કઈ બેંક સૌથી વધુ સુરક્ષિત?
શું તમે જાણો છો કે કઈ બેંક સૌથી સુરક્ષિત છે? રિઝર્વ બેંક દ્વારા સૌથી વધુ વિશ્વસનીય બેંકોની યાદી બહાર પાડવામાં આવી છે. RBIએ કહ્યું છે કે SBI, HDFC બેંક અને ICICI બેંક સ્થાનિક સ્તરે નાણાકીય વ્યવસ્થાના સંદર્ભમાં મહત્વપૂર્ણ બેંકો છે. આરબીઆઈનું કહેવું છે કે આ બેંકોની નાણાકીય વ્યવસ્થા એટલી મોટી અને મજબૂત છે કે તે ક્યારેય ડૂબી ન શકે…. દેશની બેંકિંગ સિસ્ટમ વધુ મજબૂત બની ગઇ છે જેના કારણે અન્ય ઘણી બેંકો પણ આર્થિક રીતે મજબૂત બની છે.
બાસમતી ચોખાના ભાવ ઘટ્યા
લાલ સમુદ્રમાં વાહનવ્યવહારમાં વિક્ષેપને કારણે… સ્થાનિક બજારમાં બાસમતી ચોખાના ભાવમાં ઘટાડો થયો છે… લાલ સમુદ્ર દ્વારા થતી નિકાસમાં ઘટાડાથી સ્થાનિક બજારમાં ભાવો પર અસર થઈ છે. ઓલ ઈન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ વિજય સેટિયા કહે છે… ફ્રેઈટ ચાર્જમાં વધારાને કારણે ખરીદનારા ભારતમાંથી ચોખા નથી ખરીદી રહ્યા..જેના કારણે સ્થાનિક બજારમાં બાસમતી ચોખાના ભાવમાં ઘટાડો થયો છે. .. ભારત વાર્ષિક 40 થી 45 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરે છે..ગલ્ફ દેશો ભારતીય બાસમતીના સૌથી મોટા ખરીદદાર છે.
EPFOની નવી SOP
દેશમાં છેતરપિંડીના કેસો ઝડપથી વધી રહ્યા છે… આવી સ્થિતિમાં, EPFO એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને પણ પોતાના સભ્યોને છેતરપિંડીથી બચાવવા માટે એક નવી SOP જાહેર કરી છે… આ એસઓપી મુજબ, સભ્યોના ખાતા સાથે જો છેતરપિંડી થવાની સંભાવના હોય તો… ફ્રીઝ અને ડિફ્રીઝ કરવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે… હવે ફ્રીઝ કરાયેલા ખાતામાં વેરિફિકેશન માટે 30 દિવસનો સમય આપવામાં આવશે… ખાતામાં જમા રકમને સુરક્ષિત રાખવા માટે આ સમયગાળો 14 દિવસ સુધી લંબાવી શકાશે.. વેરિફિકેશન માટે મેમ્બર આઈડી અને UAN જરૂરી રહેશે… EPFO એ ફ્રોડની આશંકા ધરાવતા ખાતાઓ માટે વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે.
એર ટિકિટ પર ડિસ્કાઉન્ટ
હવે પછીના સમાચાર યર એન્ડ અથવા નવા વર્ષમાં ફરવાનું પ્લાનિંગ કરનારા માટે છે…અકાસા એર, વિસ્તારા જેવી એરલાઇન્સ યેર એન્ડ સેલ હેઠળ ટિકિટ પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે… મુંબઈ-શ્રીનગર… મુંબઈ-ગોવા. મુંબઈ-જયપુર, દિલ્હી-ગોવા, દિલ્હી-કોચી, મુંબઈથી દિલ્હીની નોન-સ્ટોપ ફ્લાઈટ્સ જેવા ઘણા રૂટ પર નોન-સ્ટોપ ફ્લાઈટ્સના ભાડામાં છૂટ આપવામાં આવી રહી છે. મુંબઇથી દિલ્હીની નોન-સ્ટોપ ફ્લાઇટનું ભાડું 31 ડિસેમ્બર સુધી 4,700 થી 5,000 રૂપિયાની વચ્ચે છે… ગયા વર્ષે આ રૂટ પર ભાડું 14,000 થી 27,000 રૂપિયાની વચ્ચે હતું. દિલ્હીથી ગોવા સુધીની નોન-સ્ટોપ ફ્લાઈટનું ભાડું 8,700 રૂપિયા છે..વિદેશોમાં અત્યારે ટ્રાવેલ સસ્તું થવાને કારણે ભાડાંમાં વધારો નથી થયો અને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. મલેશિયા, થાઈલેન્ડ અને શ્રીલંકા જેવા ઘણાં દેશો ભારતીયોને ફ્રી વિઝા આપી રહ્યા છે.
મકાનો થયા મોંઘા
દેશના મુખ્ય શહેરોમાં મકાનોની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે… પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકના જણાવ્યા અનુસાર… ભારતમાં મકાનોની કિંમત 2023ના પ્રથમ છ મહિનામાં 15 થી 42 ટકા સુધી વધી છે… ટોચના સાત શહેરોમાં હૈદરાબાદમાં લક્ઝરી ઘરોની સરેરાશ કિંમતમાં સૌથી વધુ 42 ટકાનો વધારો થયો છે…. બેંગાલુરુ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં લક્ઝરી ઘરોની કિંમત લગભગ 27 ટકા વધી છે…. આ સમયગાળા દરમિયાન, દેશના ટોચના સાત શહેરોમાં મિડ-એન્ડ-પ્રીમિયમ સેગમેન્ટના ઘરોની 18 ટકાનો વધારો થયો છે. આ સાથે જ એફોર્ડેબલ હાઉસિંગની કિંમતમાં પણ 15 ટકાનો વધારો થયો છે.
અડદ, તુવેર દાળ સસ્તી થશે
કેન્દ્ર સરકાર મોંઘવારી પર અંકુશ મેળવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. દાળની મોંઘવારી ઘટાડવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે અડદ અને તુવેર દાળની ડ્યૂટી ફ્રી આયાતને 31 માર્ચ 2025 સુધી લંબાવી છે. તેનાથી લોકોને સસ્તી દાળ મળી શકશે. ડીજીએફટીએ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. નોંધનીય છે કે નવેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી દરમાં વધારો થવાનું કારણ કઠોળના ભાવમાં વધારો માનવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે સરકાર ભારત બ્રાન્ડનો લોટ અને ચોખાનું પણ વેચાણ કરી રહી છે.
ભૂલ તમારી, કમાણી ITની
છેલ્લા સમાચાર કરદાતાઓને લગતા છે… આવકવેરા વિભાગ ટેક્સ રિટર્નમાં ભૂલો શોધવા માટે ડેટા એનાલિટિક્સ અને એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે… નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 36,000 કરોડ રૂપિયાનો બાકી વેરો વસૂલ કર્યો છે… 20 ડિસેમ્બર સુધી વિભાગે કોર્પોરેટ ટેક્સ તરીકે 27,000 કરોડ રૂપિયા અને વ્યક્તિગત આવકવેરા સ્વરૂપે 9,000 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. રિવાઇઝ્ડ ટેક્સ રિટર્ન ફાઇલ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર છે…ત્યાં સુધી ટેક્સ કલેક્શનમાં વધુ વધારો થવાની ધારણા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો