Money9 Gujarati:
ભારતનું વિદેશી હૂંડિયામણ (foreign exchange reserves) 6.55 અબજ ડૉલર વધીને 625.63 અબજ ડૉલર થયું છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI) દ્વારા 8 માર્ચે 1 માર્ચના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના આંકડા જાહેર કર્યા હતા, જે મુજબ, ભારતની ગોલ્ડ રિઝર્વ 56.9 કરોડ ડૉલર વધીને 48.42 અબજ ડૉલર થઈ છે.
RBIનો ડેટા દર્શાવે છે કે, 23 ફેબ્રુઆરી, 2024ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતની ફોરેકસ્ રિઝર્વ 2.98 અબજ ડૉલર વધીને 619.07 અબજ ડૉલર નોંધાઈ હતી. ત્યારબાદ 1 માર્ચે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ફોરેક્સ રિઝર્વ વધીને 625.63 અબજ ડૉલરે પહોંચી છે.
RBI દ્વારા દર સપ્તાહે જાહેર કરવામાં આવતી વિગતો અનુસાર, ફોરેન કરન્સી એસેટ્સ (FCAs) 6.04 અબજ ડૉલર વધીને 554.23 અબજ ડૉલર થઈ છે. ડૉલરના સંદર્ભમાં જોઈએ તો, FCAમાં બિન-અમેરિકન યુનિટ (યુરો, પાઉન્ડ અને યેન)નો વધારો અને ઘટાડો સામેલ છે. આ યુનિટ પણ ફોરેન એક્સચેન્જ રિઝર્વ તરીકે રાખવામાં આવે છે.
SDR 1.7 કરોડ ડૉલર ઘટીને 18.18 અબજ ડૉલર નોંધાયો છે. IMF (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ)માં રિઝર્વ પોઝિશન 4.1 કરોડ ડૉલર ઘટીને 4.8 અબજ ડૉલર થઈ છે.
નોંધનીય છે કે ઓક્ટોબર 2021માં દેશનું વિદેશી હૂંડિયામણ 645 અબજ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ હતું. પરંતુ વૈશ્વિક સ્તરે ઊભા થયેલા પડકારોને કારણે RBIએ રૂપિયાને બચાવવા માટે ડૉલર વેચ્યા હોવાથી હૂંડિયામણમાં ઘટાડો થઈ રહ્યો છે.
સામાન્ય રીતે, RBI સમયાંતરે, રૂપિયામાં ભારે અવમૂલ્યનને રોકવા માટે, ડોલરના વેચાણ સહિત, પ્રવાહિતા વ્યવસ્થાપન દ્વારા બજારમાં હસ્તક્ષેપ કરે છે. RBI વિદેશી વિનિમય બજારો પર ચાંપતી નજર રાખે છે અને કોઈપણ પૂર્વ-નિર્ધારિત લક્ષ્ય સ્તર અથવા બેન્ડના સંદર્ભ વિના, વિનિમય દરમાં વધુ પડતી અસ્થિરતાને સમાવીને માત્ર સુવ્યવસ્થિત બજારની સ્થિતિ જાળવવા દરમિયાનગીરી કરે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો