Money9: સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવામાં બોલિવૂડની રુચિ કોઈનાથી છુપાયેલી નથી. સુનીલ શેટ્ટી, રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પછી હવે સંજય દત્તે પણ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે. સંજય દત્તે મુંબઈ સ્થિત આલ્કોબેવ (આલ્કોહોલિક પીણાં) સ્ટાર્ટઅપ ફર્મમાં મોટો દાવ લગાવ્યો છે. સંજય દત્તે સ્ટાર્ટઅપ કાર્ટેલ એન્ડ બ્રધર્સ (Cartel and Bros)માં રોકાણ કર્યું છે. કંપની લિકર બ્રાન્ડ્સના પોર્ટફોલિયોને ભારતમાં આયાત કરવા અને તેના વેચાણની પ્રક્રિયામાં છે. ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
ગ્લેનવોકને સ્કોટલેંડથી ઇમ્પોર્ટ કરશે કંપની
કંપનીની પ્રારંભિક પ્રોડક્ટમાં એક સ્કોચ વ્હીસ્કી બ્રાન્ડ ગ્લેનવોક (Glenwalk) હશે, જેને કંપની સ્કોટલેન્ડથી ઇમ્પોર્ટ કરે છે. લિવિંગ લિક્વિડ્ઝના પ્રમોટર મોક્ષ સોનીએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું કે કંપની વોડકા, ટકીલા અને સિંગલ મોલ્ટ બ્રાન્ડ્સ પણ ભારતમાં લાવશે. Zauba કોર્પના જણાવ્યા અનુસાર કાર્ટેલ એન્ડ બ્રધર્સ એક પાર્ટનરશિપ ફર્મ છે, જેનું રજિસ્ટ્રેશન 28 ઓક્ટોબર 2021ના રોજ થયું હતું.
સંજય દત્તે આ કંપનીમાં લગાવ્યા છે પૈસા
બોલિવૂડ એક્ટર સંજય દત્તે આલ્કોવેબ સ્ટાર્ટઅપ સિવાય પણ બીજી કંપનીમાં રોકાણ કર્યું છે. ટ્રેન્ડલાઈન અનુસાર, સંજય દત્ત સાયબર મીડિયા (ઈન્ડિયા) લિમિટેડમાં 1% કરતા પણ ઓછો હિસ્સો ધરાવે છે. સાયબર મીડિયા એક સ્પેશ્યાલિટી મીડિયા હાઉસ છે. મીડિયા હાઉસ લગભગ 12 મીડિયા પ્રોપર્ટી ચલાવે છે, જેમાં ડેટાક્વેસ્ટ, પીસીક્વેસ્ટ, વોઈસ એન્ડ ડેટા, ગ્લોબલ સર્વિસ, ડીક્યુ ચેનલ્સ, ડીક્યુ વીક (દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ અને કોલકાતા)નો સમાવેશ થાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો