MONEY9 GUJARATI: રૂ.2,000ની નોટો પાછી ખેંચાવા સંબંધિત તમામ સવાલોના જવાબ જાણો
(1) રૂ.2,000ની નોટોને શા માટે પાછી ખેંચવામાં આવશે?
RBI Act, 1934ના સેક્શન 24(1) હેઠળ, નવેમ્બર 2016માં રૂ.2,000ની નોટ રજૂ કરવામાં આવી હતી. તે સમયે, સર્ક્યુલેશનમાં ફરતી રૂ.500 અને રૂ.1,000ની નોટોનું લીગલ ટેન્ડર સ્ટેટસ પાછું ખેંચાયા બાદ, અર્થતંત્રમાં કરન્સીની જરૂરિયાતને ઝડપભેર પહોંચી વળવાના ઈરાદા સાથે રૂ.2,000ની નોટને સર્ક્યુલેશનમાં મૂકવામાં આવી હતી. આ હેતુ સિદ્ધ કરવા અને અન્ય નોટ પૂરતી માત્રામાં ઉપલબ્ધ રહે તે માટે 2018-19થી રૂ.2,000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. માર્ચ 2017 અગાઉ ઈશ્યૂ કરવામાં આવેલી મોટા ભાગની રૂ.2,000 નોટનો અંદાજિત જીવનગાળો 4થી 5 વર્ષનો છે અને હવે તે પૂરો થવા આવ્યો છે. એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે, સામાન્ય લેવડદેવડમાં આ નોટોનો ઉપયોગ થતો નથી. વધુમાં, સર્ક્યુલેશનમાં ફરતી અન્ય નોટો કરન્સીની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતી છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ‘ક્લીન નોટ પૉલિસી’નું પાલન કરવા માટે, રૂ.2,000ની નોટોને સર્ક્યુલેશનમાંથી પાછી લઈ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
2) Clean Note Policy હેઠળ નોટ બંધ કરવામાં આવી છે, તો આ પૉલિસીનો અર્થ શું છે? લોકો સારી ક્વૉલિટીની નોટોમાં વ્યવહાર કરે તે માટે ક્લીન નોટ પૉલિસી બનાવવામાં આવી છે. તેનો હેતુ લોકોને સારી ગુણવત્તા ધરાવતી નોટો પહોંચાડવાનો છે. સર્ક્યુલેશનમાં ફાટેલી, તૂટેલી નોટોની જગ્યાએ સ્વચ્છ અને સારી ક્વોલિટીની નોટો ફરતી કરવા માટે આ પૉલિસી અમલી કરવામાં આવી હતી.
3) શું રૂ. 2,000ની નોટ ચલણમાં રહેશે? હા, રૂ.2,000ની નોટ તેનું લીગલ ટેન્ડર સ્ટેટસ જાળવી રાખશે.
4) રૂ. 2,000ની નોટથી સામાન્ય ટ્રાન્ઝેક્શન કરી શકાશે? હા. લોકો રૂ.2,000ની નોટોનો ઉપયોગ તેમના ટ્રાન્ઝેક્શન માટે કરી શકશે અને રૂ.2,000ની નોટોમાં પેમેન્ટ પણ સ્વીકારી શકશે. જોકે, 30 સપ્ટેમ્બર, 2030 પહેલાં રૂ.2,000ની નોટો ડિપોઝિટ કરાવવા અથવા એક્સચેન્જ કરાવવા માટે લોકોને પ્રોત્સાહન આપવામાં આવશે.
5) તો હવે જે લોકો પાસે રૂ. 2,000ની નોટો છે તેનું શું થશે? જે લોકો પાસે રૂ.2,000ની નોટ છે તેઓ બેન્ક બ્રાન્ચમાં જઈને આ નોટ જમા કરાવી શકે છે અથવા તો એક્સચેન્જ કરાવી શકે છે. તમામ બેન્કોમાં રૂ.2,000ની નોટ જમા કરાવવા અને એક્સચેન્જ કરાવવાની સુવિધા તમામ બેન્કોમાં 30 સપ્ટેમ્બર, 2023 સુધી ઉપલબ્ધ રહેશે. RBIની 19 રિજનલ ઓફિસ (RO) ખાતે પણ એક્સચેન્જની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
6) શું 2000ની નોટ બેન્ક એકાઉન્ટમાં જમા કરવા બાબતે કોઇ મર્યાદા છે બેન્ક એકાઉન્ટમાં કોઇ પણ મર્યાદા વગર તમે રૂ. 2000ની નોટો જમા કરાવી શકો છો પરંતુ તેમાં તમારે KYC અને લાગુ પડતા નિયમોનું પાલન કરવું જરૂરી છે.
7) શું નોટો બદલવા માટે કોઇ મર્યાદા છે? હું એક વખતમાં કેટલા રૂપિયાની નોટો બદલાવી શકું છું. તમે એક વખતે રૂ. 20 હજાર સુધીની મર્યાદામાં નોટો બદલાવી શકો છો
8) શું 2000ની નોટો બિઝનેસ કોરસ્પોન્ડન્સ દ્વારા એક્સ્ચેન્જ કરી શકાશે હા, બિઝનેસ કોરસ્પોન્ડન્સ દ્વારા દૈનિક રૂ. 4 હજારની મર્યાદામાં નોટ એક્સ્ચેન્જ કરી શકો છો
9)નોટો બદલવાનું કઇ તારીખથી શરૂ થશે બેન્કોમાં 23 મે 2023થી નોટો બદલવાની સુવિધા શરૂ થશે
10)શું કોઇ વ્યક્તિને નોટ બદલવી હોય તો તેને ફરજિયાત તેની બેન્કની બ્રાન્ચમાં જ બદલવા માટે જવું પડશે કે કોઇ પણ બેન્કની કોઇ પણ બ્રાન્ચ પર બદલી શકાશે તમે કોઇ પણ બેન્કની કોઇ પણ બ્રાન્ચમાં જઇને એક વખતમાં રૂ. 20 હજાર સુધીની નોટો બદલી શકો છો
11)કોઇ વ્યક્તિને રૂ. 20 હજારથી વધુની રોકડ જોઇએ તો શું તમે તમારા બેન્ક એકાઉન્ટમાં કોઇ પણ પ્રકારની મર્યાદા વગર ગમે તેટલી નોટો જમા કરાવી શકો છો. જો તમારે રૂ. 20 હજારથી વધુની રોકડની જરૂર હોય તો તમે તમારી નોટો બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી ત્યાર બાદ એકાઉન્ટમાંથી ઉપાડીને તેનો ઉપયોગ કરી શકો છો
12)નોટો બદલવા માટે મારે કોઇ ફી ચુકવવી પડશે ના, નોટો બદલવા માટે કોઇ ફી ચુકવવાની નથી. બેન્કો મફતમાં નોટો બદલી આપશે
13) સિનિયર સિટીઝન માટે વિશેષ વ્યવસ્થા હશે સિનિયર સિટિઝન અને દિવ્યાંગોને કોઇ તકલીફ ના પડે તે માટે બેન્કોને સૂચના આપવામાં આવી છે.
14) જો કોઇ વ્યક્તિ 2000ની નોટો તાત્કાલિક બદલાવી શકતી નથી તો શું થશે
લોકોને તેમની રૂ. 2000ની નોટ બેન્કમાં જમા કરવા અને બદલવા માટે ચાર મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે. માટે લોકોને આ સમયગાળા દરમિયાન તેમની નોટ જમા કરવા કે બદલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
15) બેન્ક 2 હજારની નોટો બદલવાનો કે નોટો સ્વીકારવાનો ઇનકાર કરે તો શું? જો તમને બેન્ક તરફથી પુરતી સેવા ના મળે તો તમે સંબંધિત બેન્કને ફરિયાદ કરી શકો છો. જો બેન્ક ફરિયાદ કર્યાની તારીખથી 30 દિવસમાં જવાબ ના આપે કે બેન્કના જવાબથી તમને સંતોષ ના થાય તો તમે રિઝર્વ બેન્કને ફરિયાદ કરી શકો છો.
નોટબંધી વિશે ચર્ચા જુઓ:
https://youtube.com/live/gnbk-1CrxFY?feature=share
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો