PF કપાવતા કર્મચારીએ હવેથી લગ્ન માટે કે બાળકોના ભણતર માટે અથવા ઘર ખરીદવા માટે આર્થિક મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. EPFOએ આ કારણોને પણ ઓટો-ક્લેમ સેટલમેન્ટ હેઠળ આવરી લીધા છે.
એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ તેના કરોડો સભ્યોની સુવિધા માટે ઓટો ક્લેમ સેટલમેન્ટ સુવિધાનો વિસ્તાર કર્યો છે. આ અંતર્ગત વર્તમાન દાવાની મર્યાદા 50,000 રૂપિયાથી બમણી કરીને 1,00,000 રૂપિયા કરવામાં આવી છે. ઉપરાંત, ઘર, લગ્ન અથવા શિક્ષણ માટે ઓટો મોડમાં ઓટો ક્લેમ એડવાન્સ સેટલમેન્ટ (auto-mode settlement for advance claims) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એવી માહિતી શ્રમ મંત્રાલયે આપી છે.
ઉલ્લેખનીય છે કે, બીમારીની સારવાર માટે લેવામાં આવેલા એડવાન્સ ક્લેમ સેટલમેન્ટ માટે ઓટો મોડ સુવિધાની શરૂઆત એપ્રિલ 2020માં થઈ હતી. વર્તમાન વર્ષમાં લગભગ 2.25 કરોડ સભ્યોએ આ સુવિધાનો લાભ લીધો છે.
ઓટો-ક્લેમ સુવિધાનો વ્યાપ વધ્યો
મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ઓટો ક્લેઈમ્સ ઓટોમેટીક સેટલ થઈ જશે. KYC, પાત્રતા અને બેંક માન્યતા દ્વારા કરાયેલા દાવાઓ IT સાધનો દ્વારા આપમેળે પૂર્ણ થશે. EPF સ્કીમ 1952 હેઠળ પેરા 68K (શિક્ષણ અને લગ્ન માટે) અને 68B (હાઉસિંગ) સુધી ઓટો ક્લેમ સુવિધા પણ વિસ્તૃત કરવામાં આવી છે.
કેટલા ક્લેમનું સેટલમેન્ટ થયું?
ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન, EPFOએ લગભગ 4.45 કરોડ દાવાઓનું સમાધાન કર્યું છે, તેમાંથી 60 ટકા એટલે કે 2.84 કરોડથી વધુ દાવા એડવાન્સ હતા. શિક્ષણ, લગ્ન, ઘર માટે ઓટો એડવાન્સની સુવિધા હેઠળ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન પતાવટ કરાયેલા એડવાન્સ દાવાઓમાંથી 89.52 લાખ આવા દાવાઓ હતા, જે ઓટો-મોડ હેઠળ પતાવટ કરવામાં આવ્યા હતા.
3-4 દિવસમાં ઓટો ક્લેમ સેટલમેન્ટ થશે
જો એડવાન્સ માટેના કોઈપણ દાવાની IT સિસ્ટમ દ્વારા પતાવટ કરવામાં નહીં આવે, તો તે પરત કરવામાં આવશે નહીં કે નકારી કાઢવામાં આવશે નહીં, પરંતુ દાવાની ચકાસણી અને મંજૂરી દ્વારા બીજા સ્તરે સમાધાન કરવામાં આવશે. EPFO દ્વારા આ ઓટો ક્લેમ સુવિધાના વિસ્તરણ સાથે, EPFO સભ્યોને આવાસ, લગ્ન અથવા શિક્ષણ માટે ટૂંકા ગાળામાં ભંડોળ ઉપલબ્ધ કરાવી શકાશે. હવે એડવાન્સ માટે ક્લેમ સેટલમેન્ટ માત્ર 3થી 4 દિવસમાં પૂર્ણ થશે. પહેલા તેમાં 10 દિવસનો સમય લાગતો હતો.
Published - May 14, 2024, 08:12 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો