Money9: સુમેધા નવુ ટીવી ખરીદવા માંગે છે. તેની પાસે જે બજેટ છે તેમાં એક સારી બ્રાન્ડનું 42 ઇંચનું સ્માર્ટ ટીવી આવી રહ્યું છે. કોઇએ સુમેધાને એન્ડ્રોઇડ ટીવી ખરીદવાની સલાહ આપી, કહ્યું કે સ્માર્ટ ટીવીથી સારુ હોય છે પરંતુ તે જ બ્રાન્ડના 42 ઇંચના એન્ડ્રોઇડ ટીવીની કિંમત અંદાજે 5 થી 6 હજાર રૂપિયા વધુ છે. હવે સુમેધાનું બજેટ બગડી રહ્યું છે. આવા સંજોગોમાં સુમેધાને ખબર નથી પડી રહી કે પોતાની પસંદ પર જવું કે બજેટને ધ્યાનમાં રાખવું. જો સુમેધાની જેમ તમે પણ સ્માર્ટ ટીવી લેવું કે એન્ડ્રોઇડ ટીવી તેની મુંઝવણમાં છો તો અમારો આ રિપોર્ટ તમારા માટે જ છે.
સ્માર્ટ ટીવી અને એન્ડ્રોઇડ ટીવીમાં શું છે ફરક?
સ્માર્ટ ટીવીને ઇન્ટરનેટ ટીવી પણ કહેવામાં આવે છે. સ્માર્ટ ટીવીમાં ઇન્ટરનેટ દ્વારા ખાસ ફિચર્સ અને એડિશનલ પ્રોગ્રામ્સ મળે છે. તમે સ્માર્ટ ટીવી પર સેટેલાઇટ ચેનલો ઉપરાંત ઓનલાઇન એટલે કે ઓટીટી કન્ટેન્ટ જોઇ શકો છો. સ્માર્ટ ટીવી સ્માર્ટફોન્સ અને પર્સનલ કોમ્પ્યુટરની જેમ જ એક ઓપરેટિંગ સિસ્ટમની સાથે આવે છે. અલગ-અલગ બ્રાન્ડના સ્માર્ટ ટીવી અલગ-અલગ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. ઉદાહરણ તરીકે સેમસંગ સ્માર્ટ ટીવી ટાઇઝેન ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. તો એલજીના સ્માર્ટ ટીવીમાં વેબ OS ઓપરેટિંગ સિસ્ટમ લાગેલી હોય છે. મોટાભાગના સ્માર્ટ ટીવીની સાથે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, YouTube, Facebook જેવી ઇનબિલ્ટ એપ્સ આવે છે અને તેની પર ગેમ્સ પણ રમી શકાય છે. વીડિયો અને ફિલ્મો પણ જોઇ શકો છો. જો કે સ્માર્ટ ટીવીમાં લાગેલી ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ નથી કરી શકાતી, જેનો અર્થ એ કે તમે લેટેસ્ટ એપ એક્સેસ નહીં કરી શકો.
બીજી તરફ એન્ડ્રોઇડ ટીવી પણ એક પ્રકારનું સ્માર્ટ ટીવી જ છે અને તેમાં ઇન-બિલ્ટ એપ્સ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવા સ્માર્ટ ટીવીવાળા ફિચર્સ મળે છે. પરંતુ અંતર ઓપરેટિંગ સિસ્ટમનું હોય છે. એન્ડ્રોઇડ ટીવી ગૂગલ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. જેમાં એ ફાયદો હોય છે કે તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન કે સ્માર્ટફોનની મદદથી તમારા ટીવીને કન્ટ્રોલ કરી શકો છો.
સ્માર્ટ ટીવી અને એન્ડ્રોઇડ ટીવીની વચ્ચે ઓટોમેટિક અપડેટ્સ, વોઇસ આસિસ્ટન્ટ, સ્ક્રીન કાસ્ટિંગ અને નેવિગેશનની રીતે પણ અંતર હોય છે.
ઇન્ડ્રોઇડ ટીવીના ફાયદા
એક તરફ એન્ડ્રોઇડ ટીવી ઇન્ટરનેટથી કનેક્ટ થાય તો તેમાં ઓટોમેટિક અપડેટ્સ થવા લાગે છે તો બીજી બાજુ સ્માર્ટ ટીવીના કેસમાં વાંરવાર અપડેટ્સ નહીં મળે, કેટલાક વર્ષો બાદ તેની ઓપરેટિંગ સિસ્ટમ આઉટડેટેડ થઇ જશે. વોઇસ સપોર્ટની વાત કરીએ તો એન્ડ્રોઇડ ટીવીમાં ઇન-બિલ્ટ વોઇસ આસિસ્ટન્ટ હોય છે જેનાથી વોઇસ કન્ટ્રોલની મદદથી સરળતાથી એક ચેનલમાંથી બીજી ચેનલ પર સ્વિચ કરી શકાય છે. મોટાભાગના સ્માર્ટ ટીવીમાં ઇન-બિલ્ટ વોઇસ સપોર્ટ નથી મળતો. આવી સુવિધા માટે અલગથી સ્માર્ટ સ્પીકર લગાવવા પડે છે.
સ્માર્ટ ટીવીના ફાયદા
એન્ડ્રોઇડ ટીવી અને સ્માર્ટ ટીવીમાં તમે તમારા સ્માર્ટફોનને ટીવી સાથે જોડીને સ્ક્રીન કાસ્ટિંગ કરી શકો છો. એટલે કે સ્માર્ટફોનમાં દેખાતુ કન્ટેન્ટ ટીવી પર પણ જોઇ શકાય છે. એક તરફ જ્યાં એન્ડ્રોઇડ ટીવીમાં આમ કરવુ સરળ છે અને વીડિયો ક્વોલિટી અને ઇમેજીસ સારી ક્વોલિટીની હશે તો બીજી તરફ સ્માર્ટ ટીવીને ફોન સાથે જોડીને કામ કરવું થોડુક અઘરું છે અને તેમાં થોડીક વાર પણ થાય છે. એક બીજુ મોટુ અંતર નેવિગેશનનું છે અને આ બાબતમાં સ્માર્ટ ટીવી એન્ડ્રોઇડ પર ભારે પડે છે. સરળ અને યૂઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસની સાથે સ્માર્ટ ટીવીમાં એપ્સની વચ્ચે સ્વિચ કરવાનું સરળ હોય છે. આનાથી ઉલટું એન્ડ્રોઇડ ટીવીમાં એવા લોકો માટે નેવિગેટ કરવાનું મુશ્કેલ હોઇ શકે છે જે એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમથી બરોબર વાકેફ નથી.
તો આ તમામ માપદંડો ચકાસ્યા બાદ અમે એમ કહી શકીએ છીએ કે એન્ડ્રોઇડ ટીવી સ્માર્ટ ટીવી કરતાં સારા હોય છે. એટલે બજેટના મામલે હાથ થોડાક ટાઇટ ના હોય તો થોડા વધારે પૈસા ખર્ચીને એન્ડ્રોઇડ ટીવી લો. પરંતુ જો બજેટ ફિકસ્ડ છે અને ટીવી ચલાવવામાં સરળતા ઇચ્છો છો એટલે કે એપ્સની વચ્ચે સરળ નેવિગેશન જોઇએ છે તો પછી સ્માર્ટ ટીવી પણ કંઇ ખરાબ સોદો નથી. e
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો