Money9: ભારતમાં કારમાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે. કારમાં પહેલા કરતા ઘણા વધુ ફીચર્સ પણ આપવામાં આવી રહ્યા છે. આજે અમે તમને આવા જ એક ફીચર વિશે માહિતી આપી રહ્યા છીએ. આ સાથે અમે એ પણ જણાવીશું કે આ ફીચરના ફાયદા શું છે અને તેની ખામીઓ શું છે.
શું છે ફીચર
આજની કારમાં અનેક શાનદાર ફીચર્સ આપવામાં આવે છે. જેના કારણે કાર ચલાવવાની સાથે-સાથે સલામતીમાં પણ વધારો છે. કારમાં આપવામાં આવતી આવી એક સુવિધા ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ કહેવાય છે. ઘણી કારમાં, આ ફિચર સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો આ સુવિધા વિશે યોગ્ય રીતે જાણતા નથી.
તે કેવી રીતે કામ કરે છે
આ સુવિધાનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તમે AC ને કોઈપણ તાપમાન પર સેટ કરી શકો છો અને ઓટોમેટિક ક્લાઇમેન્ટ કન્ટ્રોલ માટે બટન દબાવો. બટન દબાવતાં જ કારનું AC આપોઆપ પંખાની સ્પીડ અને કેબિનનું તાપમાનને તે મુજબ સેટ કરશે.
શું છે ફાયદા
ક્લાઈમેટ કંટ્રોલ જેવી સુવિધાઓનો ઉપયોગ કરવાના ફાયદા પણ છે. જ્યારે એસી ચાલતું હોય ત્યારે કારની એવરેજ થોડી ઓછી હોય છે. પરંતુ જો તમે આ સુવિધાનો ઉપયોગ કરો છો, તો એસી સમાન તાપમાને ચલાવવાને કારણે એવરેજ સારી રહે છે. આ સાથે, બહારથી આવતા સૂર્યપ્રકાશને કારણે, મેન્યુઅલ ACની જેમ, તમારે કેબિનને ઠંડુ કરવા માટે પંખાની સ્પીડ કે ઠંડકને વારંવાર ઓછી કરવાની જરૂર નથી અને તમારું ધ્યાન ડ્રાઇવિંગ પર જ રહે છે. જેના કારણે ડ્રાઇવિંગ પર ધ્યાન ન રહેવાના કારણે થતા અકસ્માતોમાં ઘટાડો થાય છે.
ફિચરના નુકસાન
ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ જેવી સુવિધાઓના ફાયદાની સાથે સાથે તેના ગેરફાયદા પણ છે. આ સુવિધાના કારણે તમારો સમય અને પૈસા વધારે ખર્ચ થઇ શકે છે. વાસ્તવમાં, આ ફીચર ઓટોમેટિક છે પરંતુ જો તે એકવાર બગડી જાય તો મેન્યુઅલ એસીની સરખામણીમાં તેને ઠીક કરવું મોંઘુ પડે છે. મેન્યુઅલ એસીમાં ખામીના કિસ્સામાં, મહત્તમ કોમ્પ્રેસરને બદલી શકાય છે. પરંતુ જો આ પ્રકારના એસીમાં ખામી હોય તો તેને સુધારવા માટે સારા મિકેનિકની સાથે ઓન-બોર્ડ કોમ્પ્યુટર પણ સેટ કરવું પડે છે. આ સિવાય ઘણા લોકોને મેન્યુઅલ ACની આદત પડી ગઇ હોય છે. અને ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ માટે ઘણા બટનો હોય છે, આવી સ્થિતિમાં તેને યોગ્ય રીતે ચલાવવામાં શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો