એપ્રિલથી વંદે ભારતની સ્પીડ વધશે
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત સેમી હાઈસ્પીડ ટ્રેનની ઝડપ વધારાશે. હાલ પ્રતિ કલાક 130 કિ.મી. ગતિએ દોડતી વંદે ભારત આગામી વર્ષથી 160 કિ.મી.ની ઝડપે દોડશે. આ યોજનાનું કામ ચાલી રહ્યું છે. માર્ચ 2024 સુધી આ કામ પૂરું કરીને એપ્રિલથી ઝડપ વધારવાની આશા છે. તેનાથી મુસાફરોનો 45 મિનિટ સુધીનો સમય બચશે. માત્ર વંદે ભારત એક્સપ્રેસ જ નહીં, રાજધાની, શતાબ્દી, તેજસ, દુરંતોને પણ આ જ ગતિએ દોડાવવાનું આયોજન છે. આ માટે રેલવે અમદાવાદ-મુંબઈ અને મુંબઈ-દિલ્હી રેલવે ટ્રેકની ક્ષમતા વધારી રહી છે. બીજી તરફ, કોઈ જ અડચણ વિના 160 કિ.મી.ની ગતિ જળવાઈ રહે માટે ઓવરહેડ ઇક્વિપમેન્ટ સાથે અન્ય જરૂરી ફેરફાર કરાઈ રહ્યા છે. દેશમાં હાલ ૧૯ વંદે ભારત ટ્રેન દોડાવવામા આવી રહી છે. જયારે દેશમાં ૭૫ વંદે ભારત ટ્રેન દોડાવવાનો રેલવે વિભાગનો લક્ષ્યાંક છે.
Appleમાં ગુજરાતીનો દબદબો
એપલની હાર્ડવેર ટીમમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. એપલના એકોસ્ટિક ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટનું પદ રુચિર દવે સંભાળવા જઇ રહ્યા છે. તેઓ અંદાજે 14 વર્ષથી એપલમાં કામ કરે છે. રુચિર દવે ટૂંક સમયમાં ગેરી ગીવ્સનું સ્થાન લેશે. રુચિર દવેએ ગુજરાતમાંથી સ્નાતક કર્યું છે. રુચિર દવેએ વર્ષ 2009માં એપલ જૉઇન કર્યું હતું. અહીં તેઓ એકોસ્ટીક એન્જિનિયર ટીમની કમાન સંભાળી રહ્યા હતા. ત્યારબાદ તેમને 2012માં મેનેજર લેવલ પર પ્રમોટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2021માં સિનિયર ડાયરેકટરના પદ પર નિયુક્ત કરાયા હતા. તેમણે અમદાવાદની શારદા મંદિર શાળામાં 1982થી 1994 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ 1998માં અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગમાંથી સ્નાતક થયા હતા.
CA બનવાની હોડ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ના અભ્યાસક્રમમાં ગત વર્ષે કરાયેલા ફેરફાર પછી રજિસ્ટ્રેશનમાં 6 મહિનામાં જ ઉછાળો આવ્યો છે. સીએના નવા અભ્યાસક્રમ માટે 6 મહિનામાં 1.29 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. નવા અભ્યાસક્રમ સાથે પહેલી વાર આ વિદ્યાર્થીઓની પરીક્ષા જૂન, 2024માં યોજાશે. નવા અભ્યાસક્રમ માટે ગત વર્ષે ઑગસ્ટમાં નોંધણી શરૂ કરાઈ હતી જ્યારે ડિસેમ્બર, 2024 માટે નવું રજિસ્ટ્રેશન હજી બાકી છે. નવો સિલેબસ લાગુ થયાના 1 વર્ષમાં 2 લાખથી વધુ નોંધણી થઈ છે. આઇસીએઆઇના 2022ના વાર્ષિક અહેવાલ પ્રમાણે 2013થી 2022 દરમિયાન સીએ કોર્સ માટે નોંધણીમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 2013માં 3.11 લાખ વિદ્યાર્થીની નોંધણી સામે 2022માં ઘટીને 2.24 લાખ જ થઈ હતી.
ફક્ત 99 રૂપિયામાં ફિલ્મ જુઓ
સિનેમા લવર્સ માટે મોટી ખુશખબરી છે. જો તમને પણ પીવીઆરમાં મૂવી જોવાનો શોખ છે તો 23 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે તમને સસ્તામાં મૂવી ટિકિટ મળી શકે છે. 23 ફેબ્રુઆરીએ સિનેમા લવર્સ ડે છે. આ દિવસે તમે તમારી મનપસંદ મૂવી ફક્ત 99 રૂપિયામાં જોઇ શકો છો. પીવીઆર અને આઇનોક્સ સિનેમા ચેઇન તરફથી તમને આ તક મળી રહી છે. તમે નવી મૂવી જેવી કે All India Rank, આર્ટિકલ 370, ક્રેક, ફાઇટર, તેરી બાતોમેં એસા ઉલજા જિયા જેવી કોઇ પણ મૂવી જોઇ શકો છો.
સરકારનો મોટો નિર્ણય
કેન્દ્ર સરકારે કેટલાક મોટા નિર્ણયો કર્યા છે જે સામાન્ય જનતા સાથે સંબંધિત છે. જેમાં શેરડીના ખરીદ ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવાની અને 31 માર્ચ 2024 પછી પણ ચોખાની નિકાસ પર 20 ટકા એક્સપોર્ટ ડ્યૂટી ચાલુ રાખવાની જાહેરાત નો સમાવેશ થાય છે. આ એક્સપોર્ટ ડ્યૂટી પ્રીબોઇલ્ડ રાઇસના એક્સપોર્ટ પર ચાલુ રહેશે. કેન્દ્ર સરકારે કહ્યું કે 31 માર્ચ પછી પણ ચોખાની નિકાસ પર 20 ટકા એક્સપોર્ટ ડ્યૂટી ચાલુ રહેશે. ચોખાના પર્યાપ્ત સંગ્રહ સાથે, દેશમાં સ્થાનિક ભાવમાં વધારો ન થાય અથવા ભાવ લિમિટની બહાર ન જાય તે સુનિશ્ચિત કરવા માટે સરકારે પહેલેથી પ્રીબોઇલ્ડ રાઇસની નિકાસ પર 20 ટકા વધારાની ડ્યુટી લાદી હતી.
KYC વધુ સરળ થશે
ટૂંક સમયમાં નો યોર કસ્ટમર એટલે કે KYC પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે અને તેને ડિજિટલાઇઝ્ડ કરવામાં આવશે… KYC માટે નવા નિયમો ટૂંક સમયમાં આવી શકે છે. વાસ્તવમાં, FSDC એટલે કે ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં યૂનિફોર્મ KYC નિયમો, KYC રેકોર્ડની ભલામણ કરવામાં આવી છે.. FSDC એ અર્થતંત્ર માટે જોખમી બની શકે તેવા પાસાઓ અને તેનો મુકાબલો કરવા પર ચર્ચા કરી. આમાં, યૂનિફોર્મ KYC નિયમ બનાવવા, સમગ્ર નાણાકીય ક્ષેત્રમાં KYC રેકોર્ડ્સનો ઉપયોગ અને KYC પ્રક્રિયાને સરળ બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી… ઓનલાઈન એપ્સ દ્વારા અનઓથોરાઇઝ્ડ લેન્ડિંગની સાથે સાઇડ ઇફેક્ટ્સ અને તેની પર કાબૂ મેળવવાના ઉપાયોની પણ ચર્ચા થઇ.
AI ક્ષેત્રે રિલાયન્સનો ‘હનુમાન’ કૂદકો
મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આવતા મહિને ChatGPTની જેમ AI ચેટબોટ ‘હનુમાન’ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની આ માટે 8 એફિલિએટેડ યુનિવર્સિટીઓ સાથે મળીને કામ કરી રહી છે, જેને ‘ભારત GPT ગ્રુપ’ નામ આપવામાં આવ્યું છે. કંપનીએ એક ટેક્નોલોજી કોન્ફરન્સ દરમિયાન આ AI ચેટબોટ બતાવ્યું હતું. AI મૉડેલે તેના કામની એક ઝલક પણ રજૂ કરી. જેમાં એક બાઈક મિકેનિકને તમિલમાં સવાલો પૂછતા બતાવવામાં આવ્યા હતા, જ્યારે એક બેંકરને AI બોટની સાથે હિન્દીમાં વાત કરતા બતાવવામાં આવ્યા હતા. એક ડેવલપરને AI મોડલની મદદથી કોમ્પ્યુટર કોડ લખતો પણ બતાવવામાં આવ્યો હતો. AI મોડલને 11 સ્થાનિક ભાષાઓમાં કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હનુમાન, એઆઈ મોડલ, ચાર સેક્ટર ગર્વનન્સ, હેલ્થ કેર, એજ્યુકેશન અને ફાઇનાન્સિયલ સર્વિસિઝ પર કામ કરશે. તેમાં સ્પીચ ટુ ટેક્સ્ટ કેપેબિલિટી હશે.
LICની બાળકો માટે ખાસ સ્કીમ
એલઆઈસી 13 વર્ષ સુધીના બાળકો માટે એક નવો ઇન્સ્યોરન્સ પ્લાન એલઆઈસી અમૃતબાલ લઇને આવી છે… એલઆઈસીની આ સ્કીમને પ્લાન 874 નામ આપવામાં આવ્યું છે…તેની વિશેષતાઓની વાત કરીએ તો, આ પોલિસી 30 દિવસની ઉંમરથી લઇને 13 વર્ષની વયના બાળકો માટે લઇ શકાય છે. મેચ્યોરિટી 18 વર્ષથી 25 વર્ષની ઉંમરમાં થશે. પૉલિસી માટે 5, 6 અને 7 વર્ષની પ્રીમિયમ પેમેન્ટ ટર્મ પણ ઉપલબ્ધ છે. પ્રીમિયમ ચુકવણીની મહત્તમ મુદત 10 વર્ષ છે. તમે સિંગલ પ્રીમિયમ પેમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. આના માટે તમારે ઓછામાં ઓછા 2 લાખનો વીમો લેવો પડશે…. મેચ્યોરિટી સેટલમેન્ટને મની બેક પ્લાનની જેમ 5, 10 કે 15મા વર્ષે લઈ શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો