MONEY9 GUJARATI: ગગન નામના એક વ્યક્તિએ મોટી ભૂલ કરી દીધી.. ગગનની ભૂલ એ હતી કે તેણે કંઈપણ જાણ્યા વિચાર્યા વગર રેલ્વે ટિકિટ માટે અજાણી લિંક પર ક્લિક કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી. ડાઉનલોડ કર્યા બાદ એપને ઘણી પરમિશન પણ આપી દીધી. જેના કારણે તે છેતરપિંડીની જાળમાં ફસાઈ ગયો અને તેની મહેનતની કમાણી ગુમાવી દીધી..
આવો આ એકમાત્ર કિસ્સો નથી કે જેમાં આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી હોય. IRCTCના નામે નકલી એપ્સ બનાવીને છેતરપિંડીની આવી અનેક ઘટનાઓ સામે આવી છે. વધતા જતા કેસોની વચ્ચે IRCTCએ પણ ટ્વિટર પર એલર્ટ મૂકીને લોકોને સાવધાન કરવાનો પ્રયાસ કર્યો છે.
આ વર્ષે એપ્રિલમાં પણ IRCTCએ તેના યુઝર્સને નકલી એન્ડ્રોઇડ એપ અને વેબસાઇટ વિશે ચેતવણી આપી હતી. IRCTCએ કહ્યું હતું કે સ્કેમર્સ તેમના દ્વારા યુઝર્સની અંગત વિગતો ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નકલી IRCTC એપનું નામ ‘irctcconnect.apk’ છે અને તેની લિંક WhatsApp અને Telegram જેવા મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા મોકલવામાં આવી રહી છે. સ્કેમર્સ ઈમેલ કે મેસેજમાં કહે છે કે IRCTCથી ટ્રેનની ટિકિટ બુક કરવા માટેની આ વાસ્તવિક વેબસાઈટ અથવા એપ છે.
છેતરપિંડીના વધતા જતા નેટવર્કને ધ્યાનમાં રાખીને, IRCTCએ યૂઝર્સને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ ન કરવા, કોઈપણ શંકાસ્પદ વેબસાઇટની મુલાકાત ન લેવા જણાવ્યું છે… આ એપ્લિકેશન્સ અને સાઇટ્સ લોકોની નેટ બેંકિંગ ડિટેલ્સ, UPI ડિટેલ્સ અને ક્રેડિટ કે ડેબિટ કાર્ડની માહિતીની ચોરી કરે છે..
IRCTCના નામે ઘણી નકલી વેબસાઈટ પણ ચલાવવામાં આવી રહી છે. કેરળમાં એક 78 વર્ષીય વ્યક્તિ આવી જ એક નકલી સાઈટની જાળમાં ફસાઈ ગયા. તેઓ તેમની એક ટ્રેનની ટિકિટ કેન્સલ કરી રહ્યા હતા. પણ આ ટિકિટ કેન્સલ કરાવવા માટે તે ક્યાં ગયા? તેઓ IRCTCની નકલી વેબસાઇટ પર પહોંચી ગયા. આ પછી તેમને એક વ્યક્તિનો ફોન આવ્યો જેણે કહ્યું કે તે રેલ્વે ઓફિસર છે. તેણે વૃદ્ધને ‘રેસ્ટ ડેસ્ક’ નામની એપ ડાઉનલોડ કરવાનું કહ્યું. એપ ડાઉનલોડ કર્યા બાદ વૃદ્ધે આ એપને તમામ પ્રકારની એક્સેસ આપી દીધી. આ પછી તેના બેંક ખાતામાંથી લગભગ 4 લાખ રૂપિયા ઉડી ગયા.
ભારતમાં નકલી એપ અને વેબસાઈટ દ્વારા છેતરપિંડી કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ વાત તમે સિક્યોરિટી કંપની Group-IBના રિપોર્ટ પરથી સમજી શકો છો. કંપનીના ડિજિટલ રિસ્ક ટ્રેન્ડ 2023ના રિપોર્ટ પ્રમાણે, 2022માં ભારતમાં સ્કેમ વેબસાઇટ્સની સંખ્યામાં વાર્ષિક ધોરણે 304%નો વધારો થયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીયો પર આ પ્રકારની છેતરપિંડીના ભોગ બનવાનું મોટું જોખમ છે.
જો તમે આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બનો છો, તો તમારું ડેબિટ/ક્રેડિટ કાર્ડ તરત જ બ્લોક કરાવો. બેંક પર જાઓ અને બેંકને ઘટના વિશે જાણ કરો. સ્થાનિક પોલીસ સ્ટેશને જાઓ, સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવો. સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર – 1930 પર કોલ કરો. સ્કેમ સંબંધિત તમામ માહિતી આપો. આ સિવાય તમે cybercrime.gov.in પર પણ ફરિયાદ કરી શકો છો. જો કે, ફરિયાદો બાદ પણ મોટા ભાગના કિસ્સામાં પૈસા પરત મળતા નથી. આનું કારણ એ છે કે લોકો આ ઘટનાઓના મજબૂત પુરાવા નથી રાખતા અને મોટા ભાગના કિસ્સાઓમાં તેને ટ્રેસ કરવા મુશ્કેલ છે.
Anchor Close: અમે પણ એક્સપર્ટની જેમ રિપિટ કરીશું કે સાવધાની જ બચાવ છે.. સાથે જ એ પણ જાણી લો કે IRCTCની ઑફિશિયલ એપ ‘IRCTC Rail Connect’ છે,, જેને તમે Google Play Store or Apple Store પરથી ડાઉનલોડ કરી શકો છો.. હંમેશા આ જ ટ્રસ્ટેડ અપ સ્ટોર્સ પરથી જ એપ ડાઉનલોડ કરો..એ વાતનું ધ્યાન રાખો કે IRCTC ક્યારેય પણ પોતાના યૂઝર્સને ફોન કરી, મેસેજ કરીને કે ઈમેલ કરીને પિન, ઓટીપી, પાસવર્ડ, ક્રેડિટ/ડેબિટ કાર્ડની ડિટેલ્સ, નેટ બેંકિંગ પાસવર્ડ અથવા તો UPI ડિટેલ્સ નથી માંગતું.. વ્હૉટ્સઅપ અથવા મેસેજદ્વારા મળેલી કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ના કરો.. કોઈ પણ ઑફર અને ડિસ્કાઉન્ટ મેસેજની જાળમાં ના ફસાવો..જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો તમે છેતરપિંડીથી બચી શકશો. માટે જ મની9 કહે છે જાગતા રહો, સલામત રહો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો