MONEY9: ફરુખાબાદનો રામ 2 મહિના પહેલાં વાવેતર કરીને ગામડેથી શહેર આવી ગયો હતો. પાકની હાલત જાણવા માટે તેણે ભાઇને ફોન કર્યો. અને સાથે એમ પણ કહ્યું કે પાક ઉતારવાનો સમય થશે ત્યારે ગામમાં પાછો ફરશે. પરંતુ ભાઇએ જણાવ્યું કે વરસાદ ન પડવાને કારણે પાક ખરાબ થઇ ગયો છે. માટે ગામમાં આવવાની જરૂર નથી. એટલું જ નહીં ભાઇએ તો એમ પણ કહ્યું કે તે તેના માટે પણ શહેરમાં કામ શોધે.
યૂપીના ફરુખાબાદમાં આ વર્ષે સરેરાશ કરતાં 80 ટકા ઓછો વરસાદ થયો છે. પરંતુ આ સમસ્યા એક જિલ્લાની નથી. યુપીના 75માંથી ફક્ત 10 જિલ્લામાં સામાન્ય વરસાદ છે જ્યારે 64 જિલ્લામાં ચોમાસું નબળું રહ્યું છે. બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળની પણ આ જ હાલત છે. અને આ બધા રાજ્યોમાં લાખો લોકો એવા છે, જેની કહાની ફરુખાબાદના રામ સાથે મળતી આવે છે.
ખરીફ પાકનું ઘટેલું વાવેતર તેની સાક્ષી પણ પુરી રહ્યું છે. અનાજ હોય, કઠોળ હોય કે તેલિબીયાં. બધાનું વાવેતર ગત વર્ષ કરતાં ઘટ્યું છે. ચોમાસામાં વરસાદના બગડેલા સંતુલન અને ખરીફ પાકના વાવેતરમાં આવેલા ઘટાડાએ એવી તમામ કંપનીઓ માટે ચિંતા વધારી દીધી છે જે ગ્રામીણ માંગના સહારે પોતાનું સેલ વધારવાનું વિચારી રહી હતી. FMCG, પેઇન્ટ, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એવા સેક્ટર છે, જેના બિઝનેસનો બહુ મોટો હિસ્સો ગ્રામીણ માંગ પર ટકેલો છે. પરંતુ કેટલાક રાજ્યોમાં ખુબ ઓછો, તો કેટલાકમાં વધારે વરસાદ પડતા ખરીફ ઉત્પાદન ઘટવાની આશંકા વધી છે. જેની અસર ગ્રામીણ આવક અને માંગ પર પડશે.
વિતેલી રવિ સીઝન દરમિયાન પણ ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. ઘઉંનું ઉત્પાદન વધવા છતાં ખેડૂતોને ફાયદો નથી થયો. ઉલટાનું ગામડામાં માંગ ઘટી છે. ટૂ-વ્હીલર્સ અને FMCG પ્રોડક્ટ્સનું વેચાણ હજુ સુધી કોરોના પહેલાના સમય જેટલું નથી પહોંચ્યું. ગત જુલાઇમાં ટૂ-વ્હીલર્સના વેચાણની સરખામણી જો 2019ના જુલાઇમાં થયેલા વેચાણ સાથે કરીએ તો વેચાણ 28 ટકા ઓછું છે.
નીલસનના આંકડા દર્શાવે છે કે જૂન ક્વાર્ટર દરમિયાન ગ્રામીણ ક્ષેત્રોમાં FMCG પ્રોડક્ટ્સની ડિમાંડ 2.4 ટકા ઘટી છે. રેટિંગ એજન્સી ઇક્રાનો રિપોર્ટ કહે છે કે સપ્ટેમ્બર અને ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન દેશમાં જ્વેલેરીની માંગ 8 અને 15 ટકા ઘટી શકે છે.
આ બધા સેક્ટર એવા છે જેમના બિઝનેસનું ભવિષ્ય ગ્રામીણ માંગ પર ટકેલું હોય છે. જો ગામડામાં કમાણી વધશે તો ઓટો, FMCG પ્રોડક્ટ, પેઇન્ટ અને જ્વેલેરીની માંગ વધશે. પરંતુ આ વખતે મોનસુનનું સંતુલન ખોરવાતા આ બધા સેક્ટર્સની સામે પડકારો ઉભા થયા છે. અને આ પડકાર દેશના અર્થતંત્ર પર ભારે પડી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો