Money9: YouTube ટૂંક સમયમાં તેના પ્લેટફોર્મ પર એક એવું ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે જેનાથી કરોડો યુઝર્સને ફાયદો થશે. YouTube એક એવી સુવિધા શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે જે ક્રિએટર્સને અન્ય ભાષાઓમાં વીડિયો ડબ કરવામાં મદદ કરશે. VidCon 2023 ખાતે, ઑનલાઇન વિડિયો-શેરિંગ પ્લેટફોર્મે જાહેરાત કરી હતી કે તે આ માટે Google ના ઇન-હાઉસ એરિયા 120 ઇન્ક્યુબેટરની પ્રોડક્ટ, Aloud નો ઉપયોગ કરશે.
Youtube લેશે Googleની મદદ
ગયા વર્ષે, Google એ એક AI-સંચાલિત ડબિંગ પ્રોડક્ટ એલાઉડ રજૂ કર્યું હતું જે આપમેળે વિડિઓને ટ્રાંસ્ક્રાઇબ કરી શકે છે અને તેનું ડબ વર્ઝન બનાવી શકે છે. તે ડબ જનરેટ કરતા પહેલા ટ્રાંસ્ક્રિપ્શનની રિવ્યૂ અને એડિટિંગ કરવાનો વિકલ્પ પણ પ્રદાન કરે છે. અત્યાર સુધી, કન્ટેન્ટ ક્રિએટર્સને અલગ-અલગ ભાષાઓમાં વીડિયો બનાવવા માટે થર્ડ પાર્ટી એપ્સ પર આધાર રાખવો પડતો હતો.
કંપનીનું શું છે કહેવું?
ઑડિયો ટ્રૅક બદલવા માટે, ફક્ત ગિયર આઇકન પર ક્લિક કરો, ઑડિયો ટ્રૅક પર ટૅપ કરો અને તમે જે ભાષામાં વીડિયો સાંભળવા માગો છો તે ભાષા પસંદ કરો. અલાઉડ હાલમાં અંગ્રેજી, પોર્ટુગીઝ અને સ્પેનિશમાં ઉપલબ્ધ છે. જો કે, આગામી સમયમાં હિન્દી અને બહાસા ઇન્ડોનેશિયન જેવી વધુ ભાષાઓ ઉમેરવાની યોજના છે. યુ ટ્યુબના ક્રિએટર પ્રોડક્ટ્સના વાઇસ પ્રેસિડેન્ટ અમજદ હનીફના જણાવ્યા અનુસાર, સેંકડો ક્રિએટર્સે આ ટૂલનું પરીક્ષણ શરૂ કરી દીધું છે અને તે ટૂંક સમયમાં દરેક માટે ઉપલબ્ધ થશે. ગયા અઠવાડિયે, YouTube એ કેટલાક Android અને Google TV યૂઝર્સ માટે ‘1080p પ્રીમિયમ’ વિકલ્પ શરૂ કર્યો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો