અંશુમાન તિવારી
ભારતની મદદથી WTOના શિખર સમ્મેલનની શરૂઆત સારી રહી. ચર્ચાઓના પહેલા દિવસે WTO દેશોની વચ્ચે બિઝનેસને સરળ બનાવવા પર સર્વસંમતિ સધાઇ. સ્થાનિક સયમ અનુસાર સાંજે પાંચ વાગે WTOએ ખુશ ખબર આપ્યા કે સંગઠને સર્વિસના કારોબારને સરળ બનાવવા માટે ગૂંચવાયેલા મુદ્દાને ઉકેલી લીધો છે. સર્વિસ બિઝનેસમાં નવા નિયમોનો યુગ શરૂ થઇ રહ્યો છે. વિશ્વના 71 દેશો આ નવી સમજૂતીનો હિસ્સો બનશે.
આ સંધિનો સૌથી મોટો ફાયદો એવા પ્રોફેશનલ્સને થશે જે દુનિયાના દેશોમાં કામ કરે છે. જેમાં ડોક્ટર અને એન્જિનિયર હશે. આ સમજૂતી લાગૂ કરનારા દેશ આ પ્રોફેશનલ્સ પર જાતજાતના પ્રતિબંધ અને શરતો નહીં લગાવે. આ સમજૂતીથી દુનિયામાં સર્વિસ એક્સપોર્ટ અને બિઝનેસના ખર્ચમાં દર વર્ષે અંદાજે 119 અબજ ડોલરની બચત થશે.
ભારતે આ સંધિનો રસ્તો સરળ બનાવતા WTOની બેઠકમાં સંમતિની આશા જગાવી છે. ભારતની સાથે દક્ષિણ આફ્રિકા આ સંધિની ઘણી શરતો પર સંમત નહોતું. WTOના સભ્ય ભારતનો પક્ષ સામેલ કરવા પર રાજી થયા. WTOના પ્રમુખ નગોજી ઓકોંજો ઇવેલાએ ખાસ કરીને ભારત અને દક્ષિણ આફ્રિકાનો સંમતિ બનાવવા માટે આભાર માન્યો.
આ સમજૂતી WTO માટે એક નવા પ્રકારની શરૂઆત માનવામાં આવી રહી છે જેમાં સભ્ય દેશોનો એક સમૂહ કોઇ સમજૂતી પર સંમત થઇ રહ્યો છે. ભારતની આપત્તિ આ પ્રક્રિયા સાથે હતી કારણ કે બહુપક્ષીય વ્યવસ્થાથી અલગ છે. ભારતે શરત રાખી હતી કે આ પ્રકારની સમજૂતીને WTOની બહુપક્ષીય સમિતિમાં મંજૂર કરાવવામાં આવે. સાથે જ આનો લાભ એ બધાને મળવો જોઇએ જેઓ આની સાથે જોડાવા માંગે છે. ભારતીય પક્ષે સંકેત આપ્યો કે આ શરતો માની લીધા બાદ જ ભારતે તેના વાંધાઓ પાછા ખેંચ્યા છે. જો કે સૂત્રોએ જણાવ્યું કે ભારતે આ સમજૂતી પર હસ્તાક્ષર નથી કર્યા. અમેરિકા, યૂરોપ અને ચીન આ સંધિનો હિસ્સો છે.
WTOની મુશ્કેલ અને વિવાદિત ચર્ચાઓનો એજન્ડા આજથી ખુલી રહ્યો છે પરંતુ ધંધાકીય હિતોમાં જબરજસ્ત ટકરાવ, યુદ્ધનો જમાવડો અને ઘણી જગ્યાએ ચૂંટણીઓ છતાં આ સંમતિથી WTO સંચાલકોને રાહત મળી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો