટાયર બનાવતી કંપનીઓના માર્જિન પર દબાણ સર્જાઈ શકે છે અને તેની અસર કિંમત પર પડી શકે છે.
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)ના આંકડા પ્રમાણે, ભારતનું વિદેશી હૂંડિયામણ (Foreign Exchange Reserves) $6.4b વધીને $642.50b થયું છે. સતત ચોથા સપ્તાહે તેમાં વધારો થયો છે અને હવે તે રેકોર્ડ સપાટીની નજીક છે.
માર્ચના પ્રથમ પખવાડિયાના અંતે ક્રૂડ ઓઈલની કિંમત $85ને પાર થઈ ગઈ હતી અને વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીએ તો, કિંમત $90ને પાર થતા વાર નહીં લાગે, એવી શક્યતા વિશ્વની અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ બેન્કે વ્યક્ત કરી છે.
IRCTC ટૂંક સમયમાં રિફંડ પ્રોસેસ ઝડપી બનાવી દેશે. શક્યતા છે કે, પ્રવાસીને તેના રિફંડના પૈસા માત્ર 1 કલાકમાં મળી જશે. મોટા ભાગના પ્રવાસી રિફંડ પ્રક્રિયાના વિલંબથી પરેશાન છે.
ડૉલર સામે રૂપિયો 82.8625ના ભાવે બંધ રહ્યો હતો. અગાઉના દિવસે રૂપિયો 82.7675ના ભાવે બંધ રહ્યો હતો. સિંગલ-સેશનમાં આટલો મોટો ઘટાડો છેક ફેબ્રુઆરી 2023 પછી પ્રથમવાર છે.
RBIનો ડેટા દર્શાવે છે કે, 23 ફેબ્રુઆરી, 2024ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતની ફોરેકસ્ રિઝર્વ 2.98 અબજ ડૉલર વધીને 619.07 અબજ ડૉલર નોંધાઈ હતી. ત્યારબાદ 1 માર્ચે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ફોરેક્સ રિઝર્વ વધીને 625.63 અબજ ડૉલરે પહોંચી છે.
ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રનો GDP ગ્રોથ રેટ 8%ની નજીક રહી શકે છે અને સરકારે વ્યક્ત કરેલા અંદાજ કરતાં પણ આગળ નીકળી જશે, એવો આશાવાદ RBIના ગવર્નર શક્તિકાંતા દાસે વ્યક્ત કર્યો છે.
RBIએ 'ગંભીર ખામીઓ' શોધી કાઢ્યા બાદ JM Financial પર શેર અને ડિબેન્ચર સામે કોઈપણ પ્રકારનું ધિરાણ આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, કંપની વર્તમાન લોન ખાતાને સેવા આપવાનું ચાલુ રાખી શકશે.
GDP Growth: વિવિધ એનાલિસ્ટ્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ રેટ 6 ટકાથી 7.2 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ આપ્યો હતો, પરંતુ સરકારે 8.4 ટકા ગ્રોથ રેટ જાહેર કર્યો છે.