બેંકોમાં પણ ખોલાવી શકાશે મહિલા સમ્માન ખાતું
મહિલા સમ્માન બચત પ્રમાણ પત્ર યોજના હવે ખાનગી અને સરકારી બેંકોમાં પણ ખોલી શકાશે એકાઉન્ટ. આ અંગે નાણા મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. અત્યાર સુધી પોસ્ટ ઓફિસમાં જ આ ખાતુ ખોલાવી શકાતું હતું. બધી સરકારી બેંકોમાં હવે આ સુવિધા મળશે. જો કે હજુ કેટલીક પસંદગીની બેંકોમાં જ આ સુવિધા ઉપલબ્ધ થશે. ખાનગી બેંકોમાં ICICI, એક્સિસ, HDFC અને IDBI બેંકમાં આ સુવિધા પૂરી પાડવામાં આવશે. મહિલાઓ માટે બજેટ 2023માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનામાં રોકાણ પર વાર્ષિક 7.5 ટકા વ્યાજ મળી રહ્યું છે.
ક્રેડિટ કાર્ડ ધારકો માટે સારા સમાચાર
સરકારે ક્રેડિટ કાર્ડ ખર્ચ પર ટીસીએસ લગાવવાની યોજનાને 3 મહિના આગળ વધારી છે. નાણા મંત્રાલયે કહ્યું કે ક્રેડિટ કાર્ડથી વિદેશમાં જઇને કોઇપણ પ્રકારના ખર્ચ કરવા પર હાલ ટીસીએસ નહીં લાગે. જો કે દેશમાં રહીને ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડથી વિદેશમાં ચુકવણી કરો છો અને આ રકમ સાત લાખ રૂપિયાથી વધારે છે તો તેની પર 20 ટકા ટીસીએસ ચુકવવો પડશે. જો કે ક્રેડિટ કાર્ડ ઉપરાંત અન્ય માધ્યમથી વિદેશમાં એક નાણાકીય વર્ષમાં સાત લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવા પર 20 ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડશે. ટીસીએસ સાથે જોડાયેલા નિયમો એક જુલાઇથી લાગુ થશે.
WhatsApp દ્વારા વીમા પ્રીમિયમની ચુકવણી
Tata AIAએ WhatsApp અને UPI દ્વારા શરૂ કરવામાં આવી ડિજિટલ ચુકવણીની સુવિધા. ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમવાર રજૂ થયું ડિજિટલ પ્રીમિયમ પેમેન્ટ ફિચર..ટાટા એઆઇએ ઇન્સ્યોરન્સ કંપનીએ વ્હોટ્સએપ અને પેયૂ સાથે મિલાવ્યો હાથ..વ્હોટ્સએપ અને UPI પેમેન્ટ દ્વારા ઇન્સટન્ટ પ્રીમિયમ પેમેન્ટની સુવિધા મળશે. નવા ફિચરથી પોલિસી હોલ્ડર્સ ડિજિટલ રીતે પ્રીમિયમની ચુકવણી કરી શકાશે. ચુકવણી કર્યા બાદ તરત પ્રીમિયમની રસીદ પણ મળી જશે.
ટામેટાની કિંમતમાં થશે ઘટાડો
ટુંક સમયમાં ઘટી શકે છે ટામેટાની કિંમત..ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું છે કે આવતા 5 થી 6 દિવસમાં સામાન્ય થઇ જશે ટામેટાની કિંમતો..ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે કેબિનેટ બ્રીફિંગ દરમિયાન ટામેટાની કિંમતો પર નજર રાખવામાં આવી રહી હોવાનું કહ્યું હતું. દેશમાં ટામેટાની એવરેજ કિંમત 42 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઇ છે. કેટલાક સ્થાનો પર ટામેટાની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે. વરસાદના કારણે પુરવઠો પ્રભાવિત થવાથી અચાનક વ્યાજ છે ટામેટાના ભાવ.
ONDCથી શોપિંગ કરવાનું પડશે મોંઘું
ONDCથી શોપિંગ કરવાનું હવે મોંઘું પડી શકે છે. ONDC પર સ્વિગી અને ઝોમેટોની જેમ જ ડિલીવરી ચાર્જ લાગી શકે છે. ભવિષ્યમાં ONDC પ્લેટફોર્મથી ફૂડ ઓર્ડર કરવા પર ડિલીવરી ચાર્જ લગાવવાનું ખરીદનાર અને વિક્રેતા પર આધાર રાખશે.હાલ ONDC પ્લેટફોર્મ પર ઓર્ડર કરવાનું સંપૂર્ણ રીતે ફ્રી છે. હાલ દિલ્હી અને બેંગાલુરુ જેવા મેટ્રો શહેરોમાં કામ કરી રહ્યું છે ONDC….ડિસેમ્બર સુધી ટિયર 1 અને ટિયર 2 શહેરોમાં શરૂ થશે ONDC….
દૂધની કિંમત વધી હોવાનો સરકારનો સ્વીકાર
સરકારનું માનવું છે કે તાજેતરના મહિનાઓમાં દૂધની કિંમતોમાં વધારો થયો છે. દેશમાં દૂધ અને ડેરી ઉત્પાદનોની કોઇ કમી નથી. સરકાર દૂધ ઉત્પાદન વધારીને સમસ્યાનું સામાધાન કરવાની કોશિશ કરી રહી છે. અમૂલ અને મધર ડેરીએ છેલ્લા એક વર્ષમાં ઘણીવાર દૂધી કિંમતોમાં વધારો કર્યો છે. મધરડેરીએ માર્ચથી ડિસેમ્બર 2022ની વચ્ચે પ્રતિ લીટર 10 રૂપિયા સુધી દૂધની કિંમતો વધારી છે.
આધાર કાર્ડ અંગે સરકારનો નવો નિયમ
આધાર કાર્ડને લઇને સરકારે નવો નિયમ બહાર પાડ્યો છે. જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર માટે આધાર ઓથિન્ટિકેશન વેરિફિકેશનને મંજૂરી આપવામાં આવી છે. જો કે આધાર અનિવાર્ય નહીં પરંતુ સ્વૈછિક હશે. ગૃહ મંત્રાલયે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને જાણકારી આપી છે. આધાર દ્વારા સારી સેવાઓ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માંગે છે સરકાર… UIDAIએ આધારની સાથે મોબાઇલ નંબરને લિંક કરવાનો આગ્રહ કર્યો છે. આનાથી ગ્રાહકોને બધી સુવિધાઓ અને સેવાઓનો લાભ મળશે.
આ શહેરોમાં ઘરોના વેચાણમાં ઉછાળો
દેશના મુખ્ય 8 શહેરોમાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઘરોનું વેચાણ વાર્ષિક આધારે 8 ટકા વધ્યું છે. 3 મહિનામાં કુલ 80,250 મકાનોનું વેચાણ થયું છે. મુંબઇ અને પુણેમાં માંગ વધવાથી ઘરોનું કુલ વેચાણ વધ્યું છે. મુંબઇ, પુણે અને અમદાવાદમાં ઘરોનું વેચાણ વધ્યું છે. જ્યારે દિલ્હી, એનસીઆર, બેંગાલુરુ, હૈદરાબાદ, ચેન્નઇ અને કોલકાતામાં ઘરોના વેચાણમાં ઘટાડો થયો છે. મહત્વનું છે કે રેપો રેટમાં વધારો થવાથી ઘર ખરીદનારાને ઇરાદા વધારે મજબૂત થયા છે.
દેશમાં 2.70 કરોડ વાહનોનું ઉત્પાદન થયું
દેશમાં ગયા નાણાકીય વર્ષમાં 2 કરોડ 70 લાખ વાહનોનું ઉત્પાદન થયું છે. આ વાહનોની કુલ કિંમત 8.7 લાખ કરોડ રૂપિયા છે. કિંમતની દ્રષ્ટિએ પેસેન્જર વાહનોની હિસ્સેદારી 57 ટકા છે. કુલ વાહનોમાં કોમર્શિયલ વાહનોની હિસ્સેદારી 10 લાખ વાહનોની રહી છે. ગયા વર્ષે દેશમાં કુલ બે કરોડ દ્વિચક્રી વાહનોનું ઉત્પાદન થયું છે. દેશના વાહન ઉદ્યોગમાં અંદાજે 1 કરોડ 90 લાખ લોકોને રોજગારી મળી છે. સ્થાનિક બજારમાં હવે સસ્તી મિની અને સેડાન કારોને પસંદ કરવામાં નથી આવી રહી. દેશનો ઇવી ઉદ્યોગ ચીન, અમેરિકા અને યૂરોપીય સંઘથી પાછળ ચાલી રહ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો