LICને SEBI તરફથી રાહત મળવાને પગલે તેના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો છે. LICને 10 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ હાંસલ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)એ વધુ ત્રણ વર્ષનો સમય આપ્યો છે. હવે LIC માટે 10 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ હાંસલ કરવાની સુધારેલી સમય મર્યાદા 16 મે, 2027ના રોજ અથવા તે પહેલાંની છે.
LICનો શેર વધ્યો
LICનો શેર 15 મે બુધવારના રોજ NSE પર 934 રૂપિયાના ભાવે ખુલ્યો હતો અને ઈન્ટ્રા-ડે દરમિયાન 963 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. LICનો શેર BSE પર 6.31 ટકા વધીને 989.80 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો.
પબ્લિક શેરહોલ્ડિંગનો નિયમ
31 માર્ચ, 2023 સુધીમાં, કંપનીમાં જાહેર હિસ્સેદારી 3.5 ટકા હતી. 10 ટકા લઘુત્તમ શેરહોલ્ડિંગ હાંસલ કરવા માટે સરકારે હજુ પણ આગામી ત્રણ વર્ષમાં 6.5 ટકાનું રોકાણ કરવું પડશે. લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ ધોરણો તમામ લિસ્ટેડ કંપનીઓ માટે ઓછામાં ઓછા 25 ટકા પબ્લિક ફ્લોટનો આદેશ આપે છે.
ક્યારે થયું લિસ્ટિંગ?
કંપનીએ મે 2022માં રૂ. 21,000 કરોડના ઇશ્યૂ દ્વારા 3.5 ટકા હિસ્સો વેચ્યો, જે દેશનો સૌથી મોટો IPO છે. જોકે કંપનીનો શેર 17 મે, 2022ના રોજ રૂ. 949ની ઇશ્યૂ પ્રાઇસ સામે 9 ટકા નીચે રૂ. 867 પર લિસ્ટ થયો હતો. નવેમ્બર 2023 સુધી જ્યારે શેરમાં તેજી આવવાનું શરૂ થયું ત્યાં સુધી LICના શેર ડાઉનવર્ડ ટ્રેન્ડમાં રહ્યા, લિસ્ટિંગ ભાવથી 26 ટકા ઘટ્યા હતા. જોકે, શેરે 30 જાન્યુઆરીએ પ્રથમ વખત તેની ઇશ્યૂ કિંમત વટાવી હતી.
Published - May 15, 2024, 04:46 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો