Money9: અત્યાર સુધીના કેટલાક મહત્વના સમાચારો પર નજર કરી લઇએ.
ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકની FD પર 9 ટકા વ્યાજ
જો તમે સુરક્ષિત રોકાણ કરવા માંગો છો તો ફિકસ્ડ ડિપોઝિટમાં એટલે કે FDમાં રોકાણ કરવા માટે હાલ સૌથી શ્રેષ્ઠ સમય છે. આજની તારીખે બેંક એફડીમાં રોકાણ કરવા પર સારુએવું વ્યાજ મળી રહ્યું છે. ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકની 888 દિવસની એફડી પર 9 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે. બેંકે 2 કરોડ રૂપિયાથી નીચેની રકમની એફડી પર વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. વરિષ્ઠ નાગરિકોને એફડી પર 9 ટકા વ્યાજ મળશે..હાલ સામાન્ય લોકોને બેંકની એફડી પર 8.5 ટકાનું વ્યાજ મળી રહ્યું છે…
રૂપે ડેબિટ-ક્રેડિટ કાર્ડ માટે CVV વગર ચુકવણી થશે
NPCIએ રૂપે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માટે CVV વગર ચુકવણીનો વિકલ્પ શરુ કર્યો છે..આ સુવિધા એવા પ્રીપેઇડ કાર્ડધારકોને મળશે જેમણે વિક્રેતાની એપ કે વેબપેજ પર પોતાના કાર્ડને ટોકન કર્યું હશે. નવા CVV-રહિત અનુભવમાં એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે કાર્ડધારકે પોતાના વોલેટ સુધી પહોંચવા કે કોઇ કાર્ડની વિગતો યાદ રાખવાની જરૂરિયાત નહીં પડે. પરંતુ આવું ત્યારે થશે જ્યારે તેણે ઇ-કોમર્સ વિક્રેતાની સાઇટ પર પોતાના કાર્ડને ટોકન કર્યું હશે. લેવડ-દેવડના સમયે કાર્ડની વાસ્તવિક વિગતો નહીં આપવી પડે. ટોકન વ્યવસ્થા લેવડ-દેવડની દ્રષ્ટિએ ઘણી સુરક્ષિત હોય છે.
વેપારીઓ પર GST વિભાગ ગાળિયો મજબૂત
વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટીમાં ગોટાળા કરી રહેલા વેપારીઓ પર GST વિભાગ તેનો ગાળિયો મજબૂત કરી રહ્યું છે. દેશભરમાં મંગળવારે 16 મેથી બે મહિના માટે તપાસ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. ટેક્સ ચોરોને પકડવા માટે જીએસટી વિભાગના અધિકારી દુકાનો અને ઓફિસો પર જઇને દસ્તાવેજોની તપાસ કરશે. આને લઇને જીએસટી વિભાગે તૈયારીઓ પૂરી કરી લીધી છે. જીએસટી ચોરીની તપાસ સાથે જોડાયેલી એજન્સીઓ DGGI અને DRIએ તાજેતરમાં 24 મોટા આયાતકારોની 11 હજાર કરોડ રૂપિયાની ટેક્સ ચોરીને પકડી છે. એપ્રિલ 2023માં જીએસટી સંગ્રહ 1.87 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
કોમોડિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં ક્રૂડ, ગેસના ફ્યૂચરના સોદા
નેશનલ સ્ટોક એક્સચેન્જે કોમોડિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં NYMEX WTI (નાયમેક્સ WTI) ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ ફ્યૂચરને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. રોકાણકાર રૂપિયામાં જ ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ કરી શકશે. નવી પહેલથી એનએસઇના કોમોડિટી સેગમેન્ટમાં પ્રોડક્ટ ઓફરિંગનો વિસ્તાર થયો છે. જેનાથી રોકાણકારોને ફાયદો ઉઠાવવાની વધુ સારી તક મળશે.
મોબાઇલ ફોન શોધવામાં થશે સરળતા
સરકાર આ સપ્તાહથી ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરવા જઇ રહી છે. આ સિસ્ટમ દ્વારા આખા દેશમાં લોકો પોતાના ગુમ કે ચોરી થઇ ગયેલા મોબાઇલ ફોનને બ્લોક કરી શકશે કે તેને શોધી શકાશે. સીડોટ હાલ દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પૂર્વોત્તર ક્ષેત્ર સહિત કેટલાક ટેલીકોમ સર્કલોમાં સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર સિસ્ટમનો પ્રાયોગિક ધોરણે પરિક્ષણ કરી રહ્યું છે. હવે આ સિસ્ટમને અખિલ ભારતીય સ્તરે શરૂ કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. CEIR સિસ્ટમ 17 મેના રોજ આખા દેશમાં રજૂ કરવામાં આવશે. આ સિસ્ટમથી ખોવાઇ ગયેલા મોબાઇલ ફોનને બ્લોક અને ટ્રેક કરી શકાશે. ક્લોન્ડ મોબાઇલ ફોનનો ઉપયોગ થતો હશે તો તેને પણ પકડી શકાશે.
પીએનબીની સુગમ ફિક્સડ ડિપોઝિટ સ્કીમ
પંજાબ નેશનલ બેંકે સુગમ ફિકસ્ડ ડિપોઝિટમાં રોકાણની રકમ નક્કી કરી છે. ગ્રાહક આ સ્કીમમાં મહત્તમ 10 લાખ રૂપિયાનું રોકાણ કરી શકશે. FDમાં જમા 10 લાખ રૂપિયાથી વધુ રકમ મેચ્યોરિટીના સમયે એક અલગ FD તરીકે રિન્યૂ થશે. PNB સુગમ એફડી સ્કીમ ઘણી લોકપ્રિય સ્કીમ છે. કારણ કે તેમાં નક્કી કરેલા સમય પહેલા પૈસા ઉપાડવા પર કોઇ પેનલ્ટી નથી લાગતી. અગાઉ આ સ્કીમમાં ડિપોઝિટ માટે લઘુત્તમ લિમિટ 10 હજાર રૂપિયા હતી. મહત્તમ ડિપોઝિટની લિમિટ 10 કરોડ રૂપિયા હતી. સુગમ FDની મુદ્ત 46 દિવસથી લઇને 120 મહિના છે. 10 વર્ષની ઉપરના બાળકોના નામે પણ આ સ્કીમમાં રોકાણ કરી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો