Money9: Tata Motors હવે EV Industryની કિંગ બનવાની તૈયારી કરી રહી છે. કંપનીએ તેની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tiago EVને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરી હતી. હવે કંપની પંચને લોન્ચ કરવા જઇ રહી છે. કંપની તેને 2023ના મધ્યમાં લોન્ચ કરે તેવી શક્યતા છે. ટાટા પંચ ઇવી હાલમાં જ ભારતમાં રોડ ટેસ્ટ દરમિયાન નજરે પડી હતી. કંપનીઓને ઇવી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવા માટે સરકાર પ્રોત્સાહિત કરી રહી છે. ગ્રાહકોને ઇવી ખરીદવા પર સરકાર તરફથી સબસિડી આપવામાં આવી રહી છે. કુલ મળીને કહીએ તો આવનારા દિવસોમાં ઇલેક્ટ્રિક ગાડીઓની ડિમાંડ માર્કેટમાં જોવા મળશે. ટાટા મોટર્સની ઇવી કાર લોકોને પસંદ આવી રહી છે.
ટાટા પંચ ઇવી કેવી હશે?
ટાટા પંચ EV મોટાભાગે પોતાના આઇસીઇ કાઉન્ટરપાર્ટ જેવી જ હશે. આશા છે કે કંપની પંચ ઇલેક્ટ્રિક એસયૂવીમાં પોતાના પેટ્રોલ એડિશનની કારની તુલનામાં વધારે સુવિધા પ્રોવાઇડ કરશે. આ ઉપરાંત, સ્પાઇ શોટ્સથી ખબર પડે છે કે તેમાં ચાર પૈડા પર ડિસ્ક બ્રેક, એક ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક જેવી ઘણી સુવિધાઓ જોવા મળી શકે છે. પંચ ઇવીને 25 kWh બેટરી પેક મળવાની આશા છે, જે એકવાર ચાર્જ કર્યા પછી 250થી 300 કિ.મી. જેટલું અંતર કાપી શકે છે. મહત્વનું છે કે આ કાર ALFA પ્લેટફોર્મ પર આધારિત ટાટાની પહેલી ઇલેક્ટ્રિક કાર હશે. પર્ફોર્મન્સના મામલે તેની ઇલેક્ટ્રિક મોટર 60 બીએચપી પાવર જનરેટ કરશે. તેને ઝડપથી ચાર્જ પર કરી શકાશે.
ટાટા પંચ ઇવી માટે ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
આગામી પંચ EV ટાટા મોટર્સના ઇલેક્ટ્રિક વાહન પોર્ટફોલિયોમાં Tiago અને Nexon વચ્ચે સ્લોટ કરશે. તેની એક્સ-શોરૂમ કિંમત 9.50 લાખથી 12 લાખ રૂપિયાની વચ્ચે રહેવાની ધારણા છે. Tata Punch EV, Citroen eC3, Tata Nexon EV Prime પણ માર્કેટમાં જોવા મળી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો