Money9: 1 માર્ચથી તમને સીધી અસર કરે તેવા ફેરફારો થવા જઈ રહ્યા છે અને આ ફેરફારો તમારે જાણવા જરૂરી છે.. સૌપ્રથમ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં થોડો ફેરફાર કરી શકે છે,… બીજું, જેના ફાસ્ટેગમાં KYC અપડેટ નથી થયા તે 1 માર્ચથી ઇનએક્ટિવ થઈ જશે… તો આજે 29 ફેબ્રુઆરી KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ છે… ત્રીજું, સરકારે તાજેતરમાં IT નિયમોમાં ફેરફાર કર્યો છે. X, Facebook, YouTube અને Instagram જેવી સોશિયલ મીડિયા એપ્સ પર જો માર્ચથી ખોટા ફેક્ટ સાથેના કોઇ સમાચાર પ્રકાશિત થશે તો તેના માટે દંડ લગાવવામાં આવી શકે છે. સરકારનો હેતુ સોશિયલ મીડિયાને સુરક્ષિત બનાવવાનો છે.
દેશમાં સારવાર કરાવવી અને બીમારીઓની ટ્રિટમેન્ટ ખૂબ મોંઘી બની રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને રાહત આપવાનો નિર્ણય લીધો છે. NPPA એટલે કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ 69 નવા ફોર્મ્યુલેશનની છૂટક કિંમત અને 31ની સેલિંગ પ્રાઇસ નક્કી કરી છે. આ નિર્ણય બાદ કોલેસ્ટ્રોલ, શુગર, દુખાવો, તાવ, ઈન્ફેક્શન, એક્સેસિવ બ્લીડિંગ, કેલ્શિયમ, વિટામિન ડી3, બાળકોની એન્ટિબાયોટિક્સ સહિતની 100 દવાઓ સસ્તી થશે અને લોકોનો હેલ્થકેર પરનો ખર્ચ ઓછો થશે. NPPA એ આને લગતું નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે…
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ તેની ડીલરશીપ પર લોકપ્રિય મિડ-સાઇઝ SUV, Creta N-લાઇનનું ઑફલાઇન બુકિંગ શરૂ કર્યું છે. કંપની આ કારને 11 માર્ચે લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. બાયર્સ 25,000 રૂપિયાની ટોકન રકમ ચૂકવીને તેને ઑફલાઇન બુક કરાવી શકે છે. Hyundai Creta N Lineની એક્સ-શોરૂમ કિંમત 17.50 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે. તેની સીધી સ્પર્ધા Kia Seltos GTX+ અને X-Line સાથે થશે.
આ વખતે ઉનાળામાં આકરી ગરમી સહન કરવા તમારે તૈયાર રહેવું પડશે. હોળીની આસપાસના ઉત્તર અને મધ્ય ભારતનાં તમામ રાજ્યોમાં હીટવેવનો કેર વર્તાશે તેવા અહેવાલો આવ્યા છે. હીટવેવ માટે બે કારણો છે – હોળી આ વર્ષે માર્ચના અંતિમ સપ્તાહમાં છે અને દક્ષિણ ભારતમાં તાપમાનમાં વધારો બે સપ્તાહ પહેલાં જ ફેબ્રુઆરીની શરૂઆતથી જ થયો છે. સ્થિતિ એ છે કે દક્ષિણ ભારતનાં તમામ રાજ્યોથી મહારાષ્ટ્ર અને ઓડિશા સુધી દિવસનું તાપમાન 4-6 ડિગ્રી સુધી વધુ એટલે કે 33 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. આ ટ્રેન્ડ આ વખતે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહથી જ જોવા મળ્યો છે, જે ગત બે વર્ષમાં ત્રીજા સપ્તાહમાં શરૂ થયો હતો. હવામાન વિજ્ઞાનીઓ અનુસાર છેલ્લાં બે વર્ષથી ઉત્તર અને મધ્ય ભારતનાં રાજ્યોમાં પ્રી-મોનસૂન સિઝનમાં તાપમાન વધવાનો ટ્રેન્ડ આ વખતે પણ ચાલુ રહેશે.
દેશમાં વધુને વધુ લોકો દેવું કરી રહ્યા છે. પોતાના મોજશોખ પુરા કરવા અને લક્ઝરી લાઇફની ખ્વાઇશ પુરી કરવા લોકો લોન લઇ રહ્યા છે. આ વાત સાબિત થાય છે તાજેતરમાં આવેલા એક રિપોર્ટ પરથી… રિપોર્ટ મુજબ, દેશમાં પરિવાર દીઠ લોનની રકમનો બોજ વધી રહ્યો છે. માર્ચ 2018માં પારિવારિક લોન 52.3 લાખ કરોડ હતી જે માર્ચ 2023 સુધી 102.5 લાખ કરોડ સુધી પહોંચી ગઇ છે. એટલે કે પાંચ વર્ષમાં આશરે બે ગણી થઇ ગઇ છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દરમિયાન કોમર્શિયલ બેન્ક પાસે લેવેયાલી લોનમાં વાર્ષિક સરેરાશ 14 ટકા વધી છે. જ્યારે નોનબેન્કિંગ નાણાકંપનીઓ એટલે કે એનબીએફસી પાસેથી લોન 24 ટકાના દરે વધી છે. નિષ્ણાતો કહે છે કે એનબીએફસીના વ્યાજદર સામાન્ય કરતા ઉંચા હોય છે. પારિવારિક લોનમાં હોમલોનની હિસ્સેદારી 37 ટકા અને કાર લોનની હિસ્સેદારી 21 ટકા છે.
બીસીસીઆઇએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓની નવી યાદી બહાર પાડી ઝે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ ઉપરાંત રવિન્દ્ર જાડેજાને પણ A+ ગ્રેડમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ખેલાડીઓને બીસીસીઆઇ દ્વારા વાર્ષિક 7 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. 6 ખેલાડીઓને A ગ્રેડમાં, 5 ખેલાડીઓને B ગ્રેડમાં જ્યારે 15 ખેલાડીઓને C ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. બીજી તરફ એ ગ્રેડના ખેલાડીને 5 કરોડ જ્યારે બી ગ્રેડના ખેલાડીને 3 કરોડ મળે છે. સી ગ્રેડના ખેલાડીને 1 કરોડ રૂપિયા મળે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો