Money9 Gujarati:
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ. (RRVL)ની FMCG કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિ. (RCPL)એ શુક્રવારે ભારતમાં એલન બ્યુગલ્સ (Alan’s Bugles) લૉન્ચ કરીને પશ્ચિમી દેશોનાં નાસ્તાની શ્રેણીનાં માર્કેટમાં પ્રવેશ કર્યો છે. Bugles એક ઈન્ટરનેશનલ કોર્ન ચિપ્સ સ્નેક્સ બ્રાન્ડ છે, જેની માલિકી General Mills પાસે છે. તે શંકુ આકારમાં મળે છે. આ પ્રોડક્ટ અમેરિકા, બ્રિટન તથા મધ્ય-પૂર્વના દેશોમાં ઉપલબ્ધ છે અને હવે ભારતમાં કેરળથી તેનું વેચાણ શરૂ કરવામાં આવશે. એલન બ્યુગલ્સની કિંમત રૂ.10થી શરૂ થશે અને તે ઓરિજિનલ (સોલ્ટેડ), ટોમેટો તથા ચીઝ ફ્લેવર્સમાં મળશે.
ભારતનાં નાસ્તાના શોખીનો હવે મકાઈ ચિપ્સ સ્નેક બ્રાન્ડ બ્યુગલ્સનો સ્વાદ માણી શકશે. આ લગભગ 50 વર્ષ જૂની બ્રાન્ડ છે. આ સોદા અંગે RCPLના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “એલન્સના લોન્ચ સાથે અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે મહત્વાકાંક્ષી ભારતીય ગ્રાહકો તેમની નાસ્તાની જરૂરિયાતોને સંતોષવા માટે સમૃદ્ધ અને પ્રીમિયમ ઓફરનો સ્વાદ માણી શકે. અમે ટેસ્ટ પ્રોફાઇલ અને ગ્રાહકના એકંદર અનુભવ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને પશ્ચિમી નાસ્તાના વિકસી રહેલા બજારમાં સક્રિયપણે ભાગ લેવાનો ઇરાદો ધરાવીએ છીએ. અમે બ્યુગલ્સથી શરૂ થતા એલનના નાસ્તાની શ્રેણી શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ, જે એફએમસીજી બજારમાં અમારા પદચિન્હને વિસ્તારવા તરફનું વધુ એક પગલું છે.” એલન્સ બ્યુગલ્સ ભારતીય ગ્રાહકોને ઉત્તમ નાસ્તાનો અનુભવ પૂરો પાડશે અને ઓરિજિનલ (સોલ્ટેડ), ટોમેટો અને ચીઝ જેવી ફ્લેવર રૂ. 10 થી શરૂ કરીને પોકેટ-ફ્રેન્ડલી કિંમતે ઉપલબ્ધ થશે. આ લોન્ચ ભારતીય ગ્રાહકોને પોસાય તેવા ભાવે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ઓફર કરવાના RCPLના વિઝનને અનુરૂપ છે, એમ તેમણે જણાવ્યું હતું.
જનરલ મિલ્સ ઇન્ડિયાના ફાયનાન્સ ડિરેક્ટર શેષાદ્રી સવલગીએ જણાવ્યું કે, “જનરલ મિલ્સ તેની વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રિય બ્રાન્ડ્સમાંની એક બ્રાન્ડ બ્યુગલ્સનો ભારતમાં પ્રારંભ કરવા માટે રોમાંચનો અનુભવ કરી રહી છે. બ્યુગલ્સ હળવા અને એરી ક્રન્ચ સાથે પ્રતિકાત્મક શંકુ આકારની મકાઈની ચિપ્સ છે. 1964માં પ્રથમ સ્વાદિષ્ટ શિંગડા આકારની મકાઈ ચિપ તરીકે જેની શરૂઆત થઈ હતી તે આજે તે સમગ્ર વિશ્વમાં વિસ્તરી ચૂકી છે. જે વૈશ્વિક સ્તરે ગ્રાહકોમાં પ્રિય છે એવા બ્યુગલ્સનો આનંદ અમે સમગ્ર ભારતમાં નાસ્તા પ્રેમીઓ પણ માણે તે જોવા માટે આતુર છીએ.”
RCPLની એલન્સ બ્યુગલ્સનું લોન્ચિંગ કેરળથી શરૂ થશે અને ધીમે ધીમે સમગ્ર ભારતમાં તેનું વિસ્તરણ કરવામાં આવશે. આ લોન્ચ સાથે RCPLના FMCG પોર્ટફોલિયોમાં વધુ એક બ્રાન્ડનો ઉમેરો થશે. તેના પોર્ટફોલિયોમાં કેમ્પા, સોસિયો અને રાસ્કિક, ઇન્ડિપેન્ડેન્સ, ટોફીમેન, માલિબન અને ગ્લિમર એન્ડ ડોઝો સહિતની પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો